CM bhupendra patel at vaccine center

Corona booster dose: આજથી રાજ્યમાં કોરોના વેક્સિન નો પ્રિકોશન ડોઝ આપવાનો પ્રારંભ થયો

Corona booster dose: રાજ્યમાં ફ્રન્ટ લાઈન વર્કર્સ,હેલ્થ વર્કર્સ તથા 60 વર્ષથી વધુની આયુના અને અન્ય બીમારી ધરાવતા વયસ્કોને કોરોના વેક્સિન નો પ્રિકોશન ડોઝ આપવાનો

Corona booster dose: રાજ્યના અન્ય મહાનગરો ની સાથે જામનગરમાં પણ પ્રિકોશન ડોઝ આપવાનો પ્રારંભ થયો હતો.


ગાંધીનગર, ૧૦ જાન્યુઆરીઃ Corona booster dose: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ફ્રન્ટ લાઈન વર્કર્સ અને વરિષ્ઠ નાગરિકો ને કોરોના વેક્સિન ના પ્રિકોશન ડોઝ આપવાના આ પ્રારંભ પ્રસંગે ગાંધીનગર મહાનગર પાલિકાના સેકટર-૨૯ ના અર્બન હેલ્થ સેન્ટર ખાતે ઉપસ્થિત રહ્યા હતા

CM Bhupendra patel Corona booster dose

સમગ્ર રાજ્યમાં આવા પ્રિકોશન ડોઝ માટે પાત્રતા ધરાવતા અંદાજે 9 લાખ લોકોને આજે પ્રથમ દિવસે રાજ્ય ભરના 3500 રસીકરણ કેન્દ્રો પરથી અંદાજે 17હજાર થી વધુ આરોગ્ય કર્મીઓ આ ડોઝ આપવાના છે મુખ્યમંત્રીએ ગાંધીનગર મહાનગરપાલિકાના રસીકરણ કેન્દ્રની મુલાકાત દરમ્યાન આરોગ્ય કર્મીઓ અને વેક્સિન લેનારાઓ સાથે વાતચીત કરીને પ્રોત્સાહિત કર્યા હતા.

આ અવસરે ગાંધીનગરના મેયર હિતેશ મકવાણા,આરોગ્ય વિભાગના કાર્યકારી અગ્ર સચિવશ્રી મુકેશ કુમાર,ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનર ધવલ પટેલ તેમજ આરોગ્ય વિભાગના વરિષ્ઠ અધિકારીઓ, મહા નગર પાલિકાના પદાધિકારીઓ વગેરે પણ જોડાયા હતા.

રાજ્યના અન્ય મહાનગરો ની સાથે જામનગરમાં પણ પ્રિકોશન ડોઝ આપવાનો પ્રારંભ થયો હતો.

Dharmendrasinh Jadeja, Corona booster dose Jamnagar

મેડિકલ કોલેજ ડિન ઓફિસે થી આ કાર્યનો પ્રારંભ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા ( હકુભા) મેયર બીનાબેન કોઠારી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષ ભાઈ કટારીયા, હેલ્થ કમિટીના ચેરપર્સન ડિમ્પલબેન રાવલ, શાસ્કપક્ષ ના નેતા કુસુમબેન પડ્યા,કલેકટર સૌરભ પારધી, કમીશ્નર વિજય ખરાડી અને ડિન ડો નંદીનીબેન દેસાઈ વિગેરે દ્વારા કરાવવામાં આવ્યો હતો,

ફ્રન્ટ લાઇન વર્કર, બીજો ડોઝ લીધા ને 39 સપ્તાહ થઈ ગયા હોય અને સરકાર દ્વારા એસ.એમ.એસ આવ્યો હોય તેવી વ્યક્તિઓ લઈ શકશે પ્રિકોશન ડોઝ.

આ પણ વાંચો…Doctor Shilpi dies from corona: 28 વર્ષીય ડો. શિલ્પીની કોરોનાથી મોત, બંને વેક્સીન લઈ ચુક્યા હતા- વાંચો વિગત

Whatsapp Join Banner Guj