Speaking of intelligence

Speaking of intelligence: અક્કલના ઇંજેક્શન ક્યાં મળશે..! શું તમને પણ જરૂર છે અક્કલના ઇંજેક્શનની.. ?

Speaking of intelligence: લોકોનું સ્વાર્થી પણુ, લોકોની ટુંકી બુદ્ધી.. જેના દાખલા દરરોજની ઘટમાળમાં દરેકને મળી જશે

Speaking of intelligence: આજ કાલના મોર્ડનાઇઝેશન ઇરામાં, લોકોને જરૂર છે અક્કલના ઇંજેક્શનની.. નો ઓફેન્સ.. આ કહેવા પાછળ કેટલાક કારણો છે જ.. કારણ છે લોકોનું સ્વાર્થી પણુ, લોકોની ટુંકી બુદ્ધી.. જેના દાખલા દરરોજની ઘટમાળમાં દરેકને મળી જશે.. રસ્તા પર ગાડી હંકારતા કેટલાક શૂરવીરો તમે જોયા જ હશે. જેઓ કોઇ પણ કારણ વિના આડા આવશે. નિયમનો ભંગ કરવાની વાત નથી.. પણ નડવાની વાત છે.. શા માટે, ભાઇ નડવામાં એવો કેમ આનંદ આવે છે..?

પાર્કિંગમાં વાહનો માટે સ્પેસિફિક જગ્યા હશે તો પણ વાહન આડા મુકશે.. જેમકે તેમના પપ્પાનું જ પાર્કિંગ છે. અને બીજાને નડે તો નડે મારા પપ્પાના કેટલા ટકા. આ જ તેમની થિંકિંગ છે.. ચલો એક વધુ ઉદાહરણ પણ આપી દંઉ. કેટલીય વાર કેટલાયની સાથે થયુ હશે ગેરંટી.. તમે લિફ્ટમાં તો ગયા જ હશો, અને કેટલીય વાર લીફ્ટની સામે લોકોની કતાર હશે, પહેલા લિફ્ટમાં જવા માટે પડાપડી જોઇ હશે.. અને તેમાં ઝઘડા થતાં પણ જોયા હશે.. હે ને.. હવે વિચારો, કે કોઇને પહેલા જવુ છે. તો હા જા, એવુ વિનમ્રતાથી કહેનાર કેટલા. આવી કેટકેટલીય વાતો જે આપે છે એ ઉદાહરણ કે આપણે કેટલા સ્વાર્થી થઇ ગયા છીએ. કેટલી ટુંકી બુદ્ધી છે આપણી કે જે બીજાની તકલીફો જોવામાં અસમર્થ છે. બસ એક જ ડગલું આગળ વિચારવાનું છે કે આપણી હરકતથી બીજાને તકલીફ થઇ શકે કે નહીં. આપણને ફાયદો નહીં પણ થતો હોય છતાં બીજાને નડવાનો આનંદ લેનારાનો વર્ગ આજે ખુબ મોટો થઇ ગયો છે. બીજાની તકલીફ જ્યારે દેખાતી જ નથી. તો તેને સમજવાની તો વાત તો દૂર જ રહી. ઉપરથી તકલીફ વધારીને આપણે આનંદ લઇએ છીએ.

આ પણ વાંચોઃ Sri lanka PM Resigne: ગંભીર આર્થિક કટોકટીનો સામનો કરી રહેલા શ્રીલંકામાં પરિસ્થિતિ બેકાબૂ, રાષ્ટ્રપતિ ભાગી ગયા તો વડાપ્રધાને આપ્યુ રાજીનામુ- વાંચો વિગત
સ્વામી વિવેકાનંદનો એક કિસ્સો છે, જેમાં સ્વામી વિવેકાનંદ વિદેશ જવા પહેલા અસમંજસમાં હતા, કેવી રીતે બધુ પાર પડશે, પોતાનાથી કોઇ ભુલ તો નહીં થાય ને, એ તેમની દ્વિધા હતી.. કારણ કે તેમના પર મોટી જવાબદારી હતી, પોતાના ગુરુ અને પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરવાનુ હતુ શિકાગોની ધર્મ પરિષદમાં.. પહેલી વાર પશ્ચિમનો પ્રવાસ એ પણ આવી મોટી જવાબદારી સાથે.. આમ તો ગુરુના આશિર્વાદથી બધુ પાર પડે એ વિશ્વાસ ખરો, પણ તેમના ગુરુનું દેહાંત થતાં હવે તેમની પાસે વિકલ્પ હતા તેમના ગુરુમાતા.

જેમની પાસે તેઓ પહોંચ્યા આશિર્વાદ લેવા માટે. શારદા માએ પહેલા તો તેમને ખુબ આંટા ફેરા મરાવ્યા પણ આશિર્વાદ નહીં આપ્યા.. ખુબ ધીરજથી સ્વામી વિવેકાનંદ તેમની આગળ પાછળ ફરતા રહ્યાં આશિર્વાદ મેળવવા માટે.. એ દરમિયાન રસોડામાં કામ કરતાં ગુરુમાએ સ્વામી વિવેકાનંદ પાસે છરી માંગી.. અને સ્વામી વિવેકાનંદે છરી આપી, પણ આ છરી તેમણે કેવી રીતે આપી, એ જ મેઇન વાત છે.. તેમણે છરીની ધાર પોતાના હાથમાં રાખી ગુરુમાતાના હાથમાં હેંડલ આવી શકે એ રીતે છરી આપી. અને આ જોઇને ગુરુમાતાએ સ્મિત સાથે વ્હાલા નરેંદ્રને આશિર્વાદ આપી દીધા સફળ સિદ્ધીના.. પણ જીજ્ઞાસુ નરેનદ્ર અચંબિત થઇ ગયા આખા ઘટનાક્રમથી.. એટલે તેમણે ગુરુમાને કારણ પૂછ્યું.. ત્યારે ગુરુમાએ જવાબ આપ્યો કે, લોકકલ્યાણ અને ધર્મના કામે નીકળનારમાં કેટલી પાત્રતા છે એ માપતી હતી એટલે પહેલા આશિર્વાદ નહીં આપ્યા. પણ નાનકડી છરી આપવાની ઘટનાથી એ વિશ્વાસ થઇ ગયો કે જવાબદારી જેને આપવામાં આવી છે એ જવાબદારીને નિભાવવા માટે સક્ષમ છે.

બીજાને દુખ ન પહોંચે તે જુએ એ જ સાધુ માણસ.. સાર એટલો કે, સાધુ બનવા માટે એમા સંસારનો ત્યાગ કરીને વૈરાગી બનવાની જરૂર નથી. વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઇ જાણે રે.. પણ અત્યારના સમયમાં કેટલા લોકો એવા હશે જે આ પરાઇ પીડ જાણતા હશે..! હાથે કરીને લોકોને નડનાર તેમને અજાણ્યે કેવી પીડા પહોંચાડે છે એ પોતે ભોગવી હોય તો પણ નથી સમજતા. અને એટલે ત્યાં જ આવી જાય ડેડ એન્ડ.. વાત કોમન સેન્સની નથી.. વાત સેન્સની છે. બુદ્ધીની છે.. એ વિચારશીલતા અને દીર્ધદ્રષ્ટીની છે જેનાથી આપણે મનુષ્યની કેટેગરીમાં આવીએ છીએ.. તો હવે એક બુદ્ધિજીવી વ્યક્તિ બનવા માટે આપણે કેટકેટલા લોકોને અક્કલના ઇંજેક્શન આપવા પડે એ વિચારી જુઓ.. દરરોજ ખાલી અવલોકન કરશો તો પણ દસેક તો નીકળશે જ જેને વૈષ્ણવ જન શુ એની ખબર નથી, અને ખબર છે તો પણ કેફ છે લોકોને હેરાન કરવાનો.. આવો કેફ કેટલો સારો..? ખેર, આ બધા સવાલ તો ઠીક પણ જો આપણે એક જ વાત પર ધ્યાન કેંદ્રિત કરીએ કે, શું આપણે પોતાને તો આ ઇંજેક્શન લેવાની જરૂર નથીને.. બસ એટલુ વિચારશો તો પણ ભયો ભયો.

આ પણ વાંચોઃ Chaturmas 2022: આજે દેવશયની એકાદશી અને ચતુર્માસ શરુ, વાંચો ચતુર્માસનું ધાર્મિક અને વૈજ્ઞાનિક તથ્યો વિશે

Gujarati banner 01