Urvashi prajapati image 600x337 1

Varta; ek doso: વાર્તા; એક ડોસો હજી ડોસીને…

Varta; ek doso: આટલાં વર્ષોથી તું મને ગરમ રોટલી પીરસે છે……

Varta; ek doso: આજે પાછો વાળ આયો. તું રસોઈ સારી કરે છે પણ રોજ એમાંથી એક વાળ તો નીકળે જ છે.
એ તારું કોઈ સિક્રેટ છે કે શું?

તમને આ ઉંમરે પણ સફેદ દૂધ જેવાં ભાતમાં સફેદ વાળ દેખાઈ જાય છે. કંઈ વસ્તુ શોધવાની હોય તો દેખાતી નથી.
પડી ગયો હશે મારો વાળ વળી.
કાંપતા અવાજે રમાબેન બોલ્યાં ને ગરમાગરમ રોટલી લેતાં આવ્યાં.

આટલાં વર્ષોથી તું મને ગરમ રોટલી પીરસે છે.
પણ આજથી નહીં આપણે બે સાથે જમીશું.હવે રહ્યાં કેટલાં વષૅ?

કાંતિભાઈ એ કરચલીઓ વાળાં સાથે રમાબેનનો હાથ પકડી બેસાડ્યાં ને ધ્રૂજતા હાથે એક કોળિયો ખવડાવ્યો ને ગાવા લાગ્યાં,
કમાલ કરે છે,એક ડોસો હજી ડોસીને વ્હાલ કરે છે.

રમાબેનનાં કરચલીવાળા ગાલ પર શરમના શેરડા પડ્યાં ને બોખા મોઢામાંથી હાસ્ય નીકળી પડ્યું.

~~~~~~

આ પણ વાંચો…Cold Wave: રાજ્યનું સૌથી ઠંડુગાર બન્યું આ શહેર, આક્રમક બની રહેલી ઠંડીની જનજીવન ઉપર અસર વર્તાઇ રહી

Whatsapp Join Banner Guj