urja na laganPart 6

નવલકથા ઉર્જા: ભાગ-6 (Urjana lagn part-6)ઉર્જાના લગ્ન…

Urjana lagn part-6: પ્રકરણ:6 ઉર્જાના લગ્ન…

Urjana lagn part-6: બીનાબહેન દિકરીના નિર્ણયને સરાહના આપતાં કહે”દિકરી તુ સબંધ માટે માની ગઈ,આ જાણી હું અને તારા પપ્પા બહુ ખુશ છીએ,અને દાદીના તો હૈયે હરખ સમાવવાનુ નામ જ નથી લેતો.બીનાબહેન વધુમાં ઉર્જાને કહે”તું સારું થયું કે આ સબંધ માટે માની ગઈ,નહીં તો આટલો સારો છોકરો ચુકી જાત આપણે…મમ્મીની ચાલતી વાત કાપતાં ઉર્જા કહે”મમ્મી હવે તારું ‘સબંધ પૂરાણ’પુરુ થયું,અને થયું હોય તો હું હવે ઓફીસ જવા નિકળુ બોસ બહુ સારા છે,મારા નહીં તો બીજા હોય તો મને ક્યારેની ઓફિસમાંથી નિકાળી દીધી હોત.

અરે…મારી વાત તો સાંભળ….ઉર્જા….તારું ટિફિન રહી ગયું લે લેતી જા,વધુમાં બીનાબહેન કહે સાચવીને જાજે,આટલું કહી બીનાબહેન રસોડા ની સાફસફાઈમાં લાગી ગયાં,અને ગોદાવરીબેન ભગવાનની સેવા-પૂજા અને માળા કરવા લાગી ગયાં

 ઉર્જાએ ઓફિસમાં મન લગાઈ કામ કરવા લાગી,તે સ્ટાફમિત્રો સાથે ખુબ હળીમળી ગઈ.
બોસને પણ ઉર્જાનો સ્વભાવ અને કામ ખુબ ગમ્યું,બોસ ઉર્જાને ઉર્જા વચ્ચેના સબંધ બાપ દિકરી જેવા બની ગયા.

ઓફિસમાં આવે મહીનો થઈ ગયો. રવિવારનો દિવસ આવ્યો પ્રણવ અને અંજનાબહેન અને પારીતોષભાઈ ઉર્જાના ઘરે સગાઈ કરવા આવ્યા.ઉર્જા અને પ્રણયે એકબીજાને રીંગ પહેરાવી,બીનાબહેન અને અંજનાબહેન એકબીજાને મીઠાઈ ખવડાવી ભેટી પડ્યા. તો બીજી બાજુ દિલીપભાઈ અને પારીતોષભાઈ બેઉ એકબીજાને મીઠાઈ ખવડાવી ભેટી પડ્યા. ઉર્જા અને પ્રણયે ગોદાવરી બાના આશીર્વાદ લીધા.બંન્ને પરિવારો વચ્ચે મિત્રતાના સબંધોમાં બંધાઈ ગયા. આ વાતને વર્ષ વિતી ગયું. ઉર્જા તેની મહેનતથી એક પછી એક સફળતાના શીખરો સર કરતી ગઇ,ઉર્જા સૌની સ્ટાફમિત્રો અને બોસની લાડકી બની ગઈ.

દિવાળીનો તહેવાર આવ્યો લગ્નનુ મુહૂર્ત જોવાનું હોવાથી અંજનાબહેન અને પારીતોષભાઈ ઉર્જાના ઘરે આવ્યા. લગ્નના મુહૂર્ત જોવડાવ્યા પછી આજુબાજુ મિઠાઈ વેચી.સૌ ઉર્જા અને પ્રણયના લગ્નની આતુરતા પુર્વક રાહ જોઈ રહ્યા હતાં.

પ્રણય અને ઉર્જા પ્રસંગોપાત જ મળતા હતા,ઉર્જાને ફોન પર વાતો કરવી ઓછી ગમતી,એ વાત પ્રણય પણ જાણતો હતો,તે ઉર્જાની પસંદગીને માન આપતો યુવક હતો.એ તો વિચારોના વમળોમાં રમતી યુવતી હતી.

      મમ્મી પપ્પાની ખુશી ખાતર ઉર્જાએ પ્રણય જોડે સગાઈ તો કરી લીધી,તેનું મન હજી આવેગમાં જ હતું,તે આવેગ જેટલો પ્રેમ પ્રણયને કરી ન શકી.તેનું દિલ પ્રણયને અપનાવવા જ તૈયાર નોહતુ.પરંતુ પરિવારની ખુશી તેની પાસે અશક્ય કાર્ય કરવા માટે તેને મજબુર કરી રહી હતી.
  ઉર્જા અને પ્રણવના લગ્ન નજીક આવી રહ્યા હતા.તેમ તેમ ઉર્જાના પરિવાર ની ચિંતા વધવા લાગી.દિકરીના લગ્નમાં કોઇ કમી ન રહી જાય તેની પૂરી તૈયારી કરી રહ્યા હતા.

 બીનાબેન,અને ગોદાવરીબેન ઉર્જાની જ્વેલરી, કપડાં, કોસ્મેટિક વસ્તુ ખરીદવામાં, દિલીપભાઈ અને ઉર્જાના કાકા અંકેશભાઈ મંડપ ડેકોરેશન, રાત્રે રાસગરબાના ફંક્શનમા શું વ્યવસ્થા કરવી એની તૈયારી મા લાગી ગયેલા. દાદી ગોદાવરી બેન કોને આમંત્રણ આપવું ગ્રહશાંતીની પૂજા સામગ્રીની તૈયારીમાં લાગી ગયેલા. એ શુભ ઘડી આવી જ ગઈ,ઉર્જા અને પ્રણયના લગ્નને હવે માત્ર ના જ ગણતરી દિવસો બાકી રહ્યા હતાં.હવે ઉર્જા ને બહાર નિકળવાની પણ મનાઈ ફરમાવવામાં આવી.બ્યુટીપાર્લર વાળા પણ હોમ સર્વિસ આપે એવી વ્યવસ્થા કરવામાં આવી.ઘરનો આખોય નકશો બદલી નાંખવામાં આવ્યો,ઉર્જાનો મહેદી રશ્મ,હલ્દીરશમ,અને સંગીત રાસગરબા,ગ્રહ શાંતિની પૂજા માટે ડ્રેસની ખરીદી કરવામાં આવી.

       લગ્ન લખવાની વિધિ હોવાથી ઉર્જાના ઘરે જોરશોરથી તૈયારી ચાલી રહી હતી. લગ્ન પળો લઈ ઉર્જાનો કઝીન આર્જવ પ્રણયના ઘરે પહોંચ્યો,પ્રણવના પરિવારે તેનું દિલથી સ્વાગત કર્યું.બીજા દિવસે ગ્રહશાંતીની પૂજા હતી,તો બીનાબહેન અને દિલીપભાઈ પૂજામાં બેઠા,મહેંદીરશ્મ,હલ્દીરશમ,અને સંગીત સંધ્યા રશ્મમાં સૌએ ખુબ આનંદ કર્યો.દિલીપભાઈ અને બીનાબહેનની ઉર્જા માત્ર એકની એક દિકરી હતી,તેને ખુબ લાડકોડથી ઉછેરેલી,તેઓ દિકરીના લગ્નમાં કોઈ કસર છોડવા માગતા નોહતા, જમાઈ,વેવાઈ,વેવાણ અને તેમના સગાસંબંધીઓને સારી એવી પેરામણી કરવા માંગતા હતાં કે જેથી તેમની વ્હાલસોયી ઉર્જાને કોઈ મ્હેણુ ન દે.

જે દિવસની રાહ જોવાઈ રહી હતી,તે લગ્નનો દિવસ આજે હતો.ઉર્જાના કાકા અંકેશભાઈ,અને કાકી મોનિકાની ઈચ્છા હતી કે તેઓ ઉર્જાનું કન્યાદાન આપે.ઉર્જા કાકા અને કાકીની પણ લાડલી હતી.કાકા કાકીએ બે તોલાનુ ઉર્જાને સોનાનું ડોકિયું અને તોલાની વીંટી ચાંદીની પાયલ અને કંદોરો કરાવ્યો.ઉર્જા કાકા કાકીનો પ્રેમ જોઈ ખુશ થઈ ગઈ, અને થોડી ભાવુક પણ…

લગ્નની બધી જ રશ્મ રંગેચંગે પુરી થઈ ગઈ,જે રશ્મથી સૌના હૈયા ભરાઈ જાય તે વિદાયની રશ્મ આવી ત્યારે દાદી ગોદાવરીએ શીખામણોનો ઢગલો કરી દીધો,ઉર્જા દાદીની વાતનો હા મા પ્રત્યુત્તર આપતી હતી.બીનાબહેનને રડતાં જોઈ અંજનાબહેન બોલ્યા કે “બીના તારી છોકરી આજથી હવે મારી છોકરી છે તેને કોઈ તકલીફ નહીં પડે,તું શાંત થા,હું સમજું છું તારી હાલત.”દિલીપભાઈ પારીતોષભાઈ સામે હાથ જોડ્યા ત્યારે પારીતોષ ભાઈ એ હિંમત આપતાં કહ્યું”મારી દિકરીને મારા ઘરે લઈ જઈ રહ્યો છું, દિલીપ તુ આમ હાથ જોડી મને શરમ માં ન મુક.તુ અને ભાભી તબિયત સાચવજો.”

બીનાબહેન અને દિલીપભાઈ રડી રડીને બેહાલ થઈ ગયા.કાકા અંકેશભાઈ અને કાકી મોનિકાબહેન તેમને શાંત પાડી રહ્યા હતા. ઉર્જા મમ્મી પપ્પાને પોતાની યાદ તેના હાથના પંજા સ્વરૂપે આપી સાસરે ગઈ.દિલીપભાઈ અને બીનાબહેનના ઘરની રોનક ચાલી ગઈહોય તેવો આભાસ થતો હતો. ✍️ શૈમી ઓઝા “લફઝ”

વધુ ભાગ-7 આગળ…..

આ પણ વાંચો…નવલકથા; Sudhani jindagini safar part-4: સુધાની જિંદગીની સફર (ભાગ-4)

Whatsapp Join Banner Guj