Aryan Khan involved in drug party

Aryan khan drug case: આર્યન ખાન ડ્રગ્સ કેસમાં NCBએ કર્યા અનેક ખુલાસા, શાહરુખનો દીકરો છેલ્લા ચાર વર્ષથી લઇ રહ્યો છે ડ્રગ્સ- વાંચો વિગત

Aryan khan drug case: આર્યન પર ડ્રગ્સના સેવન, ખરીદ-વેચાણમાં સામેલ થવાનો આરોપ છે

બોલિવુડ ડેસ્ક, 04 ઓક્ટોબરઃ Aryan khan drug case: મુંબઇથી ગોવા જઇ રહેલા ક્રૂઝમાં મળેલા ડ્રગ્સના મામલે શાહરૂખ ખાનના દિકરા આર્યન ખાનની ગઇ કાલે ધરપકડ કરવામાં આવી હતી. આર્યન ખાન ઉપરાંત, તેના મિત્ર અરબાઝ મર્ચેંટ અને એક અન્ય આરોપી મુનમુન ધમેચાની પણ NCBએ ધરપકડ કરી હતી. રવિવારે સાંજે કોર્ટે આ ત્રણેય આરોપીઓને એક દિવસની NCB કસ્ટડીમાં મોકલી દીધો હતો. NCBએ આ મામલે વધુ એક શંકાસ્પદને હિરાસતમાં લીધો છે જેની આજે ધરપકડ થઇ શકે છે, NCB તેને કોર્ટમાં હાજર કરી શકે છે.

ક્રૂઝ ડ્રગ્સ પાર્ટી મામલે ધરપકડ કરાયેલા શાહરૂખ ખાનના દિકરા આર્યન ખાનના જામીન માટે આજે અરજી કરવામાં આવશે. રાહતની વાત એ છે કે NCBએ સ્પષ્ટતા કરી દીધી છે કે આર્યન માટે તેઓ હવે કસ્ટડી નહીં માંગે. આર્યનની રાત NCBની કસ્ટડીમાં જ પસાર થઇ

શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની સતત પૂછપરછ કરવામાં આવી રહી છે. ડ્રગના કેસમાં ઘણી મોટી વસ્તુઓ બહાર આવી રહી છે. હવે નવી માહિતી મુજબ, NCB ની પૂછપરછમાં એ વાત સામે આવી છે કે આર્યન ખાન લગભગ 4 વર્ષથી ડ્રગ્સનું સેવન કરે છે.

આ પણ વાંચોઃ indian navy mountaineering: હિમપ્રપાતમાં સપડાયેલા નેવીના પાંચ પર્વતારોહકોમાંથી ચારના મૃતદેહ મળ્યા!

બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાને રવિવારે ડ્રગ્સ કેસમાં ધરપકડ કરાયેલા તેમના પુત્ર આર્યન ખાનનું પ્રતિનિધિત્વ કરવા માટે વરિષ્ઠ વકીલ સતીશ મણેશિંદેની મદદ લીધી છે. હાઇ પ્રોફાઇલ વકીલ સતીશ માનશિંદે શાહરૂખના પુત્રનો કોર્ટમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા લગાવવામાં આવેલા આરોપો સામે બચાવ કરશે. સતીશ માનશિંદે બોલિવૂડના ઘણા ટોચના સેલેબ્સના વકીલ રહ્યા છે

બોલિવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાનના દીકરાની રવિવારે બપોરે 2:00 કલાકે ધરપકડ કરવામાં આવી હતી. એજન્સીના અધિકારીઓએ આ પહેલા ઘણાં સમય સુધી આર્યનની પુછપરછ કરી હતી. આર્યન પર ડ્રગ્સના સેવન, ખરીદ-વેચાણમાં સામેલ થવાનો આરોપ છે.

એનસીબીના નિવેદન પ્રમાણે તમામ ત્રણેય આરોપીઓને સોમવારે ફરી કોર્ટમાં રજૂ કરવામાં આવશે. અન્ય 5 આરોપી નુપુર, ઈશ્મિત સિંહ, મોહક જયસવાલ, ગામિત ચોપડા અને વિક્રાંત છોકરને પણ કોર્ટમાં રજૂ કરીને કસ્ટડી માગવામાં આવશે. આ બધાની પણ રવિવારે પાછળથી ધરપકડ કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ lakhimpur kheri violence: આખી રાત પ્રિયંકાના ઈરાદાઓને પોલીસ પ્રશાસને નિષ્ફળ બનાવ્યા, આખરે હરગાંવ પોલીસે લીધા કસ્ટડીમાં

એનસીબીએ એક ગુપ્ત સૂચનાના આધાર પર કાર્યવાહી કરીને મુંબઈના કિનારે એમ્પ્રેસ ક્રૂઝ જહાજ પર થઈ રહેલી રેવ પાર્ટીમાં દરોડો પાડ્યો હતો. એજન્સીના અધિકારીઓના કહેવા પ્રમાણે આરોપી પાસેથી 13 ગ્રામ કોકેઈન, 5 ગ્રામ એમડી, 21 ગ્રામ ચરસ, એમડીએમએ (એક્સ્ટસી)ની 22 ગોળીઓ અને 1.33 લાખ રૂપિયા રોકડા જપ્ત કરવામાં આવ્યા છે. આર્યન ખાને પોતાની ધરપકડનો સ્વીકાર કરતા નિવેદનમાં લખ્યું હતું કે, ‘હું મારી ધરપકડના કારણોને સમજું છું અને મારા પરિવારના સદસ્યોને તેની જાણકારી આપી દીધી છે.

Whatsapp Join Banner Guj