PM modi show tata air bus

PM Modi inaugurated C-295 transport aircraft unit: વડાપ્રધાન મોદીએ ભારતના સૌ પ્રથમ સી-295 ટ્રાન્સપોર્ટ એકક્રાફ્ટ એસમ્બલિંગ એકમનો શીલાન્યાસ કર્યો

PM Modi inaugurated C-295 transport aircraft unit: ભારત ટૂંક સમયમાં મોટા પેસેન્જર એરક્રાફ્ટ્સનું ઉત્પાદન કરશે. જેના ઉપર લખેલા ‘મેડ ઇન ઇન્ડિયા’ શબ્દો ઉપર આપણે ગર્વ કરી શકશું: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી

  • ભારત સંરક્ષણ ક્ષેત્રમાં ટ્રાન્સપોર્ટ પ્લેન સહિતના શસ્ત્રસરંજામનું સૌથી મોટું નિકાસકાર બનશે
  • ભારતમાં મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર માટે એક અભૂતપૂર્વ વાતાવરણ નિર્માણ પામ્યું છે
  • આગામી ૧૫ વર્ષમાં ૨૦૦૦થી વધુ એરક્રાફ્ટની જરૂર પડશે અને ભારતે તેના માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે
  • છેલ્લા આઠ વર્ષમાં ૧૬૦ થી વધુ દેશોની કંપનીઓએ ૩૧ રાજ્યોમાં ૬૧ જેટલા સેક્ટરમાં રોકાણ કર્યું છે

રિપોર્ટઃ રામ મણિ પાંડેય
વડોદરા, 24 ઓક્ટોબર
: PM Modi inaugurated C-295 transport aircraft unit: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું છે કે, ભારત આજે દુનિયાનું સૌથી મેન્યુફેક્ચરિંગ હબ બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે. મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ ગ્લોબના મંત્ર સાથે આગળ વધી રહેલું ભારત પોતાનું સામર્થ્ય વધુ મજબૂત કરી રહ્યું છે. હવે ભારત સંરક્ષણ ક્ષેત્રમાં ટ્રાન્સપોર્ટ પ્લેન સહિતના શસ્ત્ર સરંજામનું સૌથી મોટું નિકાસકાર બનશે, તેમ તેમણે ઉમેર્યું હતું.

વડાપ્રધાનએ કહ્યું કે,(PM Modi inaugurated C-295 transport aircraft unit) છેલ્લા આઠ વર્ષોમાં અમારી સરકારે જે સુધારાલક્ષી નિર્ણયો કર્યા છે, તેના પરિણામે ભારતમાં મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર માટે એક અભૂતપૂર્વ વાતાવરણ નિર્માણ પામ્યું છે. ભારતમાં આર્થિક સુધારાઓની નવી ગાથા લખાઇ રહી છે. આ નિર્ણયોના પરિણામે તેનો સૌથી વધુ ફાયદો મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રને થયો છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આજે વડોદરા ખાતે ભારતની સૌ પ્રથમ સી-૨૯૫ ટ્રાન્સપોર્ટ એકક્રાફ્ટ એસમ્બલિંગ સુવિધાના ટાટા અને એરબસ ગ્રુપના સંયુક્ત સાહસ દ્વારા રૂ. ૨૨ હજાર કરોડના રોકાણવાળા પ્રોજેક્ટનો શીલાન્યાસ કર્યો હતો. મેક ઇન ઇન્ડિયાની નીતિને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે ભારતીય વાયુસેના માટે સી-૨૯૫ પ્રકારના ટ્રાન્સપોર્ટ એકક્રાફ્ટ ભારતમાં જ બનાવવામાં આવશે.

PM Modi inaugurated C-295 transport aircraft unit

તેમણે કહ્યું કે, આજે આપણે ભારતને વિશ્વનું મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાની દિશામાં એક મોટું પગલું ભર્યું છે. ભારત ફાઈટર જેટ, ટેન્ક, સબમરીન, દવાઓ, રસી, ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ, મોબાઈલ ફોન અને કાર બનાવી રહ્યું છે. જે ઘણા દેશોમાં નિકાસ થાય છે. તેમણે એવો પ્રબળ આશાવાદ વ્યક્ત કર્યો કે, ભારત ટૂંક સમયમાં મોટા પેસેન્જર એરક્રાફ્ટ્સનું ઉત્પાદન કરશે. જેના ઉપર લખેલા ‘મેડ ઇન ઇન્ડિયા’ શબ્દો ઉપર આપણે ગર્વ કરી શકશું.

તેમણે કહ્યું કે (PM Modi inaugurated C-295 transport aircraft unit) આ એરક્રાફ્ટ ઉત્પાદન એકમમાં દેશના સંરક્ષણ અને પરિવહન ક્ષેત્રને બદલવાની શક્તિ છે. ભારતીય સંરક્ષણ ક્ષેત્રમાં આટલું મોટું રોકાણ પહેલીવાર થઈ રહ્યું છે. અહીં ઉત્પાદિત ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ્સ માત્ર સશસ્ત્ર દળોને જ શક્તિ આપશે નહીં પરંતુ તે એરક્રાફ્ટ ઉત્પાદનની નવી ઇકોસિસ્ટમ વિકસાવવામાં મદદ કરશે. વડોદરા જે સાંસ્કૃતિક અને શિક્ષણ કેન્દ્ર તરીકે પ્રખ્યાત છે, તે ઉડ્ડયન ક્ષેત્રના હબ તરીકે નવી ઓળખ પ્રસ્થાપિત કરશે. આ એકમ સાથે ૧૦૦થી વધુ એમએસએમઇ પણ જોડાયેલા છે. જેનાથી ‘મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ ગ્લોબ’ના મંત્રને તેનાથી વેગ મળશે અને આ પ્રોજેક્ટ ભવિષ્યમાં અન્ય દેશોમાં એકક્રાફ્ટ નિકાસ કરતું થઇ જશે.

ભારતમાં દુનિયાનું સૌથી ઝડપથી વિકસતું ઉડ્ડયન ક્ષેત્ર છે, એમ કહેતા મોદીએ ઉમેર્યું કે, (PM Modi inaugurated C-295 transport aircraft unit) હવાઈ ટ્રાફિકના સંદર્ભમાં વિશ્વના ટોચના ત્રણ દેશોમાં સામેલ થવાના છીએ. ઉડાન યોજના ઘણા મુસાફરોને હવાઈ પ્રવાસીઓમાં ફેરવવામાં મદદ કરી રહી છે. પેસેન્જર અને કાર્ગો એરક્રાફ્ટની માંગ વધી છે. ભારતને આગામી ૧૫ વર્ષમાં ૨૦૦૦થી વધુ એરક્રાફ્ટની જરૂર પડશે અને ભારતે તેના માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભારત કોરોના મહામારી અને યુદ્ધથી પડેલા વિક્ષેપ છતાં કપરા સંજોગોમાં પણ ભારતની વૃદ્ધિની ગતિ સ્થિર રહી છે.

PM Modi inaugurated C-295 transport aircraft unit

વડાપ્રધાનએ કહ્યું કે, (PM Modi inaugurated C-295 transport aircraft unit) ઓપરેટિંગ સિસ્ટમમાં સતત સુધારો થઈ રહ્યો છે અને સ્પર્ધાત્મકતા તેમજ ગુણવત્તા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. ભારત ઓછા ખર્ચે ઉત્પાદન અને ઉચ્ચ ગુણવત્તાની શ્રેષ્ઠ તક પૂરી પાડી રહ્યું છે. તેની સાથે ભારતમાં કુશળ માનવશક્તિનો વિશાળ ટેલેન્ટ પૂલ છે.

PM Modi inaugurated C-295 transport aircraft unit: છેલ્લા આઠ વર્ષમાં સરકાર દ્વારા કરવામાં આવેલા સુધારાઓની ભૂમિકા આપતા વડાપ્રધાને કહ્યું કે ભારત દેશમાં ઉત્પાદન માટે અભૂતપૂર્વ વાતાવરણ ઉભું થઇ રહ્યું છે. વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક વાતાવરણ બનાવતી વખતે એક સરળ કોર્પોરેટ ટેક્સ માળખું બનાવવું, સો ટકા એફડીઆઈ માર્ગ ખોલવા, ખાનગી કંપનીઓ માટે સંરક્ષણ અને સ્પેસ જેવા ક્ષેત્રો એફડીઆઇ માટે ખોલવા, ૨૯ કેન્દ્રીય શ્રમ કાયદાઓ અને ૪ કોડમાં સુધારવા, ૩૩ હજાર જૂનો રદ્દ કરી વહીવટી સરળતા લાવવામાં આવી છે. ડઝનેક ટેક્સના જટિલ વેબને સમાપ્ત કરીને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના અમલથી કર પદ્ધતિ એક સરળ અને સમાન બનાવાઇ છે. જેનો મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર સૌથી વધુ ફાયદો ઉઠાવી રહ્યું છે.

દેશમાં ઉભી કરવામાં આવેલી ઉક્ત સરળતા માટે માનસિક બદલવા કારણભૂત છે, તેમ જણાવતા તેમણે ઉમેર્યું કે, હવે ભારત એક નવી માનસિકતા, નવી કાર્યસંસ્કૃતિ સાથે આગળ વધી રહ્યું છે. ભૂતકાળની સરકાર એવું માનતી હતી કે, બધુ સરકાર જ જાણે છે અને બધુ સરકાર જ કરી શકે છે. એવી માનસિકતા જે દેશની પ્રતિભા અને ખાનગી ક્ષેત્રની શક્તિને દબાવી દે છે. હવે ‘સૌના પ્રયાસ’ને અનુસરીને, સરકારે જાહેર અને ખાનગી ક્ષેત્રને સમાન મહત્વ આપવાનું શરૂ કર્યું છે.

PM Modi inaugurated C-295 transport aircraft unit

તેમણે ભૂતકાળની સરકારના કામચલાઉ નિર્ણયો લેવાની નીતિ અંગે કહ્યું કે, પહેલા નાના અને લઘુ ઉદ્યોગોને સેવા અને સુવિધાઓ આપવાને બદલે માત્ર સબસીડી આપી દઇ કામચલાઉ વ્યવસ્થા કરવામાં આવતી હતી. લોજિસ્ટિક્સ, વીજળી પુરવઠો અથવા પાણી પુરવઠો જેવી મૂળભૂત સુવિધાઓની ઉપેક્ષા કરવામાં આવતી હતી. અમારી સરકારે કામચલાઉ નિર્ણયો લેવાનું બંધ કરી અને રોકાણકારો માટે વિવિધ નવા પ્રોત્સાહનો અને નીતિઓ અમલમાં મૂકી છે. અમે પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમ લૉન્ચ કરી અને તેનું પરિણામ આજે જોઇ શકાય છે. આ નીતિઓ સ્ટેબલ, પ્રિડિક્ટિવ અને ફ્યુચરિસ્ટિક છે.

પહેલા માત્ર સર્વિસ સેક્ટરને જ મહત્વ આપવામાં આવતું હતું. કારણ કે, ઉત્પાદન ક્ષેત્રમાં પહોંચી શકાય નહીં, એવી માન્યતા હતી. આજે સરકાર સેવાઓ અને ઉત્પાદન ક્ષેત્રો બંનેમાં સુધારો કરી રહી છે. બન્ને ક્ષેત્ર પર સમાન રીતે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. છેલ્લાં આઠ વર્ષમાં અમે કૌશલ્ય વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને તેના માટે વાતાવરણ ઊભું કર્યું. આ તમામ ફેરફારોને આત્મસાત કરીને, આજે ઉત્પાદન ક્ષેત્રે ભારતની વિકાસયાત્રા આ તબક્કે પહોંચી છે”, વડાપ્રધાને ધ્યાન દોર્યું.

આ પણ વાંચો..Govindguru University: ગોવિંદગુરુ યુનિવર્સીટી ગ્રીન એડમિનિસ્ટ્રેટિવ બ્લોક ધરાવતી ગુજરાત રાજ્યની પ્રથમ સ્ટેટ યુનિવર્સિટી બનશે

સરકારની સરળ નીતિઓના કારણે એફડીઆઇમાં સુધારો થયો છે, છેલ્લા આઠ વર્ષમાં ૧૬૦ થી વધુ દેશોની કંપનીઓએ ૩૧ રાજ્યોમાં ૬૧ જેટલા સેક્ટરમાં રોકાણ કર્યું છે(PM Modi inaugurated C-295 transport aircraft unit) માત્ર એરોસ્પેસ ક્ષેત્રમાં ૩ બિલિયન ડોલરથી વધુનું રોકાણ કરવામાં આવ્યું છે, જે વર્ષ ૨૦૦૨ થી ૨૦૧૪ની સાપેક્ષે પાછલા આઠ વર્ષમાં પાંચ ગણું વધ્યું છે. આગામી વર્ષોમાં સંરક્ષણ અને એરોસ્પેસ ક્ષેત્રો આત્મનિર્ભરના નિર્ણાયક સ્તંભો બનવાના છે. વર્ષ ૨૦૨૫ સુધીમાં સંરક્ષણ ઉત્પાદનને ૨૫ બિલિયન ડોલર સુધી લઇ જવાનું લક્ષ્ય છે. દેશની સંરક્ષણ નિકાસ પણ પાંચ બિલિયન ડોલરને વટાવી જશે. તેમણે ઉત્તર પ્રદેશ અને તમિલનાડુમાં વિકસિત થઈ રહેલા સંરક્ષણ કોરિડોર આ ક્ષેત્રને વધારવામાં ખૂબ મદદ કરશે.

મોદીએ ગાંધીનગરમાં અત્યાર સુધીના સૌથી મોટા ડેફ-એક્સપોનું આયોજન કરવા બદલ સંરક્ષણ મંત્રાલય અને ગુજરાત સરકારની પ્રશંસા કરી હતી. ડેફ-એક્સ્પોમાં પ્રદર્શિત તમામ સાધનો અને તકનીકો ભારતમાં બનાવવામાં આવી હતી. “પ્રોજેક્ટ સી-૨૯૫ નું પ્રતિબિંબ આગામી વર્ષોના ડેફ-એક્સપોમાં પણ દેખાશે.

PM Modi inaugurated C-295 transport aircraft unit

ઉદ્યોગકારોને અનુરોધ કરતા નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે, દેશમાં રોકાણ માટે અભૂતપૂર્વ વિશ્વાસનો માહોલ ઉભો થયો છે અને તેનો મહત્તમ લાભ લઇ ઉદ્યોગજગત દેશના સ્ટાર્ટઅપને આગળ વધારવા તેના માટે વિશેષ ધ્યાન કેન્દ્રિત કરે તે જરૂરી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું કે, વિકાસના દરેક ક્ષેત્રમાં ગુજરાત આજે રોલ મોડેલ છે અને દેશનું ગ્રોથ એન્જિન બની ચૂક્યું છે, ત્યારે હવે વડોદરા ખાતે સી-૨૯૫ એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું ખાતમુહૂર્ત એ પ્રત્યેક ગુજરાતીઓ માટે ગર્વની વાત છે. ડિફેન્સ એક્સ્પોના સફળ આયોજન અને યજમાનીનો પણ તેમણે આ પ્રસંગે ઉલ્લેખ કરવાની સાથે આ ઉપલબ્ધિ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના અવિરત પ્રયાસ અને વિઝનરી લીડરશીપનું જ પરિણામ હોવાનું તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.

તેમણે વધુમાં ઉમેર્યું કે, રોકાણકારો માટે ગુજરાત પસંદગીનું ક્ષેત્ર બન્યુ છે. આજે ગુજરાતમાં ૮.૫ લાખથી વધારે લઘુ અને મધ્યમ ઉદ્યોગો છે, જે ૨૦ વર્ષ પહેલા માત્ર ગણ્યાગાઠ્યા હતા. ગુજરાત સ્ટાર્ટઅપમાં દેશમાં પ્રથમ સ્થાને છે. ગુજરાત ડિફેન્સ મેન્યુફેક્ચરિંગમાં સક્ષમ બન્યુ છે. આ ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ ગુજરાતને વૈશ્વિક હબ બનાવવાની દીશામાં સૌથી મોટું પગલું છે, તેમ મુખ્યમંત્રીએ સગર્વ જણાવ્યું હતું.

ગુજરાતે એરોસ્પેસ અને ડિફેન્સ પોલિસીને વર્ષ-૨૦૧૬ માં જ લાગુ કરી દીધું હોવાનું જણાવી શ્રી પટેલે ગુજરાતની આ નીતિએ ડિફેન્સ સેક્ટરના અનેક પ્લેયર્સને ગુજરાતમાં મેન્યુફેક્ચરિંગ માટે આકર્ષિત કર્યા હોવાનું જણાવ્યું હતું. તેમણે વધુમાં એમ પણ ઉમેર્યું કે, મને એ જણાવતા ગર્વ થઇ રહ્યો છે કે વાયબ્રન્ટ સમિટ, યુવાનોની ઉદ્યમીતા અને સ્ટાર્ટઅપ કલ્ચરના પરિણામ સ્વરૂપ આજે ગુજરાત ગ્રોથ એન્જીન બન્યું છે.

PM Modi inaugurated C-295 transport aircraft unit

ટાટા અને એરબસને ગુજરાતની ભૂમિ પર આવકારીને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે સંરક્ષણ અને એરોસ્પેસ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા તરફ વધુ એક મજબૂત કદમ બદલ પ્રત્યેક ગુજરાતી અને ભારતવાસીઓને અભિનંદન પાઠવ્યા હતા.

સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ

ભવિષ્યમાં વિશ્વની મોટી શક્તિઓ ગુજરાતના આંગણે રમતી હશે તેવો આશાવાદ વ્યક્ત કરવાની સાથે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આગેવાનીમાં દેશ ખૂબ જ આગળ વધી રહ્યો છે. વૈશ્વિક સ્તર પર ભારતની ઓળખ ખૂબ જ વધી છે. પહેલા આંતરાષ્ટ્રીય સ્તર પર ભારતની વાતને ગંભીરતાથી ન્હોતી લેવાતી, પરંતુ હવે આંતરરાષ્ટ્રીય સ્તર પર જ્યારે ભારત બોલે છે ત્યારે આખી દુનિયા કાન ખોલીને સાંભળે છે કે ભારત શું બોલી રહ્યુ છે. તેમણે એમ પણ કહ્યું કે, સુરક્ષાના સાધનો બનાવવામાં પણ દેશ આત્મનિર્ભર બની રહ્યો છે.

Gujarati banner 01

ટાટા એરબસ થકી ગુજરાતમાં સંરક્ષણ ક્ષેત્રની નવી ઉડાન હશે તેવું કહી રાજનાથસિંહે પ્રધાનમંત્રીએ દેશના સમાજિક, રાજનૈતિક, શૈક્ષણિકની સાથોસાથ ભવિષ્યને પણ ધ્યાનમાં રાખીને નિર્ણય લીધો છે, તેમ ઉમેર્યું હતું. ટાટા એરબસના લીધે હવે સમગ્ર દેશ અને દુનિયામાં પણ સંરક્ષણ ઉત્પાદનો માટે ગુજરાતનું નામ હશે, તેવું તેમણે ઉમેર્યું હતું.

આવનારા સમયમાં ધોલેરા ખાતે એરક્રાફ્ટનો બીજો યુનિટ સ્થપાશે તેવું જણાવી ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરે ૧૦વર્ષ પહેલા રતન ટાટાએ સેવેલું સ્વપ્ન આજે સાકર થઈ રહ્યું હોવાનું જણાવ્યું. વડોદરામાં સ્થાપિત ટાટા-એરબસ સી-૨૯૫ એરક્રાફ્ટ નિર્માણ યુનિટ ૧૫ હજાર જેટલી કૌશલ્યપૂર્ણ રોજગારીની નવી તકોનું નિર્માણ કરશે. પ્રથમ વખત ખાનગી ક્ષેત્ર દ્વારા ફૂલસ્કેલ એરક્રાફટ ઇન્ડસ્ટ્રીની શરુઆત થઈ હોવાનું જણાવી કહ્યું કે, ખરા અર્થમાં પ્રધાનમંત્રી મોદીનું આત્મનિર્ભર ભારતનું સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે અને ભારતીય ઉદ્યોગો માટે પ્રેરણાદાયી બની રહ્યું છે જેના કારણે ભારત દેશ વિશ્વભરમાં નેતૃત્વ કરવામાં માટે સક્ષમ બની રહ્યો છે.

PM Modi inaugurated C-295 transport aircraft unit

PM Modi inaugurated C-295 transport aircraft unit: એરબસના ચીફ કોમર્શિયલ ઓફિસર અને આંતરરાષ્ટ્રીય હેડ ક્રિશ્ચિયન શેનરે જણાવ્યું કે, એરોસ્પેસના ઈતિહાસના આ મહત્વપૂર્ણ દિવસનો ભાગ બનવા બદલ અમે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આભાર માનીએ છીએ. અમે અમારામાં જવાબદારીની મહાન ભાવના દર્શાવવા બદલ ભારતનો આભાર માનીએ છીએ અને ગુજરાતના વડોદરામાં વિકસાવવામાં આવી રહેલી આ ઉત્પાદન સુવિધા માટે એરબસ ટાટા સાથેની ભાગીદારીને માન આપતા હોવાનું પણ જણાવ્યું હતું.

આ એરક્રાફ્ટ ભારતીય વાયુસેનાને મજબૂત બનાવશે અને વડાપ્રધાન મોદીના આત્મનિર્ભર ભારતના વિઝનને પૂર્ણ કરશે. આ એરક્રાફ્ટની ફાઈનલ એસેમ્બલી લાઇન મેક ઇન ઇન્ડિયા નીતિને પૂર્ણ કરે છે. આ એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ હજારો નોકરીઓનું સર્જન પણ કરે છે. ભારત ખરેખર એ-320 એરક્રાફ્ટનું સૌથી મોટું કોમર્શિયલ માર્કેટ છે અને અમે ડિલિવરી કરીએ છીએ, તેવું તેમણે વધુમાં ઉમેર્યું હતું.

આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રીજ્યોતિરાદિત્યસિંહ સિંધિયા, મુખ્ય સચિવ પંકજ કુમાર સહિત રાજ્યમંત્રી મંડળના સદસ્યો, સંરક્ષણ પાંખના વરિષ્ઠ અધિકારીઓ સહિત ઉદ્યોગજગતના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *