DV Patel part 16

The Golden Time of playback singers: ‘કભી તન્હાઇઓ મેં હમારી યાદ આયેગી’- શમશાદ, સુધા, કમલ, ઉષા, રુમા, મુબારક

The Golden Time of playback singers: લતા મંગેશકર ૮૦ વર્ષનાં થયાં. લોકોએ તેમને બહુ યાદ કર્યાં, પરંતુ હિન્દી ફિલ્મોમાં લતા મંગેશકરનું આગમન થયું તે પહેલાં પણ અને તેમના સમયમાં પણ કેટલીક પાર્શ્વગાયિકાઓનો સુવર્ણકાળ હતો. તેમની આ જરા શી યાદો છે. એ બધાંની યાદ એટલા માટે કે, સુમધુર સ્વરકિન્નરીઓ અંધકારની ગર્તામાં ખોવાઈ ગઈ હોવા છતાં પણ આજે પણ હયાત છે. ૧૯૪૦ના પછીના ગાળામાં ઊભરેલા જેમના સ્વરો ગ્રામોફોન રેકોર્ડ્સ પર ગુંજતા હતા તે સૂરીલી ગાયિકાઓની આછેસ્મૃતિઓ. શમશાદ બેગમ

શમશાદ બેગમ : મેલોડી ક્વીન ગણાતાં હતાં. તેમની વય અત્યારે ૮૯ વર્ષની છે. તેઓ મુંબઈના એક સબર્બમાં તેમની એકમાત્ર પુત્રી અને જમાઈ સૌ નિરાંતનું જીવન જીવે છે. તેમણે હમણાં જ એક મૅગેઝિનને ઇન્ટરવ્યૂ આપ્યો તે પહેલાં ૫૦વર્ષ સુધી કોઈ તસવીરકારને ઘરમાં પ્રવેશવા દીધો નહોતો.


શમશાદ બેગમે ૧૯૩૭માં લાહોરમાં રેડિયો પર ગીતો ગાઈને પીતાની કારકિર્દીનો આરંભ કર્યો હતો. અમૃતસરમાં જન્મેલાં શમશાદ બેગમે ૧૯૮૦થી ૧૯૬૦ સુધી હિન્દુસ્તાનના સંગીતપ્રેમીઓ પર તેમનો જાદુ પાથરી દીધો હતો.

Remembering Shamshad Begum!. Remembering Shamshad Begum! | by  Bollywoodirect | Medium
શમશાદ બેગમ

શમશાદ બેગમ ગા.યેલા ‘સૈયાદિલમે આના રે’ (બહાર ૧૯૫૧) પૂછ મેરા ક્યા નામ રે (સી આઈ.ડી., ૧૯૫૬), તેરી મહેફિલ મેં કિસ્મત આમા કર હમ ભી દેખેંગ (મુગલે આઝમ, ૧૯૬૦) એષાં ગીતો આજેય લોકોના હોઠ પર રમે છે.

શમશાદનું ‘જરા મોહબ્બતવાલા” (કિસ્મત)નું જબરદસ્ત હીટ ગીત ૧૯૬૮માં રેકર્ડ કરવામાં આવ્યું હતું. એવી જરીતે પી. નૈયરે તેમની પાસે ગવડાવેલું ‘ભી આર પાર કભી પાર (૧૯૫૪ આરપાર) આજ પણ સદાબહાર છે.

સુધા મલ્હોત્રા:

1936માં દિલ્હીમાં જન્મેલા સુધા મલ્હોત્રા એક જમાનાનો જાદુઈ વર ગણાતો. માસ્ટર ગુલામ હૈદર મલ્હોત્રાન એક બાળકલાકાર તરીકે પ્રથમ તક આપી હતી. તેમણે ૧૯૫૦માં ફિલ્મ ‘આઝ’ માટે ‘મિલ ગયે નૈન ગાયું. તે પછી ૧૯૫૬માં બનેલી ફિલ્મ ‘કાલા પાની’ માટે ‘ના મેં મન ચાહુ ભજન ગાયું.

૧૯૬૦માં બનેલી ફિલ્મ ‘બાબર માટે ‘સલામે હસરત કબૂલ કર લો અને એ જ વર્ષમાં બનેલી ફિલ્મ ‘ગર્લફ્રેન્ડ માટે ‘કરતી કા ખામોશ સફર હૈ કિશોરકુમાર સાથે ગાયું. ૧૯૮૦માં ભારતના રાષ્ટ્રપતિના હસ્તે તેમને કલાભૂપણ અવાર્ડ એનાયત થયો.

Sudha Malhotra :- Story Of an Indian playback singer Sudha Malhotra in Phir  Teri Kahani Yad Aayi. - YouTube
સુધા મલ્હોત્રા

સુધા મલ્હોત્રાએ ઘણાં ગીતોની ધૂન પોતે જ બનાવી. તેમણે કેટલીક ફિલ્મો માટે સંગીત પણ આપ્યું. તેમાંની એક છે. ૧૯૫૬માં બનેલી ફિલ્મ ‘દાદા’, જેનું ગીત ‘તુમ મુઝે ભૂલ ભી જાઓ’ ઘણાને યાદ હશે. આ ગીતમાં મુકેશ તેમની સાથે સહગાયક હતા.

વાત એવી છે કે, આ ફિલ્મમાં મૂળ સંગીતકાર એન. દત્તા રેકોર્ડિંગના દિવસે જ બીમાર પડી ગયા હતા અને ગીતનું પિક્ચરાઇઝેશન વિલંબિત કરી શકાય તેમ નહોતું ત્યારે એ કામગીરી સુધા મલ્હોત્રાએ ઉપાડી લીધી અને એ ગીત યાદગાર બની ગયું.

સાહિર લુધિયાનવી સુધા મલ્હોત્રાના પ્રેમમાં હોવાની વાતો પણ ચાલી હતી, પરંતુ અગાઉ પ્રેમમાં માર ખાઈ ગયેલા સાહિરે એટલા માટે જ ૧૯૬૩માં ‘ગુમરાહ’ માટે ગીત લખ્યું. ‘ચલો એકબાર ફિર સે અજનબી બન જાયે.’

કમલ બારોટ: વીતેલાં વર્ષોમાં કમલ બારોટ એક જાણીતું નામ હતું તેમના કમનસીબે સુંદર સ્વર હોવા છતાં સપોર્ટ સિંગર તરીકે જ તેમને સ્થાન તેમણે અગણિત યુગલ ગીતો અને કવ્વાલીઓ ગાયાં છે. ૧૯૬૦માં બનેલ ‘બરસાત કી રાત’ માટે સુમન કલ્યાણપુર સાથે ગાયેલું “ગરજત બરસત સાવન આપો.

kamal Barot - Movies, Biography, News, Age & Photos | BookMyShow
કમલ બારોટ

આજે પણ હૃદથમાં મધુર કંપનો પેદા કરે છે. તે પછી ૧૯૬૩માં ફિલ્મ ‘પારમતિ લતા મંગેશકર સાથે ગાયેલું ‘હસતા હુઆ નૂરાની ચહેરા’ હજુયે લોકોના મનમાં ગુજ કમલ બારોટનાં ગીતોની યાદી લાંબી છે. તેમના ભાઈ ચંદ્રા બારોટ પણ ફિલ્મ દિગ્દર્શક હતા.

તેમણે ૧૯૭૮માં બનાવેલુ ઓરિજિનલ ‘ડોન’નું ફિલ્મનું નિર્દેશન કર્યું હતું, જેમાં અમિતાભ બચ્ચન અને ઝિન્નત અમાને કામ કર્યું હતું. કમલ બારોટ પણ હવે ઉંમરમાં થી ઉપરનાં થયાં છે. તેઓ મુંબઈ અને લંડનમાં તેમનો મુકામ બદલતા રહે છે.

ઉષા મંગેશકર : ભારતીય ફિલ્મ સંગીતના ફર્સ્ટ ફૅમિલી તરીકે ઓળખાતા લતા મંગેશકરના બહેન ઉષા એક સુંદર ગાયિકા હોવા છતાં એ શક્તિશાળી સ્વરની નીચે હંમેશા દબાયેલાં જ રહ્યાં.બે મોટી બહેનોના પડછાયામાં ઉષાનો થવો જોઈતો હતો તેવો ઉદય કદી ના થયો. કમલ બારોટની જેમ ઉષા મંગેશકરને પણ સહગાયિકા જેવું જ દ્વિતીય સ્થાન મળ્યું હતું.

૧૯૬૪માં બનેલી ફિલ્મ ‘ચિત્રલેખા’માં ‘કાઢે તરસાથે સાથી” તે પછી ૧૯૬૩માં બનેલી ફિલ્મ ‘ફિર વો હી દિલ લાયા હું’માં ‘દેખો બીજલી ડોલી” જે તેમણે આશા ભોસલે સાથે ગાયું હતું તે પણ લોકજીભે છે. ૧૯૭૯માં બનેલી ફિલ્મ ‘તરાના’માં ‘સુલતાો સુલાતાના’ તેમનું સોલો ગીત હતું. એવી જ રીતે ૧૯૫૫માં બનેલી ફિલ્મ ‘ઝાદ’માં ‘અપલમ ચપલમ’ પણ ઉપાએ જ લતા મંગેશકર સાથે ગાયું હતું.

Original Mungda singer Usha Mangeshkar on Sonakshi's remix: To rip off in  this arbitrary manner isn't correct | PINKVILLA
ઉષા મંગેશકર

પરંતુ બડી દીદીએ નાની દીદીને હંમેશા નાની જ રાખી. ૧૯૭૭માં ‘ઇનકાર’ ફિલ્મમાં ઉષાએ ગાયેલું ગીત જો મુંગડા, મંગતા હૈ તો ધણાને યાદ હશે. ઉષાને જોઈ આજે પછા લોકો આ જ ગીત ગાવાની ફરમાઇશ કરે છે, કારણ કે તેમાં ડાન્સ કરવાનું પ્રલોભનછે.

હવે તેઓ સ્ટેજ પર ગાવા જતાં નથી, પરંતુ ર૦૦૬માં ફરી એક વાર તેમણે ‘ય સંતોષી મા’ ગીત સાથે બધાને સરપ્રાઇઝિંગ અપિયરન્સ આપ્યો હતો


રૂમા ગુહા: યાદ છે આ રૂમા ગુહા કોણ છે? ૧૯૩૪માં જન્મેલા રૂપા એક્ટ્રેસ, સિંગર, ડાન્સર અને કોરિયોગ્રાફર રહી ચૂક્યાં છે. ૧૯૫૧માં રૂમા ભારતીય ફિલ્મજગતના દંતકથા જેવા કિશોરકુમારને પરણ્યો હતો. બીજા વર્ષે અમિતકુમારનો જન્મ થયો. ૧૯૫૮માં છૂટાછેડા થયા. એ પછી તેઓ કોલકાતા જતા રહ્યાં. ત્યાં તેમણે કોલકાતા યૂથ કોચરની સ્થાપના કરી. આ કામમાં સત્યજિત રે અને સલિલ ચૌધરી તેમની સાથે હતા. તેઓ બંગાળના કોચર કલ્ચર માટે ટ્રેન્ડ સેટર ગલ્રાયાં.

Actress-singer Ruma Guha Thakurta passes away | Entertainment News,The  Indian Express
રુમા ગુહા

રૂમાએ મધર ટેરેસા સાથે કામ કર્યું અને મન્ના, હેમંતકુમાર તથા કિશોરકુમાર સાથે ઘણા ગીતો ગાયાં. ૧૦૦ જેટલી હિન્દી અને બંગાળી ફિલ્મોમાં અભિનિય કર્યો. ફિલ્મ ‘ગણશત્રુ’માં તેમણે મુખ્ય ભૂમિકા નિભાવી. ૨૦૦૬માં તેમણે મીરાં નાયરની ફિલ્મ ‘ધી નેઇમ સેફ’માં પણ કામ કર્યું.

મુબારકબેગમ: મુબારક બેગમના ઉલ્લેખ સિવાય સ્મૃતિઓની આ શૃંખલા અધૂરી છે. મુબારક બેગમ ભારતીય ફિલ્મસંગીતમાં એક મશહુર નામ છે.

યાદ છે પેલું ગીત ‘કભી તન્હાઈઓં મેં હમારી યાદ આયેગી. ૧૯૬૧માં બનેલી ફિલ્મ ‘હમારી યાદ આયેગી નું આ ગીત આજે પણ જબરદસ્ત કર્ણપ્રિય લાગે છે. એ પછી ૧૯૬૩માં બનેલી ફિલ્મ ‘હમરાહી’માં તેમો ગાયેલું ગીત ‘મુઝકો અપને ગલે લગે લગા લો’ અને તે પછી ૧૯૬૪માં બનેલી ફિલ્મ ‘શગુન’માં ‘કુછ અજનબી સે આપ હૈ’ એટલાં જસુમધુર છે.

All India Radio - Akashvani: Doyenne of Indian Music: Mubarak Begum
મુબારક બેગમ

ભારતીય ફિલ્મજગતની એ કમનસીબી છે કે, ૧૯૬૮ પછી તેમણે ગાયું નથી. એમનો સ્વર બધી જ પાર્શ્વગાયિકાઓ કરતાં નિરાળો હોવા છતાં નવી પેઢીના સંગીતકારોએ મુબારક બેગમને હંમેશાં ટાળી દીધાં. અલબત્ત, એમનો સ્વર એક પાનામાં છુપાયેલું અદ્ભુત રહસ્ય છે. ૪૦ વર્ષ પહેલાં જ તેમણે ગાવાનું છોડી દીધું અને કોઈએ તેમને ગાવા માટે લીધાં નહીં, પરંતુ ઘણા કહે છે કે, મુબારક બેગમના સ્વરનો જાદુ આજે પણ એવો ને એવો જ છે. કોઈકના પ્રયાસોથી હમણાં હમણાં તેમણે મુંબઈ, પૂર્ણ, વડોદરા અને દિલ્હીમાં સ્ટેજ પર જઈ ગીતો ગાયાં અને લોકો ઝુમી ઊઠ્યાં હતાં.
આજે તેઓ ૭૦ વર્ષનાં છે, પરંતુ તેમનો તીણો, તીખો અને કાનમાં ગુંજતો જ રહે તેવો અવાજ ફરી ફરીને સાંભળવાનું મન થાય તેવો છે.

અહીં પ્રસ્તુત બધી જ મહિલા પાર્શ્વગાયિકાઓ આજે એક ‘નેશનલ ટ્રેઝર’ છે. એમના અવાજ માત્ર કાનને જ નહીં, પણ દિલને સ્પર્શનારા એવા હૃદયંગમ રહ્યા છે. આ બધા જ આજે હયાત છે. એમને આટલું જલદી ભૂલી જવું તે આપણને પોષાય તેમ નથી આ રાષ્ટ્રીય ટ્રેઝરનું કોઈકે તો સન્માન કરવું જ રહ્યું.

આ પણ વાંચોઃ Canadian People Protest: કોવિડ-19 પ્રતિબંધોનો વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકોની થઇ ધરપકડ- વાંચો શું છે મામલો?

આ પણ વાંચોઃ ED is Jacqueline’s Property confiscated: જેકલીનની મુશ્કેલીઓ વધી, એક્ટ્રેસની 7.27 કરોડની સંપત્તિ જપ્ત કરી- વાંચો શું છે મામલો?

Gujarati banner 01