Coronavirus Update: કોરોનાથી મોતનો આંકડો 500ને પાર, 24 કલાકમાં મળ્યા 12,516 નવા દર્દી

Coronavirus Update: હાલ દેશમાં 1 લાખ 37 હજાર 416 દર્દીઓની સારવાર ચાલુ

નવી દિલ્હી, 13 નવેમ્બર: Coronavirus Update: કોરોના વાયરસ સંક્રમણથી થયેલા મૃત્યુની સંખ્યામાં ગુરુવારે વધારો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડ-19ના 12 હજાર 516 નવા કેસ સામે આવ્યા છે. આ દરમ્યાન 501 દર્દીઓનું મૃત્યુ થયું છે. હાલ દેશમાં 1 લાખ 37 હજાર 416 દર્દીઓની સારવાર ચાલુ છે. નવા આંકડાને ઉમેરીને સંક્રમિતની કુલ સંખ્યા 3 કરોડ 44 લાખ 14 હજાર 186 સુધી પહોંચી ગઈ છે. તો અત્યાર સુધી 4 લાખ 62 હજાર 690 દર્દીઓનું મૃત્યુ થઈ ચૂક્યું છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ગુરુવારે જણાવ્યું કે સરકાર બાળકોને કોવિડ વિરોધી રસી લગાડવામાં ઉતાવળ કરવા નથી માગતી અને આ અંગે કોઇપણ નિર્ણય નિષ્ણાતોના અભિપ્રાય પરથી જ લેવામાં આવશે. ઝાયડસ કેડીલાની કોવિડ-19 રસીને 12 વર્ષ તેમજ તેનાથી વધુ વયના લોકો માટે ઇમરજન્સીમાં ઉપયોગ માટે પરવાનગી મેળવવાની દૃષ્ટિએ બાળકોનું રસીકરણ શરુ થવા અંગે માંડવિયાએ કહ્યું કે દુનિયામાં ક્યાંય પણ બાળકોને મોટા પાયે કોવિડ-19 વિરોધી રસી લગાડવામાં નથી આવી રહી. જોકે, કેટલાક દેશોમાં બાળકોનું સીમિત રસીકરણ શરુ કરવામાં આવ્યું છે

મહારાષ્ટ્રમાં ગુરુવારે કોવિડ-19ના 997 નવા કેસ(Coronavirus Update) સામે આવ્યા જ્યારે વધુ 28 દર્દીઓનું સંક્રમણથી મોત થયું. આનાથી રાજ્યમાં સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 66,21,420 થઈ ગઈ જ્યારે મૃતકોની સંખ્યા વધીને 1,40,475 થઈ ગઈ. આ જાણકારી રાજ્યના સ્વાસ્થ્ય વિભાગે આપી. બુધવારે રાજ્યમાં કોવિડ-19ના 1,094 નવા કેસ સામે આવ્યા હતા અને વધુ 17 દર્દીઓનું મૃત્યુ થયું હતું. વિભાગે કહ્યું કે છેલ્લા 24 કલાક દરમ્યાન 1,016 દર્દીઓ સંક્રમણ મુક્ત થયા બાદ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે, જેમાં મહારાષ્ટ્રમાં અત્યાર સુધી સાજા થનારા દર્દીઓની સંખ્યા વધીને 64,64,948 થઈ ગઈ. એ મુજબ રાજ્યમાં સારવાર હેઠળ કેસની સંખ્યા 12,352 છે.

આ પણ વાંચોઃ Winter bath tips: શિયાળામાં ગરમ પાણીથી નહાતા ભૂલથી પણ ન કરશો આ ભૂલ થઇ શકે છે મોટુ નુકસાન- વાંચો વિગત

દિલ્હીમાં ગુરુવારે કોરોના વાયરસના 40 નવા કેસ સામે આવ્યા તેમજ સંક્રમણ દર 0.08 ટકા રહ્યો અને કોઇપણ સંક્રમિતનું મૃત્યુ નથી થયું. આ જાણકારી દિલ્હીના સ્વાસ્થ્ય વિભાગના આંકડાથી મળી. સ્વાસ્થ્ય વિભાગના આંકડા મુજબ, રાષ્ટ્રીય રાજધાનીમાં સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 14,40,270 થઈ ગઈ, જ્યારે 14.14 લાખથી વધુ લોકો સાજા થઈ ગયા છે. દિલ્હીમાં વાયરસને કારણે અત્યારસુધીમાં 25,091 લોકોનું મોત થયું છે. રાષ્ટ્રીય રાજધાનીમાં આ મહિને કોઇપણ સંક્રમિતનું મૃત્યુ થવાની સૂચના નથી મળી. દિલ્હીમાં ઓક્ટોબરમાં કોવિડ-19થી પીડિત ચાર દર્દીઓનું મૃત્યુ થયું હતું, જ્યારે સપ્ટેમ્બરમાં પાંચ સંક્રમિતોનું મૃત્યુ થયું હતું.

પશ્ચિમ બંગાળમાં ગુરુવારે કોવિડ-19ના 854 નવા કેસ સામે આવ્યા અને 13 દર્દીઓનું મૃત્યુ નોંધાયું. રાજ્યના સ્વાસ્થ્ય વિભાગ અનુસાર, કોલકાતામાં સૌથી વધુ 236 નવા કેસ સામે આવ્યા. દક્ષિણ 24 પરગના જિલ્લામાં સૌથી વધુ ચાર લોકોનું મૃત્યુ થયું. ત્રણ લોકોનું મૃત્યુ ઉત્તર 24 પરગનામાં અને બે-બે લોકોનું મોત કોલકાતા તથા નદીયામાં થયું. રાજ્યમાં સંક્રમણ દર વધીને 2.12 ટકા થયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 813 લોકો સંક્રમણ મુક્ત થયા છે. ગુરુવારે સારવાર હેઠળ રહેલા દર્દીઓની સંખ્યા વધીને 7,973 થઈ ગઈ.

Whatsapp Join Banner Guj