V murlidharan meet yuganda president 02

V. Muraleedharan meets with uganda President Museveni: યુગાન્ડામાં વિદેશ રાજ્યમંત્રી વી. મુરલીધરને રાષ્ટ્રપતિ મુસેવેની સાથે કરી મુલાકાત

V. Muraleedharan meets with uganda President Museveni: મુરલીધરને યુગાન્ડાના વિદેશી બાબતોના મંત્રી ઓરીમ સાથે દ્વિપક્ષીય સંબંધોને લઇને કરી ચર્ચા

કંપનાલા: V. Muraleedharan meets with uganda President Museveni: યુગાન્ડાના ત્રણ દિવસીય પ્રવાસ પર ગયેલા વિદેશ રાજ્યમંત્રી વી. મુરલીધરને શુક્રવારે રાષ્ટ્રપતિ યોવેરી મુસેવેની સાથે મુલાકાત કરી. ત્યારબાદ તેમણે દ્વિપક્ષીય સંબંધોને આગળ વધારવા માટે યુગાન્ડાના વિદેશી બાબતોના રાજ્યમંત્રી હેનરી ઓકેલી ઓરીમ સાથે ચર્ચા કરી. આ બાબતે વિદેશ રાજ્યમંત્રી વી. મુરલીધરને ટ્વિટ કરીને જાણકારી આપી છે.

પોતાના ટ્વિટમાં તેમણે લખ્યું છે કે, ‘યુગાન્ડાના માનનીય રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરીને ખુશી થઈ. તેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી મોકલવામાં આવેલી શુભકામનાઓ પહોંચાડી. રાષ્ટ્રપતિએ યુગાન્ડામાં ભારતીય સમુદાયના મહત્વપૂર્ણ યોગદાન માટે તેમની પ્રશંસા કરી.’

વિદેશ રાજ્યમંત્રી મુરલીધરને એક અન્ય ટ્વિટમાં લખ્યું કે, (V. Muraleedharan meets with uganda President Museveni) ‘યુગાન્ડાના વિદેશ રાજ્યમંત્રી હેનરી ઓકેલો ઓરીમ સાથે ઉપયોગી ચર્ચા થઈ છે. ખુશીની વાત છે કે નાણા રાજ્યમંત્રી હેનરી મુસાફી પણ આ ચર્ચામાં સામેલ થયા હતા. દ્વિપક્ષીય સંબંધોના તમામ પાસાઓની સમીક્ષા કરવામાં આવી. વિવિધ ક્ષેત્રોમાં એકસાથે કામ કરવા અન સંબંધોને આગળ લઇ જવા બાબતે સંમતિ સધાઇ.’

V. Muraleedharan meets with uganda President Museveni

ઉલ્લેખનીય છે કે વિદેશ રાજ્યમંત્રી વી. મુરલીધરન 11 નવેમ્બરથી યુગાન્ડા અને રવાન્ડાના પાંચ દિવસીય પ્રવાસ પર છે. પોતાના પ્રવાસ દરમિયાન તેઓ ત્રણ દિવસ યુગાન્ડામાં રહેશે અને બે દિવસ રવાન્ડાની યાત્રા કરશે. બંને દેશો સાથે ભારતના મૈત્રીપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ સંબંધો છે. મુરલીધરન યુગાન્ડાના વેપારીઓ અને ભારતીય સમુદાયની સાથે પણ વાતચીત કરશે.

વિદેશ રાજ્યમંત્રી મુરલીધરન 14 અને 15 નવેમ્બરના રોજ રવાન્ડાના પ્રવાસ દરમિયાન વિદેશી બાબતો અને આંતરરાષ્ટ્રીય સહયોગ મંત્રી ડૉ. વિન્સેન્ટ બિરૂટાની સાથે ભારત-રવાન્ડા સંયુક્ત આયોગની પહેલી મીટિંગની સહ-અધ્યક્ષતા કરશે.

આ પણ વાંચો…Offline Education: ધો. 1થી 5નો ઓફલાઈન અભ્યાસ શરૂ થવા બાબતે રાજ્ય શિક્ષણમંત્રીનું મહત્વનું નિવેદન- વાંચો શું કહ્યું ?

તેઓ રવાન્ડાના રાષ્ટ્રપતિ પૉલ કાગામે સાથે પણ મુલાકાત કરશે. પ્રવાસ દરમિયાન વિદેશમંત્રી ભારત સરકારની ગ્રાન્ટથી બનેલા ભારત-રવાન્ડા ઉદ્યમ વિકાસ કેન્દ્રનું ઉદ્ઘાટન કરશે અને કિગાલી નરસંહાર સ્મારક પર શ્રદ્ધાંજલિ અર્પિત કરશે. તેઓ રવાન્ડામાં રહેતા ભારતીય સમુદાય સાથે પણ વાતચીત કરશે.

Whatsapp Join Banner Guj