Akshay kumar

Akshay kumar: ખેલાડી કુમારે કાશ્મીરમાં સ્કુલ બનાવા માટે ડોનેટ કર્યા એક કરોડ- વાંચો વિગત

Akshay kumar: સ્કૂલનું નામ અક્ષય કુમારના પિતા  હરિ ઓમ ભાટિયાના નામ પરથી રાખવામાં આવ્યું

બોલિવુડ ડેસ્ક,29 જુલાઇઃ Akshay kumar: અક્ષય કુમાર બોલીવૂડનો વરસમાં સૌથી વધુ ફિલ્મો સાઇન કરનારો અભિનેતા છે. જોકે તે ફિલ્મોમાં સતત વ્યસ્ત રહેતો હોવા છતાં પણ સામાજિક કાર્યોમાં હિસ્સો લેતો હોય છે તેમજ જ્યાં જરૂર હોય ત્યાં ડોનેશન પણ આપતો હોય છે. હાલમાં જ અભિનેતાએ કાશ્મીરમાં એક સ્કુલ બનાવા માટે રૂપિયા એક કરોડ ડોનેશન આપ્યું છે. 

આ પણ વાંચોઃ Karina olivia: આ મહિલાએ 1187 ડિગ્રી સેલ્સિયસ ધધકતા લાવા પર 100 મીટરનું અંતર કાપી બનાવ્યો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ

અક્ષય કુમાર(Akshay kumar) ૧૭ જુનના રોજ કાશ્મીરમાં બોર્ડર સિક્યોરિટી ફોર્સ એટલે કે બીએસએફના કાશ્મીર બેસ પર પહોંચ્યા હતા. જ્યાં તેમણે એક જર્જરિત શાળા જોઇ હતી જે બીએસએફ માટે હતી. અક્ષયે આ સ્કુલને ફરીથી બચાવા માટે ડોનેશન આપવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

અક્ષયે સોશિયલ મીડિયા પર એક તસવીર મુકીને શેર કર્યું હતું કે, દેશની સીમાઓની રક્ષા કરનારા બીએસએફના બહાદુર જવાનો સાથે આજે મે એક યાદગાર દિવસ વિતાવ્યો છે. જેનો અનુભવ સુખદ જ હોય. વાસ્તવ હીરોને મળીને મારું દિલ સમ્માનથી ભરાઇ જાય છે. 

આ બાદ બીએસએફના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી તસવીરો શેર કરવામાં આવી છે. તેમાં જોવા મળે છે કે, સ્કૂલના ફાઉન્ડેશન માટે સ્ટોન લગાડવામાં  આવી ગયો છે. સ્કૂલનું નામ અક્ષય કુમારના પિતા  હરિ ઓમ ભાટિયાના નામ પરથી રાખવામાં આવ્યું છે. 

Whatsapp Join Banner Guj