Counseling of Aryan

Aryan khan: આર્યન ખાનની મોડી રાતે NCB ઓફિસમાં થઈ પૂછપરછ, આ બાબતે થયા સવાલ-જવાબ

Aryan khan: એનસીબીના ડીડીજી જ્ઞાનેશ્વર સિંહે કહ્યુ, અમારી તપાસ ચાલુ છે અને અમે આને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી રહ્યા છીએ. અમે આને જલ્દી જ ખતમ કરવા ઈચ્છે છીએ

બોલિવુડ ડેસ્ક, 13 નવેમ્બરઃAryan khan: મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનને જામીન મળી ચૂક્યા છે પરંતુ દર શુક્રવારે તેને એનસીબી સમક્ષ રજૂ થવુ પડે છે. કોર્ટ દ્વારા જામીનની શરતમાં આ એક વાત પણ સામેલ છે. એવામાં શુક્રવારે આર્યન ખાન એનસીબી ઓફિસ પહોંચ્યો હતો.

મીડિયા રિપોર્ટસ અનુસાર સાંજે પણ આર્યન ખાન(Aryan khan) મુંબઈની સ્પેશ્યલ ઈન્વેસ્ટિગેશન ટીમની સામે રજુ થયો જ્યાં આ મામલે તેમનુ નિવેદન નોંધવામાં આવ્યુ. શુક્રવારે દિવસમાં એનસીબીની સામે હાજર થયા બાદ આર્યનને એસઆઈટીની સામે પણ રજૂ કરવામાં આવ્યો. રિપોર્ટસ અનુસાર આર્યન સાથે એનસીબીના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ સંજય કુમાર સિંહે લગભગ અડધી રાત સુધી સવાલ જવાબ કર્યા.

આ પણ વાંચોઃ Coronavirus Update: કોરોનાથી મોતનો આંકડો 500ને પાર, 24 કલાકમાં મળ્યા 12,516 નવા દર્દી

આર્યન(Aryan khan)ની નવી મુંબઈના આરએએફ કાર્યાલયમાં પૂછપરછ કરવામાં આવી. કોર્ટ દ્વારા અનિવાર્ય હાજરી માટે એનસીબી ઓફિસ છોડ્યા બાદ આર્યન નવી મુંબઈ માટે રવાના થઈ ગયો. રિપોર્ટસ અનુસાર આર્યનની તે પરિસ્થિતિઓ વિશે પૂછપરછ કરવામાં આવી જેમાં તે ક્રૂઝ પર ચઢ્યો, તેના ડ્રગ્સ સપ્લાયરના લિંક્સ અને તેના મિત્ર તેમજ તેમની ડ્રગ્સની આદત વિશે પ્રશ્ન જવાબ કરવામાં આવ્યા.

એનસીબીના ડીડીજી જ્ઞાનેશ્વર સિંહે કહ્યુ, અમારી તપાસ ચાલુ છે અને અમે આને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી રહ્યા છીએ. અમે આને જલ્દી જ ખતમ કરવા ઈચ્છે છીએ. હજુ આ મામલે કેટલાક પ્રમુખ લોકોને તપાસમાં સામેલ કરવાના છે. આર્યનને આ પરિસ્થિતિઓ વિશે પણ પૂછપરછ કરવામાં આવી જે સમીર વાનખેડેના નેતૃત્વમાં પાછલી તપાસ ટીમે તેમની તપાસ કરી હતી અને એ પણ પૂછવામાં આવ્યુ કે તેમના પરિવારને લાંચ આપવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા કે નહીં. તેનાથી એ પણ પૂછવામાં આવ્યુ કે ધરપકડ દરમિયાન તેની સાથે કેવો વ્યવહાર કરવામાં આવ્યો.

એનસીબીએ મુંબઈના સમુદ્ર તટ નજીક ક્રૂઝ પર બે ઓક્ટોબરે દરોડા પાડ્યા હતા જ્યાંથી કેટલીક માત્રામાં ડ્રગ્સ જપ્ત થયા હતા. દરોડા દરમિયાન આર્યન સહિત કેટલાક લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ મામલે કેટલાક વળાંક આવ્યા બાદ મુંબઈની સ્પેશ્યલ તપાસ ટીમ પણ આ મામલે તપાસ કરી રહી છે. જેમાં કેટલાક મહત્વના સાક્ષીના નિવેદન નોંધવામાં આવ્યા છે.

Whatsapp Join Banner Guj