Intjaar novel part 23

Intjaar part-23: મંગળાબા કહે; બેટા જૂલી આવે એટલે મારા ઘરે જ રોકાય એવા પ્રયત્ન કરજે….

ઇન્તજાર ભાગ/23(Intjaar part-23) રીનાએ તરત જ જૂલીને ફોન લગાવ્યો  જૂલીતો ફોનની રાહ જોઈને જ બેઠી હતી કારણકે…

Intjaar part-23: આગળના ભાગમાં જોયું કે મિતેશ બધી સાબિતી ભેગી કરી દીધી હોય છે અહીં જ્યોર્જ અને એન્જલીના પણ એવું વિચારતા હોય છે કે તેઓ પોતાના પ્લાનમાં સફળ થઇ રહ્યા છે .સમય વિતતા રીના તેની મિત્ર જૂલીને ફોન કરે છે અને એવી માહિતી મળે છે કે જૂલીનો પતિ ગુજરી ગયેલ હોય છે. તે ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં હોવાથી રીના તેને ફોરેનના એટલે કે ન્યુયોર્ક બોલાવે છે અને મંગળાબા અને શેઠજીને વાત કરે છે.અને તેઓ કૂણાલને બધી તૈયારી કરવાનું કહે છે કે જૂલીbવહેલામાં વહેલી તકે અહી બોલાવી લેવામાં આવે કુણાલ બધી તૈયારી કરતો હોય છે.. હવે વધુ આગળ…

Intjaar part-23, bhanuben prajapati sarita

શેઠજીના કહ્યા પ્રમાણે કુણાલ બધી જ તૈયારી કરીને શેઠજીને કહે છે કે જુલીને અહીં આવવા માટેની પૂરેપૂરી તૈયારી કરી દીધી છે હવે તમે રીના ને બોલાવીને બધું જ વાત કરી શકો છો શેઠજી અને મંગળાબા ખુશ થઈ જાય છે.

રીનાને શેઠજીએ કહ્યું કેના હવે તમે જુલીને અહીં બોલાવી શકો છો. કુણાલે બધી તૈયારી ત્યાં કરી દીધી છે તમે જુલીને વાત કરો કુણાલ સરનામું આપે ત્યારે કેજો જુલી પહોંચી જાય એ બધી જ કાર્યવાહી ત્યાંથી કરી શકશે તેનો પાસપોર્ટ અને ટિકિટ વધુ ત્યાંથી મળી જશેરીનાએ કયુ કંઈ વાંધો નહીં હું આજે ફોન દ્વારા જાણ કરીશ.

રીનાએ મંગળાબા નો ખૂબ જ આભાર માન્યો અને જોડે કુણાલનો પણ આભાર માને છે. ખરેખર તમે આજે મારી મિત્રને ખૂબ જ મદદ કરી રહ્યા છો. જેને મારી ખરાબ પરિસ્થિતિમાં ખૂબ જ મદદ કરી હતી . આજે તમે મદદ કરીને મારી પર જૂલીનું ઋણ ઉતારી રહ્યા છો.

મંગળાબા કહે ;”બેટા”  જૂલી આવે એટલે મારા ઘરે જ રોકાય એવા પ્રયત્ન કરજે અમારે કોઈ સંતાન નથી ભલે અમારે ત્યારે રહે. અહીં એ બિચારી એકલી આવવાની એના બે બાળકો કોની સાથે રહેશે! એટલે અમારી ઇચ્છા એવી છે  તે અહી જ રહે.

રીનાએ તરત જ જૂલીને ફોન લગાવ્યો  જૂલીતો ફોનની રાહ જોઈને જ બેઠી હતી કારણકે એને હવે બીજો કોઈ આરો હતો ને એના બે સંતાનોની અને ખૂબ જ ચિંતા હતી કારણકે એને પતિ હવેં આ દુનિયામાં ન હતો. એની પતિ સાથેની જીંદગીમાં ઘણી બધી સુખ સગવડ હતી પરંતુ પતિના ગયા પછી એની પાસે કોઇ મિલકત કે કંઈપણ હતું નહીં એની જોડે જે પણ કંઈ હતું એ બધું જ સાસરીમાં  એના મોટા જેઠે બધુજ પડાવી લીધું હતું એને ફક્ત બે સંતાન હતા તે તેની પાસે હતા. પિયરમાં પણ બિચારી કેટલા દિવસ રહે ત્યાં પણ એનું મન માનતું નહોતું એટલે ઓશિયાળું જીવન જીવવા માગતી ન હતી પરંતુ રીના આજે એને મદદ આવી હતી એ જાણી એના દિલમાં થોડીક માનસિક શાંતિ અનુભવી હતી એને તરત જ ફોન રિસીવ કર્યો અને કહ્યું હું  રીના તારી જ રાહ જોતી હતી કે તું ક્યારે મને ફોન કરે અને મારે અહીંયા શું પ્રોસેસ કરવાની છે તે હું ચાલુ કરું મારે વહેલામાં વહેલી તકે ન્યૂયોર્કમાં આવું છે.

રીના કહે: એ માટે તને ફોન કર્યો છે

જૂલીએ કહ્યું; હવે તું મને કહે એ પ્રમાણે હું કરવા તૈયાર છું તું મને જલ્દી બતાવો કે ન્યૂયોર્ક  આવવા માટે મારે અહીંથી શું  તૈયારી કરવાની છે!. હા પણ તને ખબર છે હાલ મારી જોડે કોઈ પૈસાની સગવડ નથી એટલે હું તને કંઈ પણ આપી શકું એમ નથી. હું ત્યાં આવીને જોબ કરીશ અને તારા જે પણ કંઈ પૈસા હશે એ હું ચૂકવી દઈશ પરંતુ હાલ તો તું જે મને મદદ કરી રહી છે ત્યાં ખૂબ જ આભાર માનું છું.

રીનાએ કહ્યુ ;સખી જ સખીના કામમાં નહીં આવે તો કોણ આવશે! તો મારી નજીકની મિત્ર છે અને તે મને પણ ખરાબ પરિસ્થિતિમાં ઘણો બધો સાથ સહકાર આપ્યો છે તારી હિંમતથી તો હું અહીં છું અને તને મદદ પણ કરી શકું એમ છું મારે કોઈની જોડે થી પૈસા લેવાના નથી હું તારો જે પણ ખર્ચ થાય એ બધો ખર્ચ હું શેઠજીને આપી દઈશ કારણકે હું પણ અહીં જોબ કરું છું અને તારે પૈસા પણ ઉતાવળ નથી તું ધીમે ,ધીમે મને આપી શકે છે પહેલા તો તું અહીંયા આવીને સેટ થઈ જાય એ જ મારે જોઈએ છે અહીંયા શેઠજી અને મંગળાબા ખૂબ જ સારા માણસો છે અને એમને પણ તને એમની  સાથે રહેવાનું કહ્યું છે.

જૂલી કહે ;તું પહેલા મને એ કહે કે મારે કરવાનો શું છે!

રીના એ કહ્યુ હું તને  મોબાઈલ વોટશોપ માં જે સરનામું નાખું છું  ત્યાં પહોંચી જજે એ અમારા શેઠજીના એક મિત્ર છે તેને અહીં આવા સુધીની બધી જ પ્રોસેસ કરી દેશે તારે કંઈ પણ કરવાનો નથી ફક્ત જે કાગળ માંગે એ તારે પૂરા કરવાના છે

જૂલીએ કહ્યું! કંઈ વાંધો નહીં હું આજે જ એ સરનામા પર પહોંચી જઈશ અને બધી જ ક્રિયા જે હશે તે પૂરી કરીને ત્યાં આવી જઈશ.

રીનાએ કહ્યું કે; કંઈ વાંધો નહિ હવે તું ત્યાં ની તૈયારી કર  તારે અહીંયા કઈ લાવવાની જરૂર નથી .તારી  સખી તારા માટે બધું જ કરી શકે એમ છે.

જુલીએ કહ્યું ખરેખર રીના મને ક્યારે પણ એવું થયું નહોતું કે મારે ન્યૂયોર્કમાં આવવાનું થશે કારણકે હું તો અહીંયાં સુખી હતી પરંતુ ખબર નથી પણ કુદરતે મારી જિંદગીમાં કેમ આટલું બધું દુઃખ લખી દીધું છે.

રીના એ કહ્યુ ભગવાન ક્યારેય સહન શક્તિ બહાર નું દુઃખ આપતો નથી આપણા જીવનમાં જે થવાનું હોય છે તે થયા વિના રહેતું નથી અને જીવન તો કર્મને આધીન હોય છે તારા જીવનમાં તારા બે બાળકો એ તારા માટે કીમતી છે એ મહામૂલ્ય રતનને તું ઉછેરવામાં કોઈ કમી ન રાખતી અને જન્મ અને મરણ તો કુદરતને આધિન હોય છે એમાં તું કે હું કંઈ પણ કરી શકવાના નથી જીવનમાં સુખ અને દુઃખ એ તો સિક્કાની બે બાજુ છે હા પણ એક બીજાનો સાથ સહકાર તારા જેવી સખીનો મને મળ્યો ને મારા થકી તને મળ્યો . જીવનમાં આપણે કોઈપણ દુઃખ હોય તો એને એક મિત્રના સાથ સહકાર થી પાર કરી શકીએ છીએ.

જુલીએ કહ્યું હતું તો ત્યાં જઈને ખૂબ જ હોશિયાર થઈ ગઈ છે ખૂબ જ સારી વાત કરે છે મને આનંદ થયો કે મારી સખી આટલી બધી હોંશિયાર બની ગઈ પોતાના પગ પર ઊભી છે અને આજે તું મને મદદ કરી રહી છે એ તારું ઋણ  ક્યારેય પૂરું કરી શકું એમ નથી.

રીનાએ કહ્યું;  તારે  મારુ અહેસાન જતાવવાની જરૂર નથી આપણે બંને એકબીજાને મદદ એટલા માટે કરીએ છીએ કે આપણા એક સારા મિત્ર છે .અને મિત્ર જ મિત્રના કામમાં આવે છે દોસ્તથી મોટું કોઈ સહભાગી  દુનિયામાં કોઈ હોતું નથી દોસ્તનો મીઠો સ્પર્શ પણ આપણને ખુશી આપી દેતો હોય છે અને જુલી તે મને અહીં મોકલી ને ખૂબ મોટો ઉપકાર મારા પર  કર્યો છે.તારો આભાર    જીવનમાં હું ક્યારે  ચુકવી નહી શકું  .

જુલીએ કહ્યું કરીના તું જે મને મદદ કરી રહી છે એનું ઋણ ક્યારેય ચૂકવી શકીશ નહીં મેં તો તને ફક્ત ત્યાં જવા માટેનું સૂચન અને હિંમત આપી હતી અને તું તારા આપ બળે ત્યાં રહેવા અને જોબ કરવા માટે તૈયાર જાતે થઈ છે એ બધો યશ તારી મહેનતનો છે પરંતુ હું તો મને ત્યાં લઈ જવા માટેનો બધો જ ખર્ચ, રહેવાનો ખર્ચ તેમજ બધી જ મારી આવવાની પ્રોસેસ બધાના સહકાર લઈને કરી રહી છે એ બદલ સુધી તેં તો મારી મિત્રતા નું ઋણ ચૂકવી દીધો પરંતુ હું તારું ક્યારે જઈશ એ મને ખબર નથી.

ભાગ/24 વધુ આગળ….

જુલી ન્યૂયોર્ક આવવા માટે રવાના થઈ ગઈ હતી અને તે ન્યૂયોર્ક આવી ગઈ અહીંયા મિતેશનું  જ્યોર્જ દ્વારા એકસીડન્ટ કરવામાં આવ્યું.તેથી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો પરંતુ તેની જોડે જે પુરાવા હતા તે બધા જ મોબાઈલ માં હતા તે ખોવાઈ ગયા હતા પરંતુ મિતેશ ને વધુ વાગ્યું નહોતું .રીના, કુણાલ અને મંગળાબા  એને હોસ્પિટલ મળીને પાછા આવે છે મિતેશ ને ભાન આવતા તરત જ કુણાલ ઘરે લાવે છે અને મંગળાબા ના ઘરે રોકાય છે. હવે વધુ આગળ…ભાગ/24.

આ પણ વાંચો..About Mahendra meghani: ગુજરાતનાં તથા વિદેશનાં પુસ્તકપ્રેમીઓ તરફથી મહેન્દ્રભાઈ મેઘાણીની વિદાયની પળે નતમસ્તકે પ્રણામ અને અશ્રુભરી શ્રદ્ધાંજલિ

Gujarati banner 01

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *