Banner Jignasha Joshi adi

Abhiman: ઓ મીણ માટીનાં માનવી, શા માટે કરે અભિમાન?

Abhiman(અભિમાન)

ઓ મીણ માટીનાં માનવી, શા માટે કરે (Abhiman)અભિમાન?
ખાલી આવ્યો ખાલી જવાનો, તો શેનું કરે ગુમાન?

જનમ આપ્યો માતાએ ને ફઈબાએ આપ્યું નામ.
પિતાએ કર્યું પાલન તારું ને પરિવારે આપ્યો સાથ.

જ્ઞાન આપ્યું ગુરુએ, અને તેથી થયો ધનવાન.
કુટુંબ કબીલાનાં સાથથી, તું થયો બળવાન.

આબરૂ કમાવવા ભલે તે કર્યા નિત નવા કામ.
પણ જનમ દેનાર મા બાપને, ન કરતો તુ બદનામ.

અહમ અહંકાર ને અભિમાન, છે ઘમંડનાં નામ.
ન આવે જીવનમાં ક્યારેય, તુ રાખજે એનું ધ્યાન.

માની કોખે જનમ લઈને, મળ્યો છે જન્મારો.
ચાર જણાને ખભે ચડીને, લાકડે તુ ચડવાનો.

સાથે કાંઈ નથી લાવ્યો ને નથી કંઈ લઈ જવાનો.
તો શું કામ ફોગટ ફેરો કરીને, મોક્ષમાર્ગ ખોવાનો.

માટીનો દેહ માટીમાં જ, આખરે છે ભળવાનો.
તો શાંતિથી જીવીને  મનવા, કર સફળ જન્મારો.

આ પણ વાંચો:-Kudarat ane kalyug: કુદરત પણ કળયુગ સામે ઝૂકી લાગે છે…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *