accident

Dhar road accident: બે અલગ-અલગ અકસ્માતમાં ખુશી શોકમાં ફેરવાઈ, બે વરરાજા સહિત 9 લોકોના મોત

Dhar road accident: મધ્યપ્રદેશ અને રાજસ્થાન ની બે અલગ-અલગ અકસ્માતમાં બે વરરાજા સહિત 9 લોકોના મોત

નવી દિલ્હી, 20 ફેબ્રુઆરી: Dhar road accident: મધ્યપ્રદેશના ધારમાં શનિવારે થયેલા એક માર્ગ અકસ્માતમાં એક વરરાજાનું મોત નિપજ્યું છે. થોડા કલાકો બાદ તેના લગ્ન થવાના હતા. દુલ્હન પક્ષે લોકો જાનની રાહ જોતા હતા, પરંતુ તેમની પાસે જાન તો ન પહોંચી પણ અકસ્માતના સમાચાર પહોંચ્યાં. આ દૂર્ઘટના ધારના ફુલગાંવડી પાસે બની હતી, જ્યાં વરરાજાની કાર ડિવાઈડર સાથે અથડાઈને ખેતરમાં પલટી ખાઈ ગઈ હતી. ઈજાગ્રસ્ત વરરાજાને ઈન્દોર રેફર કરવામાં આવ્યા પરંતુ રસ્તામાં જ વરરાજાએ દમ તોડ્યો હતો.

બડવાની જિલ્લાના ટિટગારિયા (ખેડા) ગામના રહેવાસી રિતેશના લગ્ન લાબરિયા ગામની જ્યોતિ સાથે નક્કી થયા હતા. રિતેશ જાન લઈને લાબરિયા જઈ રહ્યો હતો, પરંતુ લગ્નસ્થળથી 28 કિલોમીટર પહેલા ઈન્દોર-અમદાવાદ ફોરલેન પર ફુલગાંવડી ગામ પાસે આ દૂર્ઘટના બની.

આ પણ વાંચો: A love story of Raj and Nargis: લેડીન ઈન વ્હાઇટ- નરગિસ

પ્રત્યક્ષદર્શિઓ અનુસાર કાર ડિવાઈડર સાથે અથડાતા આશરે 15 ફુટ ઉછળીને ખેતરમાં પડી હતી. કારમાં વરરાજા સાથે 5 લોકો સવાર હતા. દૂર્ઘટનામાં દરેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. તેમાં દુલ્હા અને તેનો પિતરાઈ ભાઈ ગંભીર રુપે ઈજાગ્રસ્ત થયા હતા પરંતુ હોસ્પિટલ લઈ જતા તેમનું રસ્તા પર જ મોત થયું હતું.

સરદારપુર પોલીસ પ્રમાણે ઘટનામાં રાધિકા, આરતી, કિશોર, ચંપાલાલ અને અજય ઈજાગ્રસ્ત થયા છે. પ્રારંભિક તપાસમાં ઘટના ડ્રાઈવરને ઝોકું આવતા થઈ છે. ઝોકું આવતા ડ્રાઈવર કાર પરથી નિયંત્રણ ગુમાવી બેઠો અને ઝડપી ગતિએ જઈ રહેલી કાર ખેતરમાં જઈને પડી.

રાજસ્થાનમાં મોટો અકસ્માત, વરરાજા સહિત 9 લોકોના મોત

રાજસ્થાનના કોટાના નયાપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ચંબલના નાના કલ્વર્ટ પર મોડી રાત્રે લગ્ન માટે જઈ રહેલી એક કાર નદીમાં પડી ગઈ હતી. જેમાં વરરાજા સહિત નવ લોકોના મોત થયા છે. પ્રાથમિક માહિતી અનુસાર, આ શોભાયાત્રા ચોથ કા બરવાડાથી ઉજ્જૈન જઈ રહી હતી. નદીમાં ડૂબી ગયેલી કારમાં વરરાજા સહિત 9 લોકો સવાર હતા.

નવના મોતની પુષ્ટિ થઈ છે જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ છે. આટલી મોટી દુર્ઘટનાની માહિતી મળતા જ જિલ્લા વહીવટીતંત્ર ઘટનાસ્થળે પહોંચી ગયું હતું અને રેસ્ક્યુ ટીમની મદદથી કારને બહાર કાઢવામાં આવી હતી. ઘટનાસ્થળે મોટી સંખ્યામાં પોલીસ અને લોકોની ભીડ એકઠી થઈ ગઈ છે. અકસ્માતના સમાચાર મળતા જ ઉચ્ચ અધિકારીઓ, પોલીસ પ્રશાસન અને જિલ્લા પ્રશાસન ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

Gujarati banner 01