Urja part 17

Urja part-17: ઉર્જાનું અકાળ વિધવા થવું…..

Urja part-17: પ્રકરણ:17.ઉર્જાનું અકાળ વિધવા થવું…..

Urja part-17: આ વાતને વીસેક દિવસ થયા.મામાના ઘરેથી સંજના પરત આવી.પણ ભાઈની નિર્દોષ તસ્વીર જોતાં તે રડી પડી.પારિતોષભાઈ તેને શાંત રાખવાનો ખુબ પ્રયાસ કરે છે, પરંતુ તે પણ હારી જાય છે. અંજનાબહેન કંઈ બોલવાની હાલતમાં નથી,ઉર્જા ગૂમસૂમ થઈ પોતાની જાતને રૂમમાં બંધ કરી રાખે છે.
         પારિતોષભાઈ અને અંજનાબહેન દિકરાના અસ્થિ વિસર્જનની તૈયારી કરતાં હતા.ત્યાં સંજના આવી પહોંચી.
તે ગંભીરતાપુર્વક કહે”મમ્મી પપ્પા એક વાત મારે તમને કહેવી છે.”
         પારિતોષભાઈએ કહ્યું,”બોલને બેટા શું કહેવું છે તારે?”

  પપ્પા મારે એમ.બી.બી.એસ.કરવા
માટે હોસ્ટેલમાં જઉ છે,તો પપ્પા તમારી ઈજાજત જોઈએ.”

       પારિતોષભાઈએ કંઈ જવાબ ન આપ્યો.તે દિકરાના અસ્તિવિસર્જનની તૈયારીમાં લાગી ગયા.

        મૃત પ્રણયની અસ્થીનું વિસર્જન કરી તેઓ ઘરે આવ્યા.તેઓ પોતાની ઓફિસમાં જવા તૈયાર થઈ ગયા.”સાંજે વાત કરીએ સંજના દિકરા,ચાલ જય શ્રી કૃષ્ણ…”હવે…ઉર્જા ઘરના સફાઈકામમાં લાગી ગઈ.

      સંજના લાગણીશીલ,
સમજદાર યુવતી હતી,તે પોતાના પરિવારની માનસિક સ્થિતિ સારી રીતે જાણતી હતી.તે મમ્મી પપ્પાના વિરુદ્ધ જઈ કોઇ ફેસલો લેવા નોહતી માંગતી.

       સાંજે પારિતોષભાઈ ઘરે આવ્યા સંજનાએ પોતાની વાત રજુ કરી.પપ્પાએ હોસ્ટેલમાં જવાની પરમિશન આપી દીધી.સંજનાના ચહેરા પર ખુશીની લહેરખી આવી.
અંજનાબહેન અને પારિતોષભાઈએ પોતાની વ્હાલસોયી દિકરી સંજના માટે પોતાના દુઃખને વિસરી ગયા હતા.

             સંજના સામાન પેક કરી રહી હતી.

દિકરીને હોસ્ટેલમાં મૂકતા પહેલાં પારિતોષભાઈએ તેને કહેલું”દિકરા મન લગાડી ભણજે,ઘરની ચિંતા ન કરતી.”મંજીલ તારી રાહ જોઇ રહી છે.”આટલું કહીને પારિતોષભાઈએ સંજનાને હિંમત આપી.
        સંજનાના હોસ્ટેલ ગયા બાદ ઘર સાવ સુનુ જ થઈ ગયું.અંજનાબહેનનું ઘર હવે ખંડેર સમાન થઈ ગયેલું.ઘરમાં ન કંઈ બોલે ચાલે સૌ પોતાના કામમાં પરોવાઈ ગયેલા.

જે આવે તેને ‘પ્રણયની મૃત્યુ’વૃતાંત કહી શૌક મનાવવાનો,તેની આજ નિયતિ છે,તેવું તેને વારંવાર જતાવવામા આવતું હતું.
પ્રણયના ગયા પછી ઉર્જા સાવ વિખરાઈ ગયેલી,તેને પોતાની જાતને પોતાના રૂમમાં જ બંધ રાખતી.હવે તો આંસુ પણ સુકાઈ ગયેલા.એમાં આવા રિવાજો ડાઝ્યા પર ડામ આપવાનું કામ કરી રહ્યા હતા.
        સાસરીમાં એવો રિવાજ હતો કે’ઉર્જાને રસોડામાં અડકવુ નહીં,બે મહિના સૂધી ઘરની બહાર ન નિકળવું.તેને ઘૂંઘટો તાણવો.તેનું કોઈ મોઢું જોવાય તૈયાર નોહતુ,
હવે તો તેને પણ પોતાની જાતને અરીસામાં જોતા ભય સતાવતો’,જે આવે બસ તેની સામે બિચારાપણુ જતાવી રડ્યા કરતું,તેને આ વાત અકડાઈ મૂકતી,પણ આ સાસરી છે,ત્યાના રિવાજોને આધીન રહેવું જ રહ્યું.

મૃત પ્રણય પાછળની તમામ વિધિઓ પૂર્ણ થઈ ગઈ.
         ઊર્જાના મમ્મી પપ્પા તેને પિયર તેડવા આવ્યા,
બીનાબહેન કહે”બેટા ઉર્જા જે બનવાનું હતું તે બની ગયું,એને તો આપણે બદલી નહીં શકીએ,તુ આમ ક્યાં સુધી શોક મનાવે,ચાલ આપણા ઘરે.”ત્યાં જ દાદી ગોદાવરી એ ટાપસી પુરતાં કહ્યું”ક્યાય એ નહીં આવે આપણી સાથે સારુ હોય કે ખોટું એનુ કરમ…આપણે શું આને આખી જિંદગી વેઢાળવાની…!!બીનાવહુ…મેં તમને કહ્યું ને ચાલો અહીંથી….
બીનાબહેન કહી બોલે એ પહેલાં જ ગોદાવરી બા એ ઘાંટો પાડી કહ્યું”તમને એકવાર કહે સમજ નથી આવતું ચાલ અહીંથી…

      મેં તો તને પહેલાં જ કહેલું કે તારી છોડી ભમરાળી સ…પણ…તારે મારી વાત મો’નવી હોય તો ન…ખબરદાર…આ…કરમફૂટેલીને ઘરમાં લાવી સ…
તો…આતો આપણાં ઘરને પણ સ્મશાનમાં ફેરવી નોખશે…”વધુમાં ગોદાવરી દાદી ઉર્જાને કોષતા કહે”અલી…મુઈ…કરમફૂટેલી…જમઈ જગ્યાએ તુ ચમ નો મરી…હાય…હાય…ભૂડી….તન શું અમાર ઘરે લઈ જઈ ગુડવી સ….છોડી તો હાહરામા નામ કાઢે પણ તે તો અમારી આબરૂ કાઢી અંજનાબહેન પણ શું વિચાર’તૉ હશે…”કે આ કેવી છોડી અમારા ઘરમાં આવી જેને અમારા ઘરનું નખ્ખોદ વાળી દીધું…આ વાત સાંભળી ઉર્જા તો માનો કે ડઘાઇ જ ગઈ.
            તે કંઈ બોલે તે પહેલાં જ દાદીએ કહ્યું,અરે…..કહું છું મૂંગી મર…
         ઉર્જા પોતાની જાતને મજબૂત કરે ત્યાં તો દાદીએ ઝેર ઓંકયુ.દિલીપ ભાઈ અને બીનાબહેન દિકરીને સાંત્વના આપી રહ્યા હતા.

        દિલીપભાઈ પોતાના ગુસ્સાને ભીંસતા કહે,”બા શાંત થઈ જાવ આ આપણું ઘર નથી દિકરીનુ સાસરુ છે,મા થોડી સભ્યતા રાખ બોલવામાં તને દેખાતુ નથી કે.કુમાર ના ગયા પછી આપણી દિકરી સાવ અટૂલી થઈ ગઈ છે, એને હિંમત ન આપ તો કંઈ નહીં પણ આવી આકરી વાણી ન ઉચ્ચાર ભગવાન માટે  થઈ….”
આપણે ઘરે બેસીને વાત કરશું કે શું કરવું છે,તે મહેરબાની કરી અહીં તમારી સંતવાણી ન ઉચ્ચારો.”દિકરી તુ તો મારો હાવજ છે જે આમ હારી ન જાય ચાલ તુ રડ નહીં બેટા.”
       એ…દિલીપ તે આમ…કરી કરીને તો આને બગાડી છે,ખબર નહીં આપણા ઘરે આવી ન જાણે કોણે ભરખી જાશે…”
    
      તું અહીં જ મરજે ઘરે પગ નો મૂકતી…આટલું કહી ગોદાવરી દાદીએ ઘર તરફ મીટ માંડી”દિલીપભાઈ અને બીનાબહેન તેમની વ્હાલસોયી ઉર્જાનો આમ ભરજુવાનીમાં રંડાપો જોઈ મનમાં નિ:શાસો નાંખી રહ્યા હતા,પણ શું વળે તેમનું ઘર તેમના પરદાદાની મિલકત હોવાથી ગોદાવરી દાદીના નામ પર હતું દિલીપભાઈ અને બીનાબહેનને ગમે કે ન ગમે માનવી જ રહી આ વાત.

તેના પતિ પ્રણયના મૃત્યુ પાછળ ઉર્જા જવાબદાર છે તેવું તેને વારંવાર જતાવવામાં આવતું.ઉર્જા તેની દાદીને વડીલ સમજી અમાન્યા રાખતી,તે દાદી સામે નજર જોડી વાત પણ ન કરતી,પરંતુ આજે દાદીની વાતો તેને સર્પદંશની જેમ તેને પીડી રહી હતી.દિલીપભાઈ અને બીનાબહેન પણ ઘરે જવાની તૈયારી જ કરતાં હતા, ત્યાં જ ઉર્જાએ  મમ્મી પપ્પાને હિંમત આપતા કહ્યું”હું ઠીક છું તમે મારી નાહકની ચિંતા કરો છો,વિધાતાનો નિર્ણય છે,ગમે કે ન ગમે મારે વધાવવાનો જ છે,

મારો ને પ્રણયનો સાથ આટલો જ લખાયો હશે ત્યારે અમે આમ એકબીજા થી વિખુટા પડી ગયાં, આ હિંમતભર્યા શબ્દોની અંદર આસુઓ છૂપાયેલા હતાં.પપ્પા વાત દાદીની તો હું જાણું છું કે એમની પહેલેથી જ આદત છે આવુ બોલવાની,વધુ મા કહે પપ્પા અહીં મને પ્રણય સાથે વિતાવેલી એક એક ઘડીઓને યાદ કરી જીવી રહી છું,એ યાદે તો મને જીવાડી છે,અહીં મારા પ્રણયની યાદ છૂપાયેલી છે,મારે એજ યાદોના સહારે જીવવું છે,પપ્પા… હું આ ઘર છોડી નહીં આવું…શક્ય હોય તો મને માફ કરજો.”

(વધુમાં હવે આગળ) પ્રકરણ:18 ઉર્જાનું વૈધવ્યજીવન…ભાગ 1

આ પણ વાંચોIntajaar part-2: “ઇન્તજાર” રીના એની મિત્ર જુલી પાસે જઈને એ પોતે ખૂબ જ રડવા લાગી અને જૂલીએ એને આશ્વાસન આપ્યું અને કહ્યું કે…

Gujarati banner 01
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *