Banner Puja Patel

Short story: વરસાદમાં પલળતા આઇસ્ક્રીમ ખાવાની મજા આવી શકે…! વાંચો આ રસપ્રદ ટૂંકી વાર્તા

શીનાને આઈસ્ક્રીમ ખાવાનો ખુબ જ શોખ હતો! એનું શમણું હતું કે તે ક્યારેક વરસાદમાં પલળતાં પલળતાં આઈસ્ક્રીમ ખાવાની લિજ્જત માણી શકે! તેને વેનીલા આઈસ્ક્રીમ ખુબ જ ભાવતી હતી. તે ક્યારેક ક્યારેક તો બીમાર હોય અને આઈસ્ક્રીમ ખાવાની ઇચ્છા ધરાવતી હતી ને અચંબાની વાત એ છે કે તે તેનાથી સાજી પણ થઈ જતી હતી!

વર્ષો બાદ શાળા પૂરી કર્યા બાદ તે અમદાવાદમાં રહેવા આવી ગઈ હતી. તેણે આપેલાં ઇન્ટરવ્યુમાં તે પાસ થઈ ગઈ હતી. હવે તો શીનાની પાસે સારી નોકરી પણ આવી ગઈ હતી! એ પોતાનાં પરીવાર માટે બચત પણ કરી શકતી હતી અને આ ખુશીમાં તેણે હજી એક વેનીલા આઈસ્ક્રીમ ખાવાની ઇચ્છા વ્યક્ત કરી! તેનો મિત્ર પણ તેને રોકતો હતો કે, “શીના તને શરદી થઈ જશે! તું આઇસ્ક્રીમ ન ખા એટલી આઇસ્ક્રીમ પણ સારી નહીં! એક મહિના પછી શીનાના ભાઈએ આઇસ્ક્રીમનો નવો ધંધો શરૂ કર્યો હતો. શીનાનાં હરખનો પાર ન રહ્યો!

આ પણ વાંચો:- International Women’s Day: ના કર ‘પરખ’ નારીની, કાયમ ‘હર્ષ’ આપે નારી

અચાનક તેને આઈસ્ક્રીમથી નફરત થઈ ગઈ હતી! આઈસક્રીમની દુકાન સામે પણ તે જોતી નહોતી! તેનાં મિત્રો, પરીવારનાં સભ્યો બધાંને ખૂબ જ આશ્ચર્ય થતું હતું કે અચાનક શીના કેમ આઈસ્ક્રીમ નથી ખાઈ રહી? કેમ આઈસક્રીમની વાત કાને પડતાં જ તે આમ સાવ હેબતાઈ જાય છે? કેમ તે આઇસ્ક્રીમ ને જોવે અને તેને કશુંક યાદ આવી જતું હોય તેમ તે દૂર ભાગવા લાગે છે? શીના આઈસ્ક્રીમ કેમ નથી ખાતી?

ત્યારબાદ એક સમયે તેને તેના મિત્રો બહાર ફરવા લઈ ગયા. ત્યાં પ્રણવ, જૈમિન, ગુણવંત, રીતિકા સૌ કોઈએ ખુબ બધાં ગીતો ગાયા, અંતાક્ષરી રમી અને પછી ખુબ ભૂખ લાગી! સહુએ જ્યુસ પીધું અને નાસ્તો કર્યો અને ત્યારબાદ વાતો કરતાં કરતાં ટ્રુથ એન્ડ ડેર રમવાનું વિચાર્યું! સાથે સાથે શીનાએ પણ રમવા માટે સંમતિ દર્શાવી! અહીં આજે તેણે વેનીલા આઈસ્ક્રીમ ખાધી અને ટ્રુથ એન ડેર રમવાની મજા માણી! ડેર રમતાં રમતાં ક્યારે તેણે વેનીલા આઈસ્ક્રીમ પૂરી કરી લીધી તેનું ધ્યાન જ ન રહ્યું! અને તેને તેનાં મિત્રોએ હવે થી “આઈસ્ક્રિમ ન ખાવા” નું વ્રત કાયમ માટે તોડાવી દીધું!

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *