Bhanuben prajapati sarita 600x337 1

નવલકથા; Sudhani jindagini safar part-4: સુધાની જિંદગીની સફર (ભાગ-4)

સુધા રોહનને વારંવાર કહેતી હતી કે ગમે તે કરીને મને ઇન્ડિયા પહોંચાડવાની વ્યવસ્થા કરો તો સારી વાત છે. કારણ કે ત્યાં મારા પતિ મારા સાસુ – સસરા અને મારા બે બાળકો મારી રાહ જોઈ રહ્યા હશે. મારે હવે ઇન્ડિયા ગયા વિના ચાલે એમ નથી.


રોહને કહ્યું : સારું આ વીકમાં હું તમારી ઇન્ડિયા જવાની સગવડ કરી લઉં છું. 

સુધાને તો ખબર પણ નહોતી કે ઇન્ડિયામાં તેના પતિ તુષાર તેના સાસુ – સસરા એને ભૂલી ગયા છે. એ તો બિચારી એવું વિચારતી હતી કે ગમે તે સંજોગોમાં મને તુષાર અપનાવી લેશે એને પોતાના પર વિશ્વાસ હતો કે હું તેને ખૂબ જ પ્રેમ કરું છું. એને પોતાના પ્રેમ પર અને  તુષારના પ્રેમ પર વિશ્વાસ હતો. તે ત્યાં જઈને સાચી હકીકત જણાવી દેશે. પછી પોલીસ કેસ કરશે અને તેના બોસને સજા અપાવશે. આ બધું વિચારીને ઇન્ડિયા આવી રહી હતી પરંતુ એને ક્યાં ખબર હતી કે તુષાર એને હંમેશને માટે ભૂલી ગયો છે. તેના સાસુ – સસરા માટે એ મરી પરવાળી છે. એની પાસે ફોન પણ ના હતો પરંતુ તેને વિચાર્યું કે જે દિવસે હું જઈશ ત્યારે રૂબરૂ વાત કરીશ. ત્યાં સુધી કંઈ પણ વાત કરવી નથી. કારણ કે જો હું કોઈના ફોન પરથી કંઈ પણ જણાવીશ તો એ લોકો મારી પર વિશ્વાસ કરશે નહીં એમ વિચારી એણે ફોન પણ કર્યો નહોતો.

રોહને બધી જ તૈયારી કરી અને કહ્યું કે આવતીકાલે તમારે ઇન્ડિયા જવાની સગવડ થઈ ગઈ છે. તમારો પાસપોર્ટ ને બધું તમે તૈયાર રાખજો.
સુધા ખુબ જ ખુશ થઇ ગઈ. મનમાં વિચારતી હતી કે હું ઘણા ટાઇમ પછી મારા બંને બાળકો પાસે જઈ શકીશ. મારા પતિ તુષારના પ્રેમને પામી શકીશ એમ વિચારીને રોહનનો આભાર માન્યો.

સુધાને ઇન્ડિયા જવા માટે રોહન એરપોર્ટ સુધી મુકવા આવ્યો. સુધાએ તેનો ખૂબ જ આભાર માન્યો. ખરેખર તમે મારી ખૂબ જ સેવા કરી છે અને મદદ પણ કરી છે. તમારો ખુબ  આભાર માનું છું. એક ભારતના નાગરિક તરીકે તમે મને બચાવી પણ લીધી છે એટલે દિલથી તમારો આભાર એમ કહીને તે પ્લેનમાં બેસી ગઈ અને એ ઇન્ડિયા આવવા માટે નીકળી ગઈ.

રોહન ભગવાનને મનોમન પ્રાર્થના કરતો હતો તે હે ભગવાન, આ નારીને તું ખુશ રાખજે અને એના ઘરના લોકો તેને અપનાવી લે. બસ… એનાથી વધુ કંઈ માંગતો નથી એમ કહીને એ પોતાના ઘરે પાછો વળી ગયો.
સુધા પ્લેનમાં બેસી ગઈ અને એની બાજુમાં જ એક રીના કરીને ઈન્ડિયાની એક સ્ત્રી પણ બાજુમાં બેઠી. એ પણ જોબના કામ માટે ફોરેનમાં આવી હતી અને હવે પરત ઇન્ડિયા જઈ રહી હતી. બંને બાજુમાં જ હતા.

સૌ પ્રથમ તો બંને ચૂપ રહ્યા હતા. કારણ કે બંને એકબીજાથી અજાણ હતા પરંતુ સુધાની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા.
રીનાએ પૂછ્યું કે કેમ તમે અચાનક જ આંખમાંથી આંસુ વહેવાના શરૂ કર્યા છે? શું કંઈ તકલીફ છે? તમે ઇન્ડિયામાં રહો છો અને તમારું કોઇ સ્વજન યાદ આવી રહ્યું છે તો આટલું બધું રડી રહ્યા છો.. એને પાણી પોતાની બોટલમાંથી આપ્યું અને કહ્યું કે આ ફોરેન નથી આપણે આપણા દેશમાં જઈએ છીએ એટલે ખુશ થવું જોઈએ. સુધા ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી કારણ કે એનું હૃદય ખૂબ જ ભરાઈ ગયું હતું. પોતાની આપવીતી કોઈને કહી શકે એમ ન હતી.

રીનાએ  કહ્યું : તમે મને બધી જ વાત કરી શકો છો. તમારું મન મારી જોડે હળવું કરી શકો છો. હું મારી જાતને ધન્યવાદને પાત્ર માનીશ.
સુધાએ કહ્યું : હું તમારી જેમ એક કંપનીમાં જોબ કરતી હતી. તો મારી સાથે એટલો મોટો વિશ્વાસઘાત થઈ ગયો કે હું અત્યારે નદીના બે કિનારા તરફ હોય એવું લાગી રહ્યું છે. આજે તો હું ઇન્ડિયામાં જઈશ મારા પતિને વાત કરીશ, મારા સાસુ – સસરા મને અપનાવશે કે નહીં એ મને ખબર નથી. મારા પતિ પર તો મને વિશ્વાસ એ  મને હર હાલતમાં સ્વીકારશે. એના કારણે મારી અંદરનો આત્મા રડી રહ્યો છે.

રીનાએ કહ્યું : તમે મને માંડીને બધી વાત કરો તો ખબર પડે કે તમારી સાથે શું તકલીફ થઈ છે. તમારી આપવીતી સાંભળવા હું માગું છું.
સુધાએ કહ્યું : તો સાંભળો રીનાબેન. હું અહીંયા બોસ સાથે કંપનીના કામે અહીં આવી હતી. અહીં જે પ્રોજેક્ટ માટે હું આવી હતી તે પ્રોજેક્ટ માટે જે લોકો આવ્યા હતા તેમને મારા બોસે મને સોંપી દીધી. મારી સાથે બળાત્કાર થઈ ગયો. એના પછી મને એક રૂમમાં પૂરી રાખી હતી અને નવા કંપનીના લોકોને મારા પાસે મોકલતા ત્યાં ફરી ફરી મારો બળાત્કાર થતો હતો.

ખૂબ જ તૂટી ગઈ હતી પરંતુ મારી હિંમતથી રોહન નામના યુવકે મને બચાવી હતી. મારી દવા પણ તેને કરી. મેં મારા ઘરે હજુ સુધી કંઈ જણાવ્યું નથી .જે દિવસે મારે ઘરે ઇન્ડિયા નીકળવાની તૈયારી કરી રહી હતી તે જ દિવસે મારી સાથે આ બન્યું હતું. તુષાર મારી એરપોર્ટ પર રાહ જોતો હશે. બિચારો નિરાશ થયો હશે પરંતુ હવે એ લોકો શું વિચારી રહ્યા છે એ મને ખબર નથી અને કંપનીના બોસે ત્યાં શું કહ્યું હશે તે પણ મને ખબર નથી. મને તુષાર પર વિશ્વાસ છે કે મને બધી વાત કરીશ તો મને સમજી શકશે અને અપનાવી પણ લેશે.

રીના એ કહ્યું : તે મને તારી આપવીતી કહીને તારું મન તો હળવું કર્યું છે પરંતુ સુધા એક વસ્તુ સત્ય છે કે પુરુષ ગમે તે કરે તો તેને સમાજ કંઈ પણ કહેતો નથી. પુરુષને ગમે એટલી સ્રી સાથે લગ્ન કરી શકે છે. ગમે ત્યાં હરી ફરી શકે છે. પુરુષને તાબાના લોટાની ઉપમા આપવામાં આવી છે જેને ક્યારેય કાટ ના લાગે એ ઘસીને ઉજળુ કરી નાખે એટલે એ ના સાથે  સરખામણી સમાજમાં એક માન્યતા છે પરંતુ સ્ત્રીઓને તો કોઈ પણ હાલતમાં સ્વીકારવામાં લોકો વાર કરે છે. મને લાગતું નથી કે ઇન્ડિયામાં તારા સાસુ – સસરા કે તારો પતિ તને અપનાવી શકે કારણ કે જે રીતે મેં અનુભવ જાણ્યા અને મેળવ્યા છે તે રીતે તો હું જાણી શકું છું કે સ્ત્રી પર બળાત્કાર થાય ત્યારે તે ક્યાંયની પણ રહેતી નથી. એની જિંદગી હંમેશને માટે  શૂન્ય બની જાય છે. એ પોતાની જાતને પોતે બચાવે તો ઠીક છે નહીંતર સમાજના લોકો તો એને માનસિક ત્રાસ આપીને માનસિક બળાત્કાર કરતા હોય છે એટલે તારે હિંમત રાખીને તારા ઘરમાં પ્રવેશ કરવો જોઇશે કદાચ એ તને પણ ના અપનાવે તો…

સુધાએ કહ્યું :  રીનાબેન તમારી વાત સાચી છે. પરંતુ મારા ઘરના લોકો સમજુ છે અને મારો પતિ પણ ભણેલો છે એટલે એ મને સમજવાનો પ્રયત્ન કરશે અને મેં જાતે કોઈ ગુનો કર્યો નથી. મારી સાથે એક ભયાનક એકસીડન્ટ થયો છે. એમાં મારો કોઈ વાંક નથી લાગતો. વાંક તો કંપનીના બોસનો છે કે જેને મારી જિંદગીને નર્ક બનાવી દીધી છે.

રીના એ કહ્યું : સુધા તારી વાતને સમજી શકું છું પરંતુ ઇન્ડિયામાં લોકો ભલે બધા બહારથી સુધરેલા દેખાતા હોય, વાતો મોટી, મોટી કરતા હોય, છાપામાં આવતા આલેખનને વાંચીને કહેતા હોય કે આ સ્ત્રી પર ખરેખર ખૂબ જ અત્યાચાર થયો છે. આ લોકોને મોટામાં મોટી સજા થવી જોઈએ અને છેલ્લે આખરે એવું જ કહેતા હોય છે કે એ સ્ત્રીનો વાંક હશે નહીંતર આવું  થાય જ નહિંં. મેં ઘણું બધું અનુભવ્યું છે અને વાંચ્યું પણ છે એટલે તને કહું છું કે તું ખૂબ જ સમજી વિચારીને પગલું ભરીને જાય તો સારી વાત છે. તું ધારે એટલી સહેલી વસ્તુ  તારી જિંદગીમાં નથી. મને ખબર છે કે તારી માટે લોકો શું બોલશે.

કેટલા બધા વાક્યો કે તું  સહન નહિં કરી શકે. જીવતા મરી જઈશ. તારા પરિવાર માટે તે ઘણું બધું કર્યું છે પરંતુ તારી જિંદગી આજે દાવ પર લાગી ગઈ છે. હવે તું સમજી વિચારીને તારા ઘરે જા અને તારા સાસુ, સસરા અને પતિને વાત કરજે અને જો એ લોકો કંઇ પણ માને નહીં તો હું મારું કાર્ડ તને આપું છું. તું મારા ઘરે બિંદાસ આવી શકે છે. હું તને પૂરેપૂરી મદદ કરવા માટે તૈયાર છું. એક કંપનીમાં જ જોબ કરું છું. તારી જરુર મદદ કરીશ. વધુ  આગળ ભાગ..5

આ પણ વાંચો…About Tears: આંસુની કેવી પરિભાષા…?

Whatsapp Join Banner Guj

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *