twitter edited

મહામારીમાં ભારતની મદદે આવી વધુ એક કંપનીઃ ટ્વિટરે(twitter) કોરોના કપરા સમયે દેશને આપ્યું આટલા કરોડનું દાન- વાંચો સંપૂર્ણ માહિતી

દિલ્હી, 11 મેઃ કોરોનાની મહામારીના સમયે દુનિયાના ઘણા લોકો ભારતની મદદ કરી રહ્યાં છે. અનેક કંપનીઓ ભારતની મદદ કરી છે. હવે યાદીમાં ટ્વિટર(Twitter) નું નામ પણ જોડાયું છે. માઇક્રોબ્લોગિંગ સાઇટ Twitterએ કોરોનામાં ભારતને 15 મિલિયન ડોલર (અંદાજે 100 કરોડ રૂપિયા) દાન આપવાની જાહેરાત કરી છે.

એક રિપોર્ટ મુજબ Twitter CEO Jack Patrick Dorseyએ તેને લઇ સોમવારે એક ટ્વિટ કરી હતી. Jackએ જણાવ્યું કે ત્રણ નોન-ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશનને રૂપિયા આપવામાં આવશે. તેમાં Care, Aid India અને Sewa International USA સંસ્થા સામેલ છે. CAREને 10 મિલિયન ડોલર, Aid India અને Sewa International USAને 2.5-2.5 મિલિયન ડોલર દાન આપવામાં આવશે. આ ગ્રાન્ટ દ્વારા લાઇફ સેવિંગ ઇક્વિપમેન્ટ જેમ ઓક્સિજન, કન્સેન્ટ્રેટર, વેન્ટિલેટર BiPAP (Bilevel Positive Airway Pressure) and CPAP (Continuous Positive Airway Pressure) મશીન Sewa Internationalને ભારતમાં આ વાઇરસથી લડવા માટે આપવામાં આવશે.

Twitter

તમામ ઇક્વિપમેન્ટને ગવર્નમેન્ટ હોસ્પિટલ અને COVID-19 સેન્ટર અને હોસ્પિટલમાં વહેચવામાં આવશે. રિપોર્ટ મુજબ આ જાહેરાત પર Sewa Internationalના માર્કેટિંગ અને ફંડ ડેવલોપમેન્ટના vice president Sandeep Khadkekarએ ટ્વિટરના સીઈઓનું આભાર માન્યું. તેમણે જણાવ્યું કે આ જાણી ખુશી થઈ કે સેવાનું કામને ઓળખ મળી રહી છે.

ADVT Dental Titanium

Twitterએ જણાવ્યું કે 10 મિલિયન ગ્રાન્ટ CAREને અર્જન્ટ એક્શન લેવામાં મદદ મળશે. તેનાથી ડેડલી વાઇરસને મ્હાત આપવામાં મદદ મળશે. આ ફંડ્સનો ઉપયોગ સરકારને COVID-19 કેર સેન્ટર બનાવવા, ઓક્સિજન આપવા, PPE કિટ્સ અને બીજા મેડિકલ સપ્લાય આપવામાં કરવામાં આવશે. આ ફંડ્સથી રસીને ગામડા અને રિમોટ વિસ્તારમાં પણ લઇ જવામાં મદદ મળશે. તેનાથી તમામ કોમ્યુનિટીના લોકોને રસી આપવામાં પણ મદદ કરવામાં આવશે.

આ પણ વાંચો…..

નેવીએ પણ કોરોનાની સ્થિતિથી રાહત આપવા ઓપરેશન સમુદ્ર સેતૂ- ૨(samudra setu 2) શરૃ કર્યું, વાંચો સંપૂર્ણ અહેવાલ