Karina olivia

Karina olivia: આ મહિલાએ 1187 ડિગ્રી સેલ્સિયસ ધધકતા લાવા પર 100 મીટરનું અંતર કાપી બનાવ્યો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ

Karina olivia: એડવેન્ચર લવર કરીના ઓલિયાનીએ આફ્રિકન દેશ ઈથોપિયામાં લાવાથી ભરેલા જ્વાળામુખી પર 100.3 મીટરનું અંતર દોરડા પર કાપીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

ઇથોપિયા, 29 જુલાઇઃ Karina olivia: બ્રાઝિલની વાઈલ્ડલાઈફ ફિઝિશિયન અને એડવેન્ચર લવર કરીના ઓલિયાનીએ આફ્રિકન દેશ ઈથોપિયામાં લાવાથી ભરેલા જ્વાળામુખી પર 100.3 મીટરનું અંતર દોરડા પર કાપીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. કરીના આશરે 329 ફૂટ ઉંચાઈ પર સળગતા લાવા પરથી પસાર થઈ. એર્ટા જ્વાળામુખી સતત સક્રિય રહે છે અને તેમાંથી ધધકતો લાવા બહાર નીકળતો રહે છે. આ કારણે અહીં લાવાનું એક તળાવ બની ગયું છે. આ જ્વાળામુખી પર એક દોરડું પણ બાંધેલું છે.

બાળપણથી કરીનાને એડવેન્ચર કામ ગમતા હતા. તે બ્રાઝિલના જંગલમાં તેની બહેન સાથે ખોવાઈ ગઈ હતી. એ ઘટના પછી ડરી જવાને બદલે એડવેન્ચર પ્રત્યે આકર્ષણ વધ્યું. 12 વર્ષની ઉંમરે તેણે સ્કૂબા ડાઈવિંગ શરુ કર્યું હતું.

આ પણ વાંચોઃ IPPB india new service: ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્ક દ્વારા યુઆઈડીએઆઈના રજિસ્ટ્રાર તરીકે આધાર માટે મોબાઇલ અપડેટ સેવા શરૂ કરવામાં આવી-વાંચો વિગત

કરીના જે જ્વાળામુખી પરથી પસાર થઈ તેમાં રહેલા જ્વાળામુખીનું તાપમાન આશરે 1187 ડિગ્રી સેલ્સિયસ હતું. પરંતુ કરીના(Karina olivia)ને થોડો પણ ડર ના લાગ્યો. તેણે લાવાની ગરમીથી બચવા માટે સ્પેશિયલ શૂટ પહેર્યો હતો. સાથે ઓક્સિજન સિલિન્ડર અને હેલ્મેટ પણ પહેર્યું હતું. જો કે, કરીનાએ વિચાર્યું હતું તેના કરતાં પણ વધારે જોખમ હતું. પરંતુ માર્ચ 2021માં તેણે આ કામ કરીને દુનિયાને અચંબામાં મૂકી દીધી.

કરીના ઓલિયા(Karina olivia)નીએ આની પહેલાં પણ અનેક એડવેન્ચથી ભરપૂર કામ કર્યા છે, તે પ્લેનની પાંખ પર ઊભી રહીને આકાશમાં ઊડી છે. જોખમી શાર્ક માછલી અને વ્હેલ સાથે તરી ચૂકી છે.

આ પણ વાંચોઃ Raj kundra case: રાજ કુંદ્રા શિલ્પા સાથે ખુશ નહોતો, કહ્યા વગર મારા ઘરે આવ્યો અને ના પાડી છતાં કિસ કરી, શર્લિન ચોપરાએ કહ્યું- વાંચો વિગત


પાણીમાં એનાકોન્ડાની હાજરીમાં સ્વિમિંગ કર્યું. કરીનાએ આ બધા કામ કરતા પહેલાં સ્વિમિંગના સ્પેશિયલ કોર્સ કર્યા છે. તેની પાસે પાઈલટ ટ્રેનિંગનું પણ લાઈસન્સ છે. તે આરામથી હેલિકોપ્ટર પણ ઊડાવી શકે છે. કરીના ફ્યુચરમાં પણ અનેક એડવેન્ચર એક્ટિવિટી કરવા એકદમ તૈયાર છે.

Whatsapp Join Banner Guj