farmers protest tractor march

farmers protest tractor march upadate: ખેડૂતોની બેઠકમાં નિર્ણય, 29 ડિસેમ્બરે સંસદ સુધી ટ્રેકટર રેલી યોજવામાં નહીં આવે- વાંચો વિગત

farmers protest tractor march upadate: આ પહેલા રાકેશ ટિકૈતે કહ્યુ હતુ કે, 26 નવેમ્બર સુધીના કાર્યક્રમો પૂર્વ નિધારીત ટાઈમ ટેબલ પ્રમાણે થશે

નવી દિલ્હી, 27 નવેમ્બરઃ farmers protest tractor march upadate: દિલ્હીની સિંધુ અને ટેકરી બોર્ડર પર સંયુક્ત કિસાન મોરચાની યોજાયેલી બેઠકમાં 29 નવેમ્બરે સંસદ સુધીની ટ્રેકટર માર્ચને રદ કરવાનો નિર્ણય લેવાયો છે.

આ બેઠકમાં ચર્ચા બાદ ખેડૂત નેતાઓએ ઉપરોક્ત નિર્ણય લીધો હતો.જોકે આ અંગે હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.જોકે પાછળથી તેનુ એલાન કરવામાં આવશે તેવુ કહેવાઈ રહ્યુ છે.ઉલ્લેખનીય છે કે, આ પહેલા રાકેશ ટિકૈતે કહ્યુ હતુ કે, 26 નવેમ્બર સુધીના કાર્યક્રમો પૂર્વ નિધારીત ટાઈમ ટેબલ પ્રમાણે થશે.

આ પણ વાંચોઃ RT PCR Report Compulsory in gujarat: રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય, ગુજરાતમાં એરપોર્ટ પર ઉતરતાની સાથે જ આ રિપોર્ટ બતાવવો પડશે

જોકે તેમણે કહ્યુ હતુ કે, સંસદ સુધીની ટ્રેકટર માર્ચ અંગે સંયુક્ત કિસાન મોરચાની બેઠકમાં નિર્ણય લેવામાં આવશે અને હવે ખેડૂતોએ આ માર્ચ સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે.

ખેડૂતોનો આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે  કેન્દ્ર સરકારે આજે પરાળી સળગાવવાના અપરાધ નહીં ગણવાની ખેડૂતોની માંગણી પણ સ્વીકારી લીધી છે અને એમએસપી મુદ્દે એક કમિટી બનાવવાની પણ જાહેરાત કરી છે.

Whatsapp Join Banner Guj