steven hwg zBsdRTHIIm4 unsplash

જીવનનો છેલ્લો વિસામો (chhello visamo) એટલે……?

~~છેલ્લો વિસામો (chhello visamo)~~

chhello visamo: જીવનનો છેલ્લો વિસામો એટલે વૃદ્ધાવસ્થા કહેવાય.આ અવસ્થા સુધી પહોચતા પહોચતા જીવનમાં કેટલાએ ચઢાવ -ઉતાર આવી જાય છે. બાળપણ વિત્યુ નહીં કે યુવાની દરવાજે આવી જાય છે.પોતાનુ લક્ષ્ય પામવા માટે દોડા-દોડ કરતો રહે છે.લગ્ન કરે છે જવાબદારીમાં બંધાઈ જાય છે પછી સંતાનો આવી જાય તો તેમના ઘડતરમાં પોતાનુ વર્ચસ્વ ક્યાંકને ક્યાંક દબાઈ જાય છે.તેમણા લાલન પાલન કરવામાં, ભણવામાં, સારું જીવન આપવામાં પોતાની અમૂલ્ય પૂંજી પણ એ ખર્ચી નાખે છે.

આ બધી જવાબદારી પૂરી કરવામાં ઘડપણ એટલે કે વૃદ્ધાવસ્થા દરવાજે આવી જાય છે.ઉમર ના હિસાબે કામે કોઈ રાખતુ નથી. શરીર પર કરચલીઓ પડી જાય છે,કોઈ આવક રહેતી નથી. મનમાં ને મનમાં કયાંક લાચારી પણએ અનુભવતા હોય છે. સંતાનો રાખે તે ઠીક છે નહિ તે વૃદ્ધાશ્રમમાં એમને મૂકી આવે છે.કેમકે સંતાનો પાસે એમના વૃદ્ધ મા-બાપ માટે સમય રહેતો નથી.ઘરડા ઘરમાં કયાંકને કયાંક એ શાંતિ શોધે છે અને પોતાને સવાલો કરે છે કે શુ આજ મારો છેલ્લો વિસામો હતો.

chhello visamo by Rashmika Chaudhari

ઘરડા ઘરમાં મા-બાપને મૂકી આવનાર દીકરાને આપણે કુપુત્ર કહીએ છે, એના વિષે જેમ તેમ બોલીએ છે એને શ્રાપ પણ આપીએ છે પણ મિત્રો કયાંકને કયાંક એ પરિસ્થિતિ પાછળ કોઈની દીકરી પણ જવાબદાર હોય છે. જે ઘરની વહુ બનીને આવી હોય છે.મા-બાપની આ પરિસ્થિતિ માટે એક દીકરો જેટલો જવાબદાર છે તેટલી જવાબદાર એક દીકરી પણ છે. જે કડવુ સત્ય છે.જે મા-બાપ દુનિયામાં લાવ્યા જે ઘરમાં એમને મોટા કર્યા એજ ઘર માંથી એમને જાકારો મળે છે અને પોતાનુ વિસામો અને આશરો એ વૃદ્ધાશ્રમમાં લે છે.આજે જે પરિસ્થિતિ માં આપણે આપણા મા-બાપને છોડી દઈએ છે. તે જ આ પરિસ્થિતિમાં આપણા સંતાનો આપણાને છોડશે.

જીવનના છેલ્લા પહોરમાં વ્યક્તિને આરામ જોઈએ વિસામો જોઈએ. જે એને એના પરિવારની હુફ, લાગણી અને પ્રેમથી જ મળશે.

આ પણ વાંચો…નવલકથા; સુધાની જિંદગીની સફર ભાગ-2

Reporter Banner FINAL 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *