indian navy mountaineering

indian navy mountaineering: હિમપ્રપાતમાં સપડાયેલા નેવીના પાંચ પર્વતારોહકોમાંથી ચારના મૃતદેહ મળ્યા!

indian navy mountaineering:માઉન્ટ ત્રિશુલ શીખર સર કરવા ગયેલી નેવીની આ પર્વતારોહકોની ટીમ હિમપ્રપાતમાં સપડાઈ ગઈ હતી

નવી દિલ્હી, 04 ઓક્ટોબરઃ indian navy mountaineering: મુંબઈથી હિમાલયમાં પર્વતારોહણ માટે ગયેલા નેવીની ટીમના પાંચ પર્વતારોહકોમાંથી ચાર પર્વતા-રોહકોના મૃતદેહ આર્મી અને એરફોર્સની શોધ અને બચાવ ટુકડીને શનિવારે મળી આવ્યા હતા. માઉન્ટ ત્રિશુલ શીખર સર કરવા ગયેલી નેવીની આ પર્વતારોહકોની ટીમ હિમપ્રપાતમાં સપડાઈ ગઈ હતી. મૃતકોમાં ત્રણ નેવીના અધિકારી અને એક જેસીઓનો સમાવેશ થાય છે. 

મૃતકોની ઓળક કમાંડર રજનીકાંત યાદવ, યોગેશ તિવારી, આનંદ કુકરેતી અને જેસીઓ હરિઓમ તરીકે કરવામાં આવી છે. યાદવ અને કુકરેતી મુંબઈના છે. આ પ્રકારની માહિતી નેવીના પ્રવક્તાએ આપી હતી. આ દુર્ઘટનામાં માર્યા ગયેલા અધિકારીઓ અને તેમના પરિવાર પ્રત્યે ઊંડા દુ:ખ અને શોકની લાગણી વ્યક્ત કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પી હતી.

indian navy

આ સાથે જ પાંચમા પર્વતારોહક અને એક શેરપાની ભાળ મેળવવાના પ્રયત્ન શરૂ હોવાનું કહ્યું હતું. આ સંદર્ભે નેવીના પ્રવક્તા અનુસાર શુક્રવારે સવારે આ પર્વતારોહકોની ટીમ બરફના તોફાન અને હિમપ્રપાતમાં સપડાઈ ગઈ હતી.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે એરફોર્સ અને આર્મી એવિએશન વિંગના હેલિકોપ્ટર તેમ જ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ફોર્સના જવાનોની મદદથી શુક્રવારે શોધ અને બચાવ અભિયાન હાથ ધરાયું હતું. જોકે સાંજ પછી તેને અટકાવી દેવામાં આવ્યું અને ત્યાર બાદ શનિવારે આ અભિયાન ફરી શરૂ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃ lakhimpur kheri violence: આખી રાત પ્રિયંકાના ઈરાદાઓને પોલીસ પ્રશાસને નિષ્ફળ બનાવ્યા, આખરે હરગાંવ પોલીસે લીધા કસ્ટડીમાં

જેમાં પર્વતારોહકોના મૃતદેહ હાથ લાગ્યા હતા. 3 સપ્ટેમ્બરના રોજ વેસ્ટર્ન નેવલ કમાન્ડના ચીફ વાઇસ એડમિરલ હરિકુમારે મુંબઈના આઇએનએસ ત્રિશુલ પરથી આ ટીમને માઉન્ટ ત્રિશુલ સર કરવા લીલીઝંડી બતાવી હતી. 1971માં થયેલ યુદ્ધને 50 વર્ષ પૂર્ણ થતા હોઈ ‘સ્વર્ણિય વિજય વર્ષ’ના એક ભાગ રૂપે આ અભિયાન હાથ ધર્યું હતું.

Whatsapp Join Banner Guj