drm meeting

DRUCC 4th meeting: અમદાવાદ મંડળ પર મંડળ રેલ્વે ગ્રાહક સલાહકાર સમિતિ (DRUCC) ની વર્ષ 2020-21 માટે ચોથી બેઠકનું આયોજન

અમદાવાદ , ૨૯ જુલાઈ: DRUCC 4th meeting: પશ્ચિમ રેલ્વેના અમદાવાદ મંડળ પર વર્ષ 2020-21 માટે રચાયેલી મંડળ રેલ્વે ગ્રાહક સલાહકાર સમિતિની બેઠક મંડળ કચેરીના કોન્ફરન્સ હોલમાં યોજવામાં આવી હતી.

શરૂઆતમાં આ સમિતિના સચિવ અને વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક રવિન્દ્ર શ્રીવાસ્તવે બેઠકમાં ઉપસ્થિત તમામ સભ્યોનું સ્વાગત કર્યું. આ બેઠકમાં ઉપસ્થિત સભ્યોએ તેમના વિસ્તારને લગતી મુસાફરોની સુવિધા વધારવા, સમસ્યાઓનું ઝડપથી નિરાકરણ લાવવા અને તેમની માંગણીઓ અંગે સકારાત્મક ચર્ચા કરી હતી.

આ પણ વાંચો…Akshay kumar: ખેલાડી કુમારે કાશ્મીરમાં સ્કુલ બનાવા માટે ડોનેટ કર્યા એક કરોડ- વાંચો વિગત

સમિતિના અધ્યક્ષ અને મંડળ રેલ પ્રબંધક દિપકકુમાર ઝાએ અમદાવાદ મંડળની (DRUCC 4th meeting) પ્રવૃત્તિઓ વિશે માહિતગાર કર્યા હતા.  તેમણે માનનીય સભ્યોને ખાતરી આપી હતી કે મુસાફરોની સુવિધાઓનો વિકાસ એ અમદાવાદ મંડળની અગ્રતા છે. આ માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને આગામી કેટલાક વર્ષોમાં આ સુવિધાઓ મંડળ પર જોવા મળશે. મંડળ દ્વારા યોગ્ય કાર્યવાહી કરીને તેમની માંગણીઓનું નિરાકરણ કરવામાં આવશે.

DRUCC 4th meeting, DRM ahmedabad

આ દરમિયાન (DRUCC 4th meeting) ડીઆરએમ ઝાએ બેઠકમાં ઉપસ્થિત સભ્યોને જણાવ્યું હતું કે, શ્રમિક એક્સપ્રેસ ટ્રેનોમાંથી મોટાભાગની ટ્રેનો ગુજરાતથી દોડી હતી, લોકડાઉન શરૂ થયા પછી, 70% પેસેન્જર ટ્રેનો સ્પેશિયલ ટ્રેનો તરીકે દોડાવવામાં આવી રહી છે અને કિસાન રેલ પણ ચલાવવામાં આવી શકે છે.  આજની બેઠકમાં ઝેડઆરયુસીસીના સભ્યની નામાંકન તમામ સભ્યો દ્વારા કરવામાં આવી હતી જેમાં અશ્વિન ભાઈ બેંકર બિનહરીફ ચૂંટાયા હતા.

દેશ-દુનિયાના સમાચાર તમારા મોબાઇલ પર મેળવવા માટે અહીં ક્લીક કરો.

આ મીટીંગમાં (DRUCC 4th meeting) અંબાલાલ રંગવાણી, અશ્વિનભાઈ બેંકર, બાબુભાઈ ચૌધરી, ભૂપેન્દ્ર ઠાકોર, વિષ્ણુકાંત આઈ. નાયક, જગદીશ કે. નાહટા, કલ્પેશકુમાર પટેલ, મંજુલા ભારદ્વાજ, પારસ્મલ નાહટા, ડો.દાજાભાઈ પટેલ, માંજીભાઈ આહિર, દેવજીભાઈ પટેલ, પ્રયાગ જે. બારોટ, દર્શન પાઠક, દિપક પટેલ, ગિરીશભાઇ રાજગોર, હિતેન્દ્રભાઇ પટેલ, જયેન્દ્રસિંહ વાઘેલા, જીતેન્દ્રકુમાર પ્રજાપતિ, કેતન બી.પટેલ, રમેશભાઇ દેસાઇ, આર.પી.  શર્મા, સંજય લેઉવા, શૈલેષ કે ચૌધરી,સુરેશ ભાઈ પટેલ, વિજય પંડ્યા, વિક્રમસિંહ જી ઠાકોર, ડો.સુખા જી ઠાકોર, સુરેશભાઈ ચુન્નીભાઈ પટેલ અને અમદાવાદ મંડળ ના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

મીટિંગના અંતે મંડળ વાણિજ્ય પ્રબંધક સુનિલકુમાર ગુપ્તાએ મીટીંગમાં ભાગ લેવા અને અમૂલ્ય સૂચનો આપવા બદલ સૌનો આભાર માન્યો હતો. સહાયક વાણિજ્ય પ્રબંધક અતુલ ત્રિપાઠીએ બેઠકનું સફળ સંચાલન કર્યું હતું.