PM Modi Khel mahakumbh

11th Khel mahakumbh: વડાપ્રધાન મોદીએ કર્યુ ખેલ મહાકુંભનું ઉદ્ધાટન, કહ્યું- આ માત્ર ખેલમહાકુંભ નથી યુવા મહાકુંભ છે

11th Khel mahakumbh: ખેલો ખેલૈયા મોજના નારા સાથે 11મી સીઝનનો પ્રારંભખેલમહાકુંભના 11મા સંસ્કરણની સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત સ્પોર્ટ્સ પોલિસી 2022-27નું પણ લોન્ચિંગ કર્યું

અમદાવાદ, 12 માર્ચઃ11th Khel mahakumbh: અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમમાં ખેલમહાકુંભનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. પીએમ મોદીના હસ્તે ખેલ મહાકુંભનો પ્રારંભ થઇ ગયો  છે. જે માટે સ્ટેડિયમ ખાતે તમામ તૈયારીઓ થઇ ગઇ છે. ત્યારે છેલ્લી ઘડીએ પણ રમતગમત મંત્રી અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સ્ટેડિયમનો ચિતાર મેળવ્યો.  

અપડેટ: 
ખેલો ખેલૈયા મોજના નારા સાથે 11મી સીઝનનો પ્રારંભખેલમહાકુંભના 11મા સંસ્કરણની સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત સ્પોર્ટ્સ પોલિસી 2022-27નું પણ લોન્ચિંગ કર્યું

  • ખેલો ખેલૈયા મોજના નારા સાથે 11મી સીઝનનો પ્રારંભ
  • ગુજરાતનો યુવા નવી ઉંચાઈઓ સર કરવા તૈયાર
  • આ માત્ર ખેલમહાકુંભ નથી યુવામહાકુંભ છે
  • કોરોનાને કારણે બે વર્ષ સુધી ખેલમહાકુંભ અટક્યો હતો
  • સ્થિતિ સુધરતા સરકારની તાડામાર તૈયારીઓને કારણે નવી ઉર્જા સાથે ખેલમહાકુંભ યોજાવા જઈ રહ્યો છે
  • 2010માં મુખ્યમંત્રી તરીકે જે બીજ મેં વાવ્યું હતુ તે આજે એક વિશાળ વટવૃક્ષ બનીને ઉભર્યું એનો આનંદ છે
  • 13 લાખ સાથે શરૂઆત કરી હતી અને 2019માં ખેલમહાકુંભમાં રજિસ્ટ્રેશન 40 લાખએ પહોંચ્યું હતુ
  • આજે 2022માં કોરોનાની ખરાબ સ્થિતિ છતા આજે 55 લાખને પાર નીકળ્યો છે
  • યે તો બસ શુરૂઆત હૈ, ન તો હિંદુસ્તાન થકને વાલા હૈ, ન તો હિંદુસ્તાન રૂકને વાલા હૈ : પીએમ મોદીનો યુવાઓ પર આશાવાદ
  • વિશ્વની ટોચની ટૂર્નામેન્ટમાં ભારત ટૂંક સમયમાં જ ટોપના સ્થાને હશે, સૌથી વધુ મેડલ મેળવારા દેશની યાદીમાં ભારત પણ જલ્દી જ ટોપ 5માં આવશે
  • ભારતનો દરેક ખેલાડી તન-મનની સાથે હ્રયથી પણ જીવે છે
  • જીત સાથે દરેક ખેલાડીના આંખમાં આંસુ આવે છે
  • ખેલો ઈન્ડિયા પ્રોગ્રામ ભારતના સર્વાંગી ખેલ વિકાસ માટેનો એક શ્રેષ્ઠ પ્રયાસ છે
  • ભારતમાં હવે વિશ્વકક્ષાની ફેસિલિટી, પ્રેક્ટિસ સુવિધા મળી રહે છે
  • છેલ્લા 5 વર્ષમાં રમત-ગમત બજેટ 70%થી વધુ વધાર્યું છે
  • ખેલાડીઓની સાથે કોચ અને અન્ય સ્ટાફને પણ મળતા એવોર્ડ અને અન્ય સહાયતા 50%થી વધુ વધારવામાં આવી છે
  • દેશના દરેક છેવાડે સ્પોર્ટ્સ યુનિવર્સિટી બનાવીને યુનિવર્સલ સ્પોર્ટ્સ ઈકોસિસ્ટમ ઉભી કરશે
  • ગુજરાતના દરિયાકિનારા અને દરિયાનો ઉપયોગ પણ રમતગમતના ઉત્થાન માટે કરવામાં આવશે
  • ખેલાડીઓને પરિવાર અને આસપાસના રહીશો-પાડીશોનો પણ ઉત્સાહ જોઈએ છે
  • જો તમરા બાળકમાં એ કુશળતા છે કે તે સ્પોર્ટસમાં આગળ આવી શકે છે, તો મારી અપીલ છે કે તેવા દરેક  માતા પિતાને કે પોતાના બાળકને સ્પોર્ટસમાં આગળ  આવતા ન રોકે, તેની હિંમત વધારે, તેનો જુસ્સો વધારે.

આ પણ વાંચોઃ Death of baby girl: ખરેખર માનવતા મરી પરવારી..! બાળકીને જન્મના ત્રણ કલાકમાં જ કચરાના ઢગલામાં નાંખી દેતાં મોત

અગિયારમાં ખેલ મહાકુંભનો થયો પ્રારંભ

ખેલમહાકુંભ 2022નો પીએમ મોદીના હસ્તે પ્રારંભ થવા જઇ રહ્યો છે જે માટે અત્યાર સુધીમાં 55,22,727 ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. જેમાં 31,75,293 પુરુષ અને 23,47,464 મહિલા ખેલાડીઓનો સમાવેશ થાય છે. કુલ 3381 ટીમોનું ખેલ મહાકુંભમાં રજિસ્ટ્રેશન થયુ છે જેમાં 4 લાખ પુરુષ ટીમો અને 79 હજાર મહિલા ટીમો છે. ઓલિમ્પિકમાં રમાતી રમતોનું પ્રાધાન્ય વધે તે માટે સરકાર દ્વારા ખેલમહાકુંભનું આયોજન કરવામાં આવે છે.

33 જિલ્લાની ટીમ રમતગમતનું પ્રદર્શન કરશે
સરદાર પટેલ સ્ટેડિમ ખાતે 33 જિલ્લામાંથી આવેલી વિવિધ ટીમો પીએમ મોદી સામે પ્રદર્શન કરશે. મલખમ, સ્કેટીંગ, પિરામિડ સહિત રમતોનું PM મોદી સામે ખેલાડીઓ પ્રદર્શન કરશે. આ ઉપરાંત રાજ્યની નવી ખેલ પોલિસીઓની પણ પીએમ મોદી જાહેરાત કરશે.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ અને હર્ષ સંઘવી પણ કાર્યક્રમમાં હાજર રહેશે. આ સમયે સુરક્ષામાં ચૂક ન રહી જાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. ખેલ મહાકુંભના કાર્યક્રમને લઈ સ્ટેડિયમથી એરપોર્ટ સુધી અભેદ લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. વડાપ્રધાનના કાર્યક્રમને લઈને તમામને સિક્યોરિટી ચેકિંગ કરીને અંદર પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.

Gujarati banner 01
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.