Rainfall forecast: આ તારીખથી થશે વરસાદની શરુઆત, વાંચો શું કહ્યું- હવામાનના નિષ્ણાંતે?
Rainfall forecast: 15 જૂનથી વરસાદની શરૂઆત થવાની શક્યતા
ગાંધીનગર, 08 મેઃ Rainfall forecast: હાલ ગરમીથી ત્રાસી ગયા છે, તેવામાં વરસાદની આગાહી થઇ રહી છે. રાજ્યમાં સતત હવામાનમાં ફેરફાર થઈ રહ્યો છે. હવામાનના નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે રાજ્યમાં 15મી જૂનથી વરસાદની શક્યતા છે.
તેમજ 11 મેથી 17 મે વચ્ચે આંધીનું પણ આવી શકે છે. વધુમાં અંબાલાલ પટેલ કહે છે કે આ વર્ષે ચોમાસુ સારું રહેશે. 15 જૂનથી વરસાદની શરૂઆત થવાની શક્યતા છે.1 મેથી 17 મે વચ્ચે આંધીનું પ્રમાણ વધશે.
અંબાલાલ પટેલે આગાહી કરી છે કે હજી આ સપ્તાહમાં કાળઝાળ ગરમીની સાથે હિટ વેવ પડી શકે છે, એટલે કે હજી લોકોએ વધુ ગરમી પડી શકે છે.
આ પણ વાંચોઃ Aadhaar Update: હવે નહી ચાલે આ રીતનુ આધાર કાર્ડ UIDAI એ આપી આ મહત્વની સૂચના