India won a total of 40 medals in CWG 2022

India won a total of 40 medals in CWG 2022: પેરા ટેબલ ટેનિસમાં ભાવિનાએ ગોલ્ડ તો સોનલ પટેલે જીત્યો બ્રોન્ઝ, આ સાથે ભારતમાં કુલ 40 મેડલ- વાંચો લિસ્ટ

India won a total of 40 medals in CWG 2022: કોમનવેલ્થ ગેમ્સમાં અત્યાર સુધી ભારતના ખાતામાં કુલ 40 મેડલ આવી ચુક્યા છે. જેમાં 13 ગોલ્ડ, 11 સિલ્વર અને 16 બ્રોન્ઝ મેડલ મળ્યા

સ્પોર્ટ્સ ડેસ્ક, 07 ઓગષ્ટઃ India won a total of 40 medals in CWG 2022: ભારતીય પેરા ટેબલ ટેનિસ ખેલાડી ભાવિના પટેલે શનિવારે મોડી રાત્રે કોમનવેલ્થ ગેમ્સમાં મહિલા સિંગલ્સ ‘3-5 વર્ગ’માં ગોલ્ડ મેડલ તો સોનલબેન પટેલે બ્રોન્ઝ મેડલ કબજે કર્યો હતો. ટોક્યો પેરાલિમ્પિકના સિલ્વર મેડલ વિજેતા ભાવિના પટેલે અહીં ફાઇનલમાં નાઈજીરિયાની ક્રિસ્ટિયાના ઇકપેયોઈને 12-10, 11-2, 11-9થી પરાજય આપ્યો હતો. આમ ભાવિના અને સોનલ પટેલે દેશની સાથે ગુજરાતનું ગૌરવ પણ વધાર્યું છે. 

આ પહેલા 34 વર્ષીય સોનલબેન પટેલે બ્રોન્ઝ મેડલના પ્લે-ઓફમાં ઈંગ્લેન્ડની સૂ બેલીને 11-5, 11-2, 11-3 થી હરાવ્યા હતા. તો પુરૂષ વર્ગમાં ભારતના રાજ અરવિંદન અલાગરે નાઈજીરિયાના ઇસાઉ ઓગુનકુનલે સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય ખેલાડીને 3-11, 6-11, 9-11થી પરાજય મળ્યો હતો.

આ પણ વાંચોઃ Vice Presidential election 2022 result: જગદીપ ધનખડ બનશે દેશના ઉપરાષ્ટ્રપતિ, દેશના દિગ્ગજ નેતાઓએ જગદીપ ધનખડને શુભેચ્છાઓ પાઠવી

ભારતના ખાતામાં કુલ 40 મેડલ
કોમનવેલ્થ ગેમ્સમાં અત્યાર સુધી ભારતના ખાતામાં કુલ 40 મેડલ આવી ચુક્યા છે. જેમાં 13 ગોલ્ડ, 11 સિલ્વર અને 16 બ્રોન્ઝ મેડલ મળ્યા છે. ભારત મેડલ ટેલીમાં પાંચમાં સ્થાને છે. 

ભારત માટે મેડલ જીતનાર ખેલાડીઓની યાદી-
સંકેત સરગર – સિલ્વર મેડલ, વેઈટ લિફ્ટિંગ
ગુરુરાજા પૂજારી – બ્રોન્ઝ મેડલ, વેઈટ લિફ્ટિંગ
મીરાબાઈ ચાન – ગોલ્ડ મેડલ, વેઈટ લિફ્ટિંગ
બિંદ્યારાણી દેવી – સિલ્વર મેડલ, વેઈટ લિફ્ટિંગ
જેરેમી લાલરિનુંગા – ગોલ્ડ મેડલ, વેઈટ લિફ્ટિંગ
અચિંત શુલી – ગોલ્ડ મેડલ, વેઈટ લિફ્ટિંગ
સુશીલા દેવી – સિલ્વર મેડલ, જુડો
વિજય કુમાર યાદવ – બ્રોન્ઝ મેડલ, જુડો
હરજિન્દર કૌર – બ્રોન્ઝ મેડલ, વેઈટ લિફ્ટિંગ
ભારતીય મહિલા ટીમ – ગોલ્ડ મેડલ, લૉન બૉલ્સ
વિકાસ ઠાકુર – સિલ્વર મેડલ, વેઈટ લિફ્ટિંગ
ભારતીય પુરૂષ ટીમ – ગોલ્ડ મેડલ, ટેબલ ટેનિસ
ભારતીય મિશ્ર ટીમ – સિલ્વર મેડલ, બેડમિન્ટન
લવપ્રીત સિંહ – બ્રોન્ઝ મેડલ, વેઈટલિફ્ટિંગ
સૌરવ ઘોષાલ – બ્રોન્ઝ મેડલ, સ્ક્વોશ
તુલિકા માન – સિલ્વર મેડલ, જુડો
ગુરદીપ સિંહ – બ્રોન્ઝ મેડલ, વેઈટ લિફ્ટિંગ
તેજસ્વિન શંકર – બ્રોન્ઝ મેડલ, લાંબી કૂદ
મુરલી શ્રીશંકર – સિલ્વર મેડલ, લાંબી કૂદ
સુધીર – ગોલ્ડ મેડલ, પેરા પાવરલિફ્ટિંગ
અંશુ મલિક – સિલ્વર મેડલ, કુસ્તી
બજરંગ પુનિયા – ગોલ્ડ મેડલ, કુસ્તી
સાક્ષી મલિક – ગોલ્ડ મેડલ, કુસ્તી
દીપક પુનિયા – ગોલ્ડ મેડલ, કુસ્તી
દિવ્યા કકરાન – બ્રોન્ઝ મેડલ, કુસ્તી
મોહિત ગ્રેવાલ – બ્રોન્ઝ મેડલ, કુસ્તી
પ્રિયંકા ગોસ્વામી – સિલ્વર મેડલ, રેસ વોક
અવિનાશ સાબલે – સિલ્વર મેડલ, સ્ટીપલચેઝ
ભારતીય પુરુષ ટીમ – સિલ્વર મેડલ, લૉન બાઉલ
જાસ્મીન લેમ્બોરિયા – બ્રોન્ઝ મેડલ, બોક્સિંગ
પૂજા ગેહલોત – બ્રોન્ઝ મેડલ, કુસ્તી
રવિ કુમાર દહિયા – ગોલ્ડ મેડલ, કુસ્તી
વિનેશ ફોગાટ – ગોલ્ડ મેડલ, કુસ્તી
નવીન – ગોલ્ડ મેડલ, કુસ્તી
પૂજા સિહાગ – બ્રોન્ઝ મેડલ, કુસ્તી
મોહમ્મદ હુસામુદ્દીન – બ્રોન્ઝ મેડલ, બોક્સિંગ
દીપક નેહરા – બ્રોન્ઝ મેડલ, કુસ્તી
રોહિત ટોકસ – બ્રોન્ઝ મેડલ, બોક્સિંગ
સોનલબેન પટેલ – બ્રોન્ઝ મેડલ, પેરા ટેબલ ટેનિસ
ભાવના પટેલ – ગોલ્ડ મેડલ, પેરા ટેબલ ટેનિસ

આ પણ વાંચોઃ Notice after acceptance of resignation: ગુજરાત માહિતી ખાતાનો નવો ભગો, રાજીનામુ મંજૂર કર્યું છતાં અધિકારીને હાઇકોર્ટની નોટિસ મોકલી

Gujarati banner 01