shaimee oza part 15

Urja na jivan (part-15)ઉર્જાના જીવનમાં આવેલો ઝંઝાવાત…

Urja na jivan (part-15) પ્રકરણ:15.ઉર્જાના જીવનમાં આવેલો ઝંઝાવાત…

Urja na jivan (part-15): અંજનાબહેન હોસ્પિટલથી ઘરે આવ્યા.”મમ્મી પ્રણયને કેમ છે,હવે સારું તો થઈ જશે ને એમને??”આટલું પુછતાની સાથે ઉર્જા ઠંડી પડી ગયેલી,તેના અવાજમાં ભીનાશ હતી,જે તેને સાસુમાના ખોળે માથું મૂકી મનમૂકી રડીને હળવી કરી દીધી હતી.તુટીને ઢગલો થયેલી
ઉર્જાને અંજનાબહેન  આશ્વાસન આપી જમાડી રહ્યા હતા.

          “સૌ સારા વાના થઈ જશે,ચાલ કંઈ ખાઈ લે બચ્ચા.”મમ્મીની ચાલતી વાતમાં સંજના પણ જોડાઈ જાય છે.ચાલો ભાભી જમી લો,તમને મારા સમ છે,સાસુમા અને નણંદનું માન રાખી ઉર્જાએ જમી લીધું.
         પ્રણયને ખોઈ બેસવાનો ડર હવે તેને અંદરથી કોરી ખાતો હતો.ભગવાન તેની આ અરજી સાંભળશે કે કેમ એ વાતની શ્રદ્ધા લગભગ ડગી ગયેલી.
          અંજનાબહેન પણ ખૂબ ચિંતામાં ડૂબેલા હતાં,મનમાં એક વાત રટી નિ:શાસો નાંખી રહ્યા હતાં.”

     ન જાણે આ ઘરને કોની નજર લાગી ગયેલી?”પ્રણય સાજો થાય તે માટે આકરી બાધા પણ રાખી.ડોક્ટરે પણ લગભગ હાથ ઉંચા કરી દીધેલા,આ વાત અંજનાબહેન મનમાં ને મનમાં વાગોળી દુઃખમાં ડૂબ્યા રહેતા,પરંતુ આકરી બાધા તેમની નિરાશામાં આશારૂપ સાબિત થયેલી.આ વાતને અઠવાડિયું થઈ ગયું.પ્રણયની તબિયતમાં થોડો સુધારો આવવા લાગ્યો.ડોક્ટરને વિનંતીપૂર્વક કહ્યું”સિંહા સાહેબ અમે શું દર્દીને ઘરે લઈ જઈ શકીએ.”

       ડોક્ટરે અચકાતા કહ્યું દર્દીને અહીં થોડો સમય રહેવા દો,અમારે થોડા રિપોર્ટ કરવાના છે,અમદાવાદથી અમારા સિનિયર ડોક્ટર સાહેબ આવશે પછી અમે પેશન્ટને રજા આપી શકીએ ચાર પાંચ દિવસ તો ખરા જ.”
         
           પરંતુ અંજનાબહેનનું મન ન માન્યું તેઓ જીદ્દ કરી પ્રણયને ઘરે લઈ ગયા.ડોક્ટરે પણ બહુ રોક્યા પણ તેઓ કંઈ સાંભળવાના મૂડમાં જ નોહતા,ડોક્ટરની વાતને અવગણી તેમના ઉપરવટ
જઈ અંજનાબહેન પ્રણયને ઘરે લઈ હતી.પ્રણયને ઘરમાં જોઈ ઉર્જાના હૈયે હરખ નોહતો સમાતો.ઉર્જા પ્રણયના ચરણ સ્પર્શ કરી ભેટી પડી.

           બંન્ને પતિ પત્ની વચ્ચે આંખોથી વાર્તાલાપ થતો હતો,બંન્નેની આંખમાં ખુશીના આંસુ છલકાઈ રહ્યા હતા.બે દિવસ પ્રણયની તબિયતનો આવતો સુધાર જોઈ પરિવારની ખુશીનો કોઈ પાર નોહતો.
              અંજનાબહેને હરખાઈ કહ્યું,”આજે તો પ્રણયને ભાવતી ડીશ બનશે,મારો દિકરો કેટલા દિવસે ઘરે આવ્યો છે.”ઉર્જા પણ સાસુમાની વાતમાં માથુ ધૂણાવી સાદ પુરાવી રહી હતી.
          
         પરિવારના સૌ સભ્યો ક્ષણિક ખુશી જોઈ,સૌ હરખાઈ ગયા,ઉર્જા પ્રણયની સેવા કરતી હતી.પ્રણયને મનોમન ચાહવા જ લાગેલી.સુની જીંદગીમાં પ્રેમરૂપી રંગ વધુ પ્રસરે
તે પહેલા જ ઉર્જાને વિધાતાની કારમી મજાકના શિકાર થવું પડ્યું.શનિવારની એ કારમી રાત હતી.પ્રણયની અચાનક તબિયત લથડી,ઘરગથ્થું ખુબ ઉપાય કર્યા પરંતુ પરિસ્થિતિ હાથ બહાર ગઈ,જમવાનું પચે નહીં,ખિલખિલાટ કરી પરિવાર ને ગુંજાવી દેતો એ પ્રણય આજે જીવન મોત વચ્ચે ઝઝૂમી રહ્યો હતો.આજે સૌ કોઈ પ્રણયની સારી હેલ્થ માટે પ્રાર્થના કરતા હતાં,પણ બધું વ્યર્થ.તેને અચાનક લોહીની વામિટ થઈ,ઉર્જા આ જોઈ ભયભીત થઈ ગઈ,
ઝેરી કમળાએ ફરી ઉથલો માર્યો.શરૂઆતમાં કંઈ ખબર ન પડી.પરંતુ આ હાલત પ્રણયની પણ સહનશક્તિ બહારની થઈ ગઈ.

        અંજનાબહેન પણ રડી રડી બેહાલ થઈ ગયેલા.
તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો,ડોક્ટરે ભયભીત અવાજે કહ્યું… “સોરી…હવે આ અમારા હાથની બહાર છે,આ પરિસ્થિતિ,અમે તમને કહેલું પણ તમે બહેન એકના બે ન થયા.હવે અમે પણ કશું કરી શકીએ તેમ નથી.”ડોક્ટર સામે ઉર્જા પણ ખોળો પાથરી પ્રણયનો જીવ બચાવા માટે આજીજી કરતા કહ્યું ડોક્ટર મમ્મીની ભૂલ બદલ હું માફી માંગું છું,પણ આનો કંઈક તો ઉપાય હશે ને?”

      ડોક્ટરે પ્રેમથી ઉર્જાને સમજાવતાં કહ્યું બહેન હું સમજી શકું છું,તમારા મનની હાલત,પણ તમારે મજબૂત થવું જ રહ્યું.”વધુમાં રડતી ઉર્જાને ડોક્ટરે ભયભીત અવાજે કહ્યું”બહેન તમારી મમ્મીને અમે હાથ જોડીને વિનંતી કરેલી પરંતુ એકના બે ન થયા,જ્યારે લક્ષણો ખબર પડે તેવું તરત સજાગ થવું જોઈતુ હતું,હવે
કમળો આખાય શરીરમાં પ્રસરી ગયો,અને હવે તમે આવો છો કેટલા બે જવાબદાર છો તમે લોકો?હવે આ પરિસ્થિતિમાં અમે કશું જ કરી શકીએ એમ નથી,શક્ય હોય તો માફ કરજો.
અચાનક,પ્રણયનો દમ ઘૂંટવવા લાગ્યો.તડફડતા પ્રણયના શરીરે પ્રાણ ક્યારે છોડી દીધા એની ખબર જ ન રહી,ઉર્જા પોતાની જાત પર કંટ્રોલ રાખે તે શક્ય નોહતુ,પરંતુ સાસુમાને સંભાળવા જ રહ્યા.
          
      ડોક્ટરે હાથ જોડી વિનંતી કરતાં કહ્યું,”બહેન અહીં શોર ન મચાવતા કોઈ બીજા દર્દીઓ પણ છે.તેમને પણ તકલીફ પડશે તો બહેન પોતાની જાતને સંભાળજો,
લાશ પોસ્ટમોર્ટમ થઈ તમારા ઘરે પહોંચી જશે.”આટલું કહીને ડોક્ટર બીજા દર્દીની તપાસ માટે ચાલ્યા ગયા.         

વધુ ભાગ-16 આગળ…..
શૈમી ઓઝા “લફઝ”

આ પણ વાંચો… A love story of Raj and Nargis: લેડીન ઈન વ્હાઇટ- નરગિસ

Gujarati banner 01

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *