Banner Rashmika chaudhari image 600x337 1

A dialogue of silence: મૌન એક સંવાદ: ચૌધરી રશ્મીકા “રસુ”

A dialogue of silence: મૌનથી તમે હારતા નથી પણ વિજય પ્રાપ્ત કરો છો. લોકો પર એમના દિલમાં એક અલગ સ્થાન પ્રાપ્ત કરો છો .

A dialogue of silence: મૌનની પણ એક ભાષા છે. આજે દરેક વ્યક્તિ પોતાની વાત સ્પષ્ટ પણે રજૂ કરતી હોય છે.ક્યારેક ક્યારેક એવું પણ થાય છે કે તમે દરેક વાતની સ્પષ્ટતા કરવા જાવ તો કયારેક સંબંધમાં તિરાડ પડી જાય છે , તો ક્યારેક મન દુ:ખ પણ થઈ જાય છે .અમુક સમયે સત્ય જાણવા છતાં મૌન રહેવું સબંધ માટે હિતાવહ રહે છે .મૌનમાં ખૂબ  તાકાત રહેલી છે . પોતાની વાત હંમેશા શબ્દો જ બોલતા હોય એવુ હોતુ નથી . મૌન પણ ક્યારેક ક્યારેક સરળતાથી ઘણું બધું કહી જાય છે . પહેલાના સમયમાં ઋષિમુનીઓ તપ કરતા , મૌન વ્રત પાળતા હતા . મૌન એ તમારામાં એક હકારાત્મક ઊર્જા પેદા કરે છે.

કેટલી વાર એવું હોય છે કે વ્યક્તિ સંબંધને નિભાવવા માટે ક્યારેક ક્યારેક મૌન થઈ જાય છે  . સામે વાળી વ્યક્તિ જો ખૂબ ગુસ્સામાં છો ત્યારે મૌન રહેવુ હિતાવહ રહે છે . જો તમે સામેવાળી  વ્યક્તિ સાથે વિવાદ કરો , સામે એને એ જ રીતે જવાબ આપો તો બની શકે છે કે સમસ્યાનું સમાધાન તો ન થાય પણ સમસ્યા કદાચ વધી પણ જાય છે .વ્યક્તિ મૌન છે એનો મતલબ એ નથી કે વાંક એનો જ છે કે એ કોઈ વાતમાં ગુનેગાર છે .મૌન રહીને એ પોતાનો સંબંધ નિભાવે છે .ઘણી વાર એવું થતું હોય છે કે ઘણી બધી સમસ્યાઓનો ઉકેલ તો મૌન રહેવાથી જ આવી જાય છે .

મૌનની પણ એક અલગ ભાષા છે.(A dialogue of silence) લાગણીશીલ વ્યક્તિ ક્યારેક ક્યારેક મૌનથી ઘણું બધું કહી જાય છે .તમે દરેક વાતમાં સાચા જ છો એવું હંમેશા હોતું નથી . આપણે બધા લોકો ક્યારેક ખૂબ વાદવિવાદ કરીએ છીએ , સામેવાળા પાસે વાતની સ્પષ્ટતા માંગીએ છે, પણ સંબંધ નિભાવવા માટે હંમેશા સ્પષ્ટતા કરવી જરૂરી નથી . મૌનથી તમે લોકોના દિલમાં વસી શકો છો કેમ કે કોઈ પણ વ્યક્તિ ક્યારેક તો સમજે જ છે કે સામેવાળું વ્યક્તિ ચૂપ છે તો એ આપણા સંબંધને મહત્વ આપી રહી છે .

મૌન રહેનારા કયારે કમજોર હોતા નથી .હું એવું માનું છું કે મૌનમાં જે તાકાત , શક્તિ રહેલી છે તે કોઈમાં હોતી નથી . કોઈ વ્યક્તિને કોઇપણ જાતનો વાંક નથી તો પણ એ મૌન રહે તો તમે વિચારી શકો છો કે એમાં કેવી ગજબની સહનશક્તિ હશે કે એ મૌન રહે છે .કયારેક કયારેક સંબંધમાં મૌન રહેવુ પડે છે ,પણ કયારે કયારે મૌન તોડવું પણ પડે છે.


     A dialogue of silence: મૌનથી તમે હારતા નથી પણ વિજય પ્રાપ્ત કરો છો. લોકો પર એમના દિલમાં એક અલગ સ્થાન પ્રાપ્ત કરો છો .

વાંચવા જેવું:-Gujarat 62th foundation day: ગુજરાત સ્થાપના દિવસના અવસરે એક નજર નાખીયે ગુજરાતનાં ગૌરવવંતા ઇતિહાસ પર વૈભવી જોશીની કલમે…

Gujarati banner 01

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *