womens day

International Women’s Day: ના કર ‘પરખ’ નારીની, કાયમ ‘હર્ષ’ આપે નારી

hasmukh Patel
હસમુખ બી . પટેલ “હર્ષ” અમદાવાદ 

માતા – પુત્ર
તારું સ્મિત મારો શ્વાસ, પગલાં તારા મારી નજર, તારા ચેનચાળા મારી હાશ;
તારું દર્દ વધારે મારી ધડકન, તું અને તું જ મારી ભવોભવની શાશ્વત આશ !

બહેન – ભાઈ
હોય તું મારાથી નાનો કે મોટો, ન જડે તારો કોઈ જ જોટો, પ્રતિબિંબ મારું તારો ફોટો;
જરુર પડે તો લડી લઉં ભાગ્ય સામે તારી રક્ષા કાજ, કાળ પણ નમીને પડે ખોટો!

પુત્રી – પિતા
દુ:ખી કરે કોઈ મારા પિતાને તો બદલી દઉં એના નિર્મિત ચોઘડિયાનું જ્યોતિષ;
પારકી થાપણ ભલે ગણાઉ પણ મારા પિતાની ખુશી એ જ મારું કર્મ અહર્નિશ !

પત્ની – પતિ
તારું જ નામ, તારી ઓળખ, મારી હેલ ઉતાર્યા બાદ તું જ મારો ભાગ્યવાન;
મારો દિવસ પણ તું અને રાત પણ તું, ઈશ્વર પહેલાં અને પછી તું જ મારો ભગવાન!

નારી શક્તિ
નારી એક શક્તિ, જીવનભરના જખમોને છૂપાવીને સતત હસતી રમતી ખેલતી;
થઈ સાવિત્રી મોતને મ્હાત આપે, શિવાજી સર્જે જો હોય જીજાબાઈ, કુંતામા બની રક્ષતી;
ના કર ‘પરખ’ નારીની, કાયમ ‘હર્ષ’ આપે નારી ,આવો કરીએ આજે નારી આરતી.

આ પણ વાંચો:- Sweet Home: રાહ જોવાય આંગણે ઊભા રહી આતુરતાથી!

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *