lakhimpur kheri violence

lakhimpur kheri violence: આખી રાત પ્રિયંકાના ઈરાદાઓને પોલીસ પ્રશાસને નિષ્ફળ બનાવ્યા, આખરે હરગાંવ પોલીસે લીધા કસ્ટડીમાં

lakhimpur kheri violence: આ અંગે જાણ થતાં જ કોંગ્રેસી કાર્યકરો પીએસી પહોંચી ગયા હતા અને ત્યાં કોંગ્રેસ મહાસચિવ સહિત અન્ય કોંગ્રેસી નેતાઓને રાખવામાં આવ્યા છે. કોંગ્રેસી કાર્યકરોએ તેના બહાર બેસીને ધરણાં પ્રદર્શન શરૂ કર્યા છે

નવી દિલ્હી, 04 ઓક્ટોબરઃ lakhimpur kheri violence: લખીમપુર ખીરી ખાતે બનેલી ઘટના બાદ લખનૌથી નીકળીને ઘટના સ્થળે પહોંચવા માટે સંતાકૂકડીની રમત રમી રહેલા પ્રિયંકા ગાંધીના ઈરાદાઓને પોલીસ પ્રશાસને નિષ્ફળ બનાવ્યા છે. તેઓ લખનૌના રસ્તે સિધૌલી સુધી પહોંચ્યા હતા. ત્યાર બાદ પોલીસ પ્રશાસનને ચકમો આપીને અન્ય રસ્તાઓ દ્વારા નીકળી ગયા હતા જ્યારે પોલીસે કમલાપુરથી લઈને લહરપુર સુધી અનેક ઠેકાણે જબરદસ્ત નાકાબંધી કરી રાખી હતી. 

આ પણ વાંચોઃ Weekly Rashi bhavishya: ઓક્ટોબર મહિનાની 4થી 10 તારીખ સુધીનું રાશિ ભવિષ્ય- વાંચો તમારી રાશિ શું કહે છે?

ડીએમ વિશાલ ભારદ્વાજ પોતે અને એસપી આરપી સિંહ પોલીસ દળની સાથે ટોલ પ્લાઝા પર ઉપસ્થિત હતા પરંતુ આગળ રોકવામાં આવશે તે ડરથી પ્રિયંકા ગાંધીએ રૂટ બદલીને અન્ય રસ્તો અપનાવ્યો હતો. આ અંગેની જાણ થતાં જ સીતાપુર પોલી(lakhimpur kheri violence)સ પ્રશાસનના હોંશ પણ ઉડી ગયા હતા. તેઓ પ્રિયંકા ગાંધીનું લોકેશન જાળવા કાર્યરત થઈ ગયા હતા પરંતુ રાતનો સમય હોવાથી પોલીસને ખૂબ મુશ્કેલી અનુભવાઈ હતી. 

આખરે સવારે 4:00 કલાકે પ્રિયંકા ગાંધીને હરગાંવ કસ્બામાં ઉપસ્થિત સીઓ સિટી પીયૂષ સિંહે મહિલા પોલીસની મદદથી અટકાવ્યા હતા. પોતાને અટકાવવામાં આવ્યા એટલે પ્રિયંકા ગાંધીએ સીઓ સિટીને ઘણું બધું જેમતેમ સંભળાવ્યું પણ હતું. જોકે ભારે મહેનત બાદ પ્રિયંકા ગાંધીને હરગાંવથી લઈ જઈને પીએસીની દ્વિતીય વાહિની પીએસસીમાં રાખવામાં આવ્યા છે. 

આ પણ વાંચોઃ Your nails tell your health: તમારા નખ જણાવે છે કે તમે કેટલા સ્વસ્થ છો, આ રીતે જાણો – વાંચો વિગત

પ્રિયંકા ગાંધીની સાથે અન્ય ગાડી દ્વારા જઈ રહેલા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ લલ્લુને પણ પોલીસે અટકાવ્યા છે. પ્રિયંકા ગાંધીની સાથે હરિયાણાના રાજ્યસભા સાંસદ પણ હતા. પોલીસ પ્રશાસને તેમને પણ અટકાવ્યા છે અને બધાને પીએસીની વાહિનીમાં રાખવામાં આવ્યા છે. 

આ અંગે જાણ થતાં જ કોંગ્રેસી કાર્યકરો પીએસી પહોંચી ગયા હતા અને ત્યાં કોંગ્રેસ મહાસચિવ સહિત અન્ય કોંગ્રેસી નેતાઓને રાખવામાં આવ્યા છે. કોંગ્રેસી કાર્યકરોએ તેના બહાર બેસીને ધરણાં પ્રદર્શન શરૂ કર્યા છે અને નારેબાજી કરી રહેલા કોંગ્રેસી કાર્યકરોના કહેવા પ્રમાણે પોલીસ પ્રશાસન તાનાશાહી કરી રહ્યું છે. 

Whatsapp Join Banner Guj