Somalia blast

Two bomb blasts in Somalia 100 dead: સોમાલિયાની રાજધાની મોગાદિશુમાં બે બોમ્બ બ્લાસ્ટ, અત્યાર સુધીમાં 100 લોકોના મોત

Two bomb blasts in Somalia 100 dead: બે કારમાં મૂકવામાં આવેલા બોમ્બ સોમાલિયાની રાજધાનીમાં મુખ્ય સરકારી કચેરીઓ નજીકના વ્યસ્ત જંકશન પર બ્લાસ્ટ થયા હતા

Two bomb blasts in Somalia 100 dead: સોમાલિયાની રાજધાની મોગાદિશુમાં શનિવારે સરકારી કચેરીઓ નજીક થયેલા બે બ્લાસ્ટમાં ઓછામાં ઓછા 100 લોકો માર્યા ગયા હતા. સોમાલિયાના રાષ્ટ્રપતિએ મૃત્યુની પુષ્ટિ કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જે જગ્યાએ બ્લાસ્ટ થયો હતો ત્યાં મોટી ભીડ એકઠી થઈ હતી. સોમાલિયાની રાજધાનીમાં મુખ્ય સરકારી કચેરીઓ નજીકના વ્યસ્ત જંકશન પર શનિવારે બે કાર બોમ્બ બ્લાસ્ટ થયા હતા, જેમાં બાળકો સહિત સેંકડો નાગરિક જાનહાનિ થઈ હતી, એમ રાષ્ટ્રીય પોલીસે જણાવ્યું હતું.

સોમાલિયાની ન્યૂઝ એજન્સીએ પોલીસ પ્રવક્તા સાદિક ડોદિશેને ટાંકીને જણાવ્યું હતું કે બે કારમાં મૂકવામાં આવેલા બોમ્બ સોમાલિયાની રાજધાનીમાં મુખ્ય સરકારી કચેરીઓ નજીકના વ્યસ્ત જંકશન પર બ્લાસ્ટ થયા હતા. જેમાં બાળકો સહિત અનેક નાગરિકો મૃત્યુ પામ્યા અને અનેક ઘાયલ થયા હતા. અહેવાલો અનુસાર ઘટનાસ્થળે કેટલાય મૃતદેહો જોવા મળ્યા હતા. બ્લાસ્ટમાં માર્યા ગયેલા લગભગ તમામ લોકો સામાન્ય નાગરિક છે. મૃતકોમાંથી ઘણા લોકો જાહેર વાહનોમાં મુસાફરી કરી રહ્યા હતા.

મદીના હોસ્પિટલના સ્વયંસેવક હસન ઉસ્માને કહ્યું: “હોસ્પિટલમાં લાવવામાં આવેલા મૃત લોકોમાં મોટાભાગની મહિલાઓ છે. મેં આ પોતાની આંખોથી જોયું છે.” હોસ્પિટલ અને અન્ય સ્થળોએ, ગભરાયેલા સંબંધીઓ પ્લાસ્ટિકથી ઢંકાયેલી બેગમાં રાખવામાં આવેલા મૃતદેહો વચ્ચે તેમના પ્રિયજનોને શોધતા જોવા મળ્યા હતા.

આ પણ વાંચો..Govindguru University: ગોવિંદગુરુ યુનિવર્સીટી ગ્રીન એડમિનિસ્ટ્રેટિવ બ્લોક ધરાવતી ગુજરાત રાજ્યની પ્રથમ સ્ટેટ યુનિવર્સિટી બનશે

અબ્દિરઝાક હસન નામના પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે પહેલો વિસ્ફોટ શિક્ષણ મંત્રાલયની દિવાલ પાસે થયો હતો, જ્યાં રેકડી ચલાવનારા અને મની એક્સ્ચેન્જર્સ હતા. તેણે કહ્યું હતું કે “બીજો વિસ્ફોટ થયો ત્યારે હું 100 મીટર દૂર હતો. ઘણા લોકો મૃત્યુ પામ્યા હોવાને કારણે જમીન પર પડેલા મૃતદેહોની ગણતરી કરી શક્યો નહીં.”

પોલીસના જણાવ્યા અનુસાર બીજો બ્લાસ્ટ એક વ્યસ્ત રેસ્ટોરન્ટની સામે લંચ ટાઈમ દરમિયાન થયો હતો. આ વિસ્ફોટોમાં ઘણી રેસ્ટોરાં અને હોટેલો ધરાવતા વિસ્તારમાં ટુક-ટુક (ટેક્સી તરીકે વપરાતું ત્રણ પૈડાવાળું વાહન) અને અન્ય વાહનો નષ્ટ થયા હતા. એમ્બ્યુલન્સ સેવાના નિયામકએ કહ્યું કે ઘણા ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે અને ઘટનાસ્થળેથી ઘણા મૃતદેહો લાવવામાં આવ્યા છે. હજુ સુધી આ હુમલાની જવાબદારી કોઈ સંગઠને લીધી નથી. ઉગ્રવાદી જૂથ, જોકે, અલ-શબાબ શહેરને નિશાન બનાવતું રહ્યું છે.

મોગાદિશુમાં બ્લાસ્ટનો સમય પણ ચોંકાવનારો છે. વાસ્તવમાં, સોમાલિયાના રાષ્ટ્રપતિ, વડા પ્રધાન અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ વિદ્રોહનો સામનો કરવા રાજધાનીમાં બેઠક કરી રહ્યા હતા. આમાં ખાસ કરીને અલ-કાયદા સાથે જોડાયેલા અલ-શબાબ જૂથ સાથે નિપટવાની ચર્ચા કરવામાં આવી રહી હતી. પાંચ વર્ષ પહેલા આ જ સ્થળે મોટો વિસ્ફોટ થયો હતો, જેમાં 500 થી વધુ લોકો માર્યા ગયા હતા.

Gujarati banner 01