Skip to content
  • હોમ
  • ટોપ સ્ટોરી
  • Shopping
  • ગુજરાતી
  • हिन्दी
  • દેશની ખબર
  • રાજ્યની ખબર
  • કામની ખબર
  • બિઝનેસ
  • ધર્મ
  • મનોરંજન
  • વિશ્વ
  • લાઇફ સ્ટાઇલ
  • લેખકની કલમે
  • હેલ્થ

તાજા ખબર

AM/NS Indiaના સ્નાતકોને કૌશલ્ય – ધ સ્કિલ યુનિવર્સિટીના પ્રથમ દીક્ષાંત સમારોહમાં સન્માનિત કરાયા

Late Prabodhbhai Rawal: મોટેરા ખાતે સ્વ. પ્રબોધભાઇ રાવલની ૨૬મી પુણ્યતિથી નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ

Gujarat Police’s mega strike: સાયબર ઠગ સામે ગુજરાત પોલીસની મેગા સ્ટ્રાઇક

Heavy rain forecast in Surat: હવામાન વિભાગની ચેતવણી: સુરતમાં ભારે વરસાદ

Garba on Operation Sindoor: સૈન્યના શૌર્યના સન્માનમાં રાજ્યભરમાં ‘ઓપરેશન સિંદૂર’ પર એકસાથે ગરબા

Namo Drone Didi Yojana: ખેતરમાં ડ્રોનથી દવાનો છંટકાવ કરીને મહિલાઓ મેળવી રહી છે લાખોની આવક

Cleanliness Campaign: ગાંધીનગરમાં સ્વચ્છતા અભિયાનમાં મંત્રી ભાનુબેન બાબરીયાની સહભાગિતા

Diwali ST Bus Service: મુસાફરોની સુવિધા માટે સુરત વિભાગની દિવાળી સ્પેશિયલ બસ સેવા; ભાડાની વિગતો અહીં

PM Bhavnagar programme: વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં 20 સપ્ટેમ્બરે ભાવનગરમાં ‘સમુદ્ર સે સમૃદ્ધિ’

Fake ghee: બનાવટી ઘી બનાવવાનો કાચો માલ કુલ રૂા.૧.૪ કરોડનો જપ્ત કરાયો : ડૉ. એચ. જી. કોશિયા

  • Facebook
  • Twitter
  • Instagram
  • Youtube
Desh ki Aawaz

Desh ki Aawaz

  • હોમ
  • ટોપ સ્ટોરી
  • Shopping
  • ગુજરાતી
  • हिन्दी
Monday, October 27, 2025
  • દેશની ખબર
  • રાજ્યની ખબર
  • કામની ખબર
  • બિઝનેસ
  • ધર્મ
  • મનોરંજન
  • વિશ્વ
  • લાઇફ સ્ટાઇલ
  • લેખકની કલમે
  • હેલ્થ
Aadhaar PAN Card
કામની ખબર

7 essential tasks this month: આધાર-પાન લિંક અને બેંક અકાઉન્ટ KYC સહિત આ મહિને પતાવી લો આ 7 જરૂરી કામ, નહીં તો થશે નુકસાન

By Bijal Vyas March 1, 2022

7 essential tasks this month: બિલેટેડ ITR આવકવેરા અધિનિયમ, 1961ની કલમ 139(4) હેઠળ ફાઇલ કરવામાં આવે છે તેમજ રિવાઈઝ્ડ ITRને સેક્શન 139(5) હેઠળ ફાઈલ કરવામાં આવે છે.

નવી દિલ્હી, 01 માર્ચઃ 7 essential tasks this month: માર્ચ મહિનો નાણાકીય વર્ષ 2021-22નો છેલ્લો મહિનો છે. આવી સ્થિતિમાં તમારે ઘણાં જરૂરી કામ પતાવવાનાં હોય છે. જો તમે આ કામ નહીં પતાવો તો તમારે નુકસાન વેઠવું પડી શકે છે. આ કામોમાં બેંકિંગ અને ઈન્વેસ્ટમેન્ટ સાથે સંબંધિત ઘણાં કામ સામેલ છે.

જો તમે હજી સુધી પેનને આધાર સાથે લિંક નથી કરાવ્યું તો આ મહિને કરાવી લો, નહીં તો તમારું પાન ઈનએક્ટિવ થઈ જશે. જાણો આવાં જ 7 કામો વિશે, જે આ મહિને તમારે પતાવવાનાં છે.

1. આધાર-પાન લિંક કરાવી લો
પાનકાર્ડને આધાર સાથે લિંક કરાવવાની છેલ્લી તારીખ 31 માર્ચ છે. જો તમે 31 માર્ચ સુધી તમે પાનને આધાર સાથે લિંક નથી કરાવતા તો એ ડિએક્ટિવેટ થઈ જશે. જો કોઈ વ્યક્તિની પાસે એક્ટિવ પાન નંબર નથી તો બેંક તમારી આવક પર 20%ના દરે TDS કટ કરશે.

2. બિલેટેડ અને રિવાઈઝ્ડ રિટર્ન ફાઈલ કરો
2019-20 માટે બિલેટેડ અથવા સંશોધિત ઈન્કમટેક્સ રિટર્ન (ITR) દાખલ કરવાની છેલ્લી તારીખ પણ 31 માર્ચ છે. કોઈ નાણાકીય વર્ષ માટે રિટર્ન ફાઈલ કરવાની મૂળ સમયમર્યાદા પૂરી થયા પછી બિલેટેડ રિટર્ન ફાઈલ કરવામાં આવે છે. એના માટે કરદાતાએ 10,000 રૂપિયાનો દંડ ભરવો પડે છે.

રિવાઈઝ્ડ રિટર્ન ત્યારે ફાઈલ કરવામાં આવે છે જ્યારે ઓરિજિનલ રિટર્ન ફાઈલ કરતા સમયે કોઈ ભૂલ થઈ જાય છે. બિલેટેડ ITR આવકવેરા અધિનિયમ, 1961ની કલમ 139(4) હેઠળ ફાઇલ કરવામાં આવે છે તેમજ રિવાઈઝ્ડ ITRને સેક્શન 139(5) હેઠળ ફાઈલ કરવામાં આવે છે. બિલેટેડ રિટર્ન 10 હજાર રૂપિયાની લેટ ફાઈલિંગ ફીની સાથે 31 માર્ચ 2021 પહેલાં ફાઈલ કરવાનું રહે છે.

3. ઈન્કમ ટેક્સ છૂટ મેળવવા માટે રોકાણ
જો તમે ઈન્કમટેક્સ છૂટનો ફાયદો લેવા માટે રોકાણ કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમારે 31 માર્ચ સુધી રોકાણ કરવું પડશે. ઈન્કમટેક્સ એક્ટની ઘણી સેક્શન જેમ કે 80C અને 80D અંતર્ગત કરવામાં આવેલા રોકાણ પર ટેક્સ છૂટનો ફાયદો મળે છે. ઈન્કમટેક્સ એક્ટની સેક્શન 80C અંતર્ગત 1.5 લાખ રૂપિયા સુધીના રોકાણ પર ટેક્સ છૂટ લઈ શકાય છે.

આ પણ વાંચોઃ Ashnir Grover resigns: શાર્ક ટેન્કના જજ અને ફિનટેક ફર્મ ભારતપેના એમડી અને ડિરેક્ટર પદેથી અશનીર ગ્રોવરે આપ્યું રાજીનામુ- વાંચો શું છે મામલો?

4. સ્ટોક્સ અને ઈક્વિટી ફંડ્સમાંથી પ્રોફિટ બુક કરો
સ્ટોક્સ અને ઈક્વિટી ઓરિયેન્ટેડ ફંડ્સ પર 1 લાખ રૂપિયાથી વધુ લોન્ગ ટર્મ કેપિટલગેઈન પર હવે ટેક્સ લાગે છે. જો તમે લોન્ગ ટર્મ કેપિટલગેઈન કર્યો હોય તો રૂ. 1 લાખ સુધીના લોન્ગ ટર્મ કેપિટલગેઈન પર ટેક્સ છૂટનો ફાયદો લઈ શકાય છે. 31 માર્ચ પહેલાં પ્રોફિટ બુક કરો, જેથી ટેક્સ છૂટનો લાભ લઈ શકાય.

એના માટે તમારે 31 માર્ચ પહેલાં એટલા સ્ટોક્સ અને ઈક્વિટી ફંડ્સ વેચી દેવા જોઈએ, જેટલા પર 1 લાખ રૂપિયા સુધીનો લાભ મળી જાય. પછી એ જ પૈસાને આગામી નાણાકીય વર્ષમાં ફરીથી ઈન્વેસ્ટ કરો.

જોકે વેચવા અને ખરીદવાની પ્રક્રિયામાં તમારે બ્રોકરેજ હાઉસને 1% રકમ આપવી પડશે. મ્યુચ્યુઅલ ફંડ ઈન્વેસ્ટર્સને આ રકમ નહીં આપવી પડે, કેમ કે એન્ટ્રી લોડ્સ વસૂલવામાં આવતો નથી અને ફંડ્સને એક વર્ષ પછી વેચવા પર એન્ટ્રી લોડ લાગુ નથી થતો.

5. PPF, NPS અને સુકન્યા અકાઉન્ટ્સમાં જમા કરો મિનિમમ અમાઉન્ટ
જો તમારું પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF), નેશનલ પેન્શન સ્કીમ (NPS) અને સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY) અકાઉન્ટ છે, પરંતુ આ નાણાકીય વર્ષમાં એમાં પૈસા નથી નાખ્યા તો અકાઉન્ટ એક્ટિવ રાખવા માટે તેમાં અમુક રકમ જરૂરથી જમા કરો. PPF અને NPSમાં પૈસા ન નાખવા પર આ અકાઉન્ટ્સ ઈનએક્ટિવ થઈ જશે. જો જરૂરી ન્યૂનતમ રકમ જમા નહીં કરો તો એને ફરીથી એક્ટિવ કરાવવા માટે તમારે દંડ ભરવો પડશે.

આ પણ વાંચોઃ Salman khan viral wedding photos: સલમાન ખાને ચોરીછૂપીથી આ અભિનેત્રી સાથે કરી લીધા લગ્ન? તસવીર થઈ વાઇરલ- વાંચો શું છે મામલો?

6. ફોર્મ 12B જમા કરો
જો તમે 1 એપ્રિલ 2021 પછી નોકરી બદલી હોય તો પહેલાંની નોકરીમાં કટ કરવામાં આવેલા TDSની જાણકારી ફોર્મ 12B દ્વારા નવી કંપનીને આપો. 31 માર્ચ સુધી ફોર્મ 12B નહીં જમા કરો તો કંપની વધારે TDS કટ કરી શકે છે, જેનું નુકસાન તમને જ થશે.

7. બેંક અકાઉન્ટનું KYC
31 માર્ચ 2022 સુધી ડિમેટ અને બેંક અકાઉન્ટધારકોને KYC અપડેટ કરવાનું રહેશે. KYC અંતર્ગત ગ્રાહકોને તેમના પાનકાર્ડ, સરનામું, જેમ કે આધાર, પાસપોર્ટ વગેરે અપડેટ કરવા માટે બેંક કહે છે. તેની સાથે જ તાજેતરનો ફોટોગ્રાફ અને અન્ય જાણકારી પણ માગવામાં આવે છે. નિયમના અનુસાર, જો તમે તમારું KYC અપડેટ નહીં હોય તો તમારું બેંક અકાઉન્ટ બંધ થઈ શકે છે.

જો તમારું ડિમેટ અકાઉન્ટનું KYC નથી તો એ ડિએક્ટિવેટ કરી દેવામાં આવશે. એનાથી તમે સ્ટોક માર્કેટમાં ટ્રેડ નહીં કરી શકો. જો કોઈ વ્યક્તિ કોઈ કંપનીના શેર ખરીદી પણ લે છે તો આ શેર અકાઉન્ટ સુધી ટ્રાન્સફર નહીં થઈ શકે. KYC પ્રોસેસ પૂર્ણ થયા પછી અને વેરિફાઈ થયા પછી એ થઈ શકશે.

Gujarati banner 01

7 essential tasks this monthadhar cardBank AccountCentral GovernmentindiaKYCpan card

Post navigation

Authorities reassure families of banaskantha students in ukraine: યુક્રેનમાં ફસાયેલા બનાસકાંઠા જિલ્લાના વિદ્યાર્થીઓના વાલીઓનો અધિકારીઓએ સંપર્ક કરી આશ્વાસન આપ્યું
Indian Air Force join to rescue Indians trapped in Ukraine:યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પાછા લાવવા હવે ઈન્ડિયન એરફોર્સ પણ ઓપરેશનમાં જોડાશે- વાંચો વિગત

તાજા ખબર

  • Awareness Week: રાજકોટ રેલવે ડિવિઝનમાં ‘સતર્કતા જાગૃતિ સપ્તાહ’નો શુભારંભ
  • Demu trains canceled: વાંકાનેર અને મોરબી વચ્ચે ચાલતી તમામ ડેમુ ટ્રેનો રદ
  • General coach in Rajkot-Veraval: રાજકોટ–વેરાવળ-રાજકોટ લોકલ ટ્રેનોમાં વધારાના જનરલ કોચની સુવિધા
  • Rajkot Railway Division Important Initiative: ઊર્જા કાર્યક્ષમતાના પગલાંથી રાજકોટ ડિવિઝને ₹૨૪.૨૦ લાખની નોંધપાત્ર બચત કરી
  • Zero Tolerance to Infection: અમદાવાદમાં “ઇન્ફેક્શન કન્ટ્રોલ મીટ”નો ભવ્ય કાર્યક્રમ – નેત્રવિદોનો ગૌરવદાયી ક્ષણ!
  • રાજ્ય સમાચાર
  • દેશની ખબર
  • મહત્વની વાત
  • રાજનીતિ
  • બિઝનેસ
  • કામની ખબર
  • દેશની રેલ
  • મનોરંજન
  • ધર્મ
  • Terms & Conditions
  • Privacy Policy
  • Disclaimer
Proudly powered by WordPress | Theme: FreeNews | By ThemeSpiral.com.