Garib kalyan melo 2

Garib kalyan melo: ગરીબ કલ્યાણ મેળામાં આપવામાં આવતી સહાય રાજ્યના દીન ભગીની-બંધુઓને આત્મનિર્ભર બનાવે છે: આરોગ્ય મંત્રી

Garib kalyan melo: અમદાવાદ શહેરી ગરીબ કલ્યાણ મેળામાં દરીદ્રનારાયણને વિવિધ સહાયથી લાભાન્વિત કરતા આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ

  • તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ સરકારી તિજોરીનો પૈસો રાજ્યના ગરીબ અને વંચિતોના ઉત્કર્ષ માટે પહોંચાડવાના હાથ ધરેલા સત્કાર્યને “ટીમ ભૂપેન્દ્ર પટેલ” આગળ ધપાવી રહી છે
  • રાજ્યમાં આયોજીત થતા ગરીબ કલ્યાણ મેળા ખરા અર્થમાં ગરીબી દૂર કરવા માટેના પ્રયાસ છે
  • અમદાવાદ શહેરી ગરીબ કલ્યાણ મેળામાં ૨૯૦૦ જેટલા લાભાર્થીઓને અંદાજીત ૩.૬૮ કરોડના રકમની વિવિધ સહાય હાથો હાથ આપવામાં આવી

અહેવાલ: અમિતસિંહ ચૌહાણ
અમદાવાદ, 25 ફેબ્રુઆરી:
Garib kalyan melo: રાજ્યના આરોગ્ય અને અમદાવાદ જિલ્લાના પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, ગરીબ કલ્યાણ મેળામાં આપવામાં આવતી સહાય ખરા અર્થમાં રાજ્યના દીન ભગીની-બંધુઓને સશક્ત, સક્ષમ અને આત્મનિર્ભર બનાવે છે. અમદાવાદ શહેરી ગરીબ કલ્યાણ મેળામાં મંત્રી ઋષિકેશ પટેલે ઉપસ્થિત રહીને શહેરના દીન બંધુ-ભગીનીઓને વિવિધ સહાયથી લાભાન્વિત કર્યા હતા.

દરીદ્રનારાયણને વિવિધ સરકારી સહાય આપતા મંત્રી એ કહ્યું કે, સરકારી તિજોરીનો પૈસો રાજ્યના ગરીબ-વંચિતોના ઉત્કર્ષ માટે પહોંચાડવાનું સત્કાર્ય તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ હાથ ધર્યું હતું જેને “ટીમ ભૂપેન્દ્ર પટેલ” આગળ ધપાવી રહી છે. ગરીબ કલ્યાણ મેળામાં મળનારી વિવિધ કીટ અને સહાયની ભેંટ રાજ્યના ગરીબજનને સ્વમાનભેર જીવતા શિખવાડી આત્મનિર્ભર બનાવે છે તેવો ભાવ મંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો.

Garib kalyan melo ahmedabad

મંત્રી જણાવ્યું કે, દેશમાં દાયકાઓ પહેલા ગરીબી હટાવોનો નારો આપવામાં આવ્યો હતો. પરંતુ દેશમાં ખરા અર્થમાં ગરીબી હટાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા ન હતા. ગુજરાત રાજ્યમાં ૧૯૯૫ અને ખાસ કરી નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી બન્યા પછી રાજ્યમાં ગરીબ અને વંચિતોના ઉત્થાન માટે અનેકવિધ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. ગરીબ કલ્યાણ મેળામાં આજ દિન સુધી લાભાન્વિત થયેલ 1.47 કરોડ દીન બંધુ-ભગીનીઓની સાફલ્ય ગાથાઓ તેની પ્રતીતિ કરાવે છે.

ભૂતકાળની સરકારમાં યોજનાઓ બનતી પરંતુ તેની અમલવારી કાગળ સુધી જ સિમિત રહી જતી હતી. નરેન્દ્ર ભાઈ મોદીના મુખ્યમંત્રી પદના કાર્યકાળ દરમિયાન વર્ષ ૨૦૦૯ થી યોજનાકીય લાભો કોઈપણ વચેટિયા વગર સીધેસીધી ગરીબ અને વંચિતોના સુધી પહોંચાડવા માટે ગરીબ કલ્યાણ મેળાના સેવાયજ્ઞ આદરવામાં આવ્યો. જેની ફળશ્રુતિ સ્વરૂપ ગરીબ કલ્યાણ મેળાના ૧૨માં તબક્કાનો પ્રારંભ થયો છે. અત્યાર સુધીમાં ૧૫૩૦ જેટલા ગરીબ કલ્યાણ મેળામાં ૧.૪૭ કરોડ લાભાર્થીઓ ૨૬ કરોડની રકમ ના લાભો મેળવીને સશક્ત બન્યાં છે.

આ પણ વાંચો…Bhavnath fair start in Junagadh: આજથી જૂનાગઢમાં શિવરાત્રિના મેળાનો પ્રારંભ

ગરીબ કલ્યાણ મેળામાં આપવામાં આવતી સહાય ગરીબજન જે પરિસ્થિતિમાં છે તેનાથી પણ વધુ વિકસિત બનાવવાની દિશામાં પ્રયત્નો હાથ ધરવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મુખ્યમંત્રી પદના કાર્યકાળ દરમિયાન ગુજરાતમાં આરોગ્યલક્ષી મા અને મા વાત્સલ્ય યોજના શરૂ કરી હતી . વડાપ્રધાન બન્યા બાદ દેશભરમાં તેઓએ પ્રધાનમંત્રી જન આરોગ્ય આયુષ્યમાન યોજના અમલી બનાવી છે. જેણે સમગ્ર વિશ્વમાં આરોગ્યલક્ષી સેવાઓમાં ઉત્કૃષ્ટ ઉદાહરણ પ્રસ્થાપિત કર્યુ છે. રાજ્યના કોઇપણ નાગરીકને અચાનક આવી પડેલી બિમારીના સારવાર ખર્ચના કારણે પોતાની જિંદગીભરની બચત સારવાર ખર્ચમાં ઉપયોગ કરીને દેવાદાર ન બનવું પડે તે માટે પ્રધાનમંત્રી જન આરોગ્ય આયુષ્માન યોજના અતિ મહત્વની છે.

Garib Kalyan Melo health minister Rishikesh Patel

આ પ્રસંગે મંત્રી એ રાજ્યના તમામ ઘરોમાં નવેમ્બર મહિના સુધીમાં નળ થી જળ પહોંચાડવા સરકાર કટિબદ્ધ છે હોવાનું પણ જણાવ્યું હતુ.
યુક્રેન અને રશિયાની પ્રવર્તમાન સ્થિતિ અંગે મંત્રી એ કહ્યું કે : યુક્રેન અને રશિયાની સ્થિતિમાં યુક્રેનના આગેવાનોએ પણ કહેવું પડે છે કે, આ પરિસ્થિતિમાં પુતિનને સમજાવીને મઘ્યસ્થી કરાવી શકે તે માત્ર ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ છે.આ સંદર્ભ દર્શાવે છે કે,ભારત વિકાસશીલ નહીં પરંતુ વિકસીત દેશની હરોળમાં દોટ માંડીને વૈશ્વિક નેતૃત્વ કરવા સક્ષમ છે.

મંત્રી અમદાવાદ શહેરી ગરીબ કલ્યાણ મેળામાં વિવિધ યોજનાકીય લાભ મેળવીને લાભાન્વિત થનારા તમામ દીન ભગીની-બંધુઓને સહાયનો અસરકારક ઉપયોગ કરીને પગભર થઇ આત્મનિર્ભર બનવા માટે આહવાન કર્યુ હતુ. આ પ્રસંગે અગાઉ અમદાવાદ શહેરના વિવિધ ગરીબ કલ્યાણ મેળામાં મહિલા ઉત્કર્ષ યોજના, સાધન સહાય યોજના, સંત સૂરદાસ યોજના, પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ યોજના અંતર્ગત લાભ મેળવીને સંપન્ન બનેલા લાભાર્થીઓને લોકસમક્ષ પોતાના પ્રતિભાવો રજૂ કરીને અન્યોને પ્રોત્સાહિત કર્યા હતા.

અમદાવાદ શહેરી ગરીબ કલ્યાણ મેળામાં ૨૯૦૦ જેટલા લાભાર્થીઓને અંદાજીત ૩.૬૮ કરોડના રકમની વિવિધ સહાય હાથો હાથ આપવામાં આવી છે. અમદાવાદ શહેરી ગરીબ કલ્યાણ મેળામાં અમદાવાદ શહેર મેયર કિરિટભાઇ પરમાર, રાજ્યસભા સાસંદ નરહરિભાઇ અમીન, પૂર્વ ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા, ધારાસભ્ય સર્વ બાબુભાઇ પટેલ, સુરેશ પટેલ, રાકેશ શાહ,બલરામભાઇ થાવાણી, ડેપ્યુટી મેયર ગીતાબેન પટેલ, સ્ટેન્ડિંગ કમીટી ચેરમેન હિતેશ બારોટ, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર લોચન શહેરા સહિત મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Gujarati banner 01