Attorney General KK Venugopal

Attorney general: મંત્રીઓની અનિચ્છા વચ્ચે મોદીએ કે. કે. વેણુગોપાલને એટર્ની જનરલ તરીકે એક વર્ષનું એક્સટેન્શન આપ્યું- વાંચો શું છે મામલો?

Attorney general: ૨૦૧૭માં એટર્ની જનરલ નિમાયેલા વેણુગોપાલની મુદત ગયા વર્ષ પૂરી થતાં મોદીએ તેમને ત્રણ વર્ષનું એક્સટેન્શન આપવા નિર્ણય લીધો હતો પણ વેણુગોપાલે અનિચ્છા દર્શાવતાં મોદીએ તેમને એક વર્ષનું એક્સટેન્શન આપીને મનાવ્યા

નવી દિલ્હી, 29 જૂનઃ Attorney general: ભાજપ-સંઘ સંગઠનના ટોચના નેતાઓ અને સંખ્યાબંધ સીનિયર મંત્રીઓની અનિચ્છા વચ્ચે મોદીએ કે. કે. વેણુગોપાલને એટર્ની જનરલ તરીકે એક વર્ષનું એક્સટેન્શન આપ્યું છે. વેણુગોપાલને બીજી વાર એક્સટેન્શન અપાયું છે.

ઉલ્લેખનીય છે કે, ૨૦૧૭માં એટર્ની જનરલ(Attorney general) નિમાયેલા વેણુગોપાલની મુદત ગયા વર્ષ પૂરી થતાં મોદીએ તેમને ત્રણ વર્ષનું એક્સટેન્શન આપવા નિર્ણય લીધો હતો પણ વેણુગોપાલે અનિચ્છા દર્શાવતાં મોદીએ તેમને એક વર્ષનું એક્સટેન્શન આપીને મનાવી લીધા હતા.

Whatsapp Join Banner Guj

વેણુગોપાલે અભિવ્યક્તિ સ્વતંત્રતા મુદ્દે ભાજપ-સંઘની ઝાટકણી કાઢી હતી. સોશિયલ મીડિયા પર લદાયેલાં નિયંત્રણોનો પણ વેણુગોપાલે ખુલ્લેઆમ વિરોધ કર્યો હતો. ભાજપ અને મોદીના મંત્રીઓ સુપ્રીમ કોર્ટની અવમાનનાના કેસમાં પ્રશાંત ભૂષણને સજા થાય એવું ઈચ્છતા હતા. વેણુગોપાલે તેનાથી વિરૂદ્ધ વલણ લઈને ભૂષણે કશું ખોટું કહ્યું નથી એવું સ્પષ્ટ કહ્યું હતું.

મીડિયા રિપોર્ટ અનુસાર, વેણુગોપાલના સ્વતંત્ર મિજાજ છતાં તેમને એક્સટેન્સન આપવું મોદીની મજબૂરી છે. બંધારણની કલમ ૩૭૦ની નાબૂદી, રાજદ્રોહની કલમો રદ કરવા સહિતના મહત્વના કેસોમાં સરકારનો બચાવ કરવા વેણુગોપાલ જેવા બંધારણના જાણકાર જરૂરી હોવાથી મોદીએ તેમને એક્સટેન્શન આપ્યું છે.

આ પણ વાંચોઃ Vaccine passport: કોવિશીલ્ડને શા માટે નથી મળ્યો યુનિયનનો `વેક્સિન પાસપોર્ટ’? EMA એ આપ્યું આ કારણ? વાંચો સંપૂર્ણ અહેવાલ