Atharva the origin

Atharva the origin: આજે ધોનીએ પોતાની ગ્રાફિક નોવેલ અર્થવઃ ધ ઓરિજિનનો પહેલો લૂક રિલિઝ કર્યો, જુઓ ધોનીનો સુપરહીરો અવતારમાં

Atharva the origin: પહેલા શાહરુખ ખાનનો સંપ્રક કરાયો હતો અને તે વખતે શાહરુખનો સુપર હીરો લૂક પણ જાહેર કરાયો હતો

મનોરંજન ડેસ્ક, 03 ફેબ્રુઆરીઃ Atharva the origin: ભારતીય ટીમનો પૂર્વ કેપ્ટન અને સ્ટાર ક્રિકેટર એમ એસ ધોની પોતાના નવા અવતારના પગલે ચર્ચામાં છે. ક્રિકેટની દુનિયામાંથી હવે તે એનિમેટેડ સિરિઝની દુનિયામાં ડેબ્યુ કરવાનો છે અને ધોનીનો આ સિરિઝમાં જે લૂક છે તે સોસિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

ધોનીએ પોતાની ગ્રાફિક નોવેલ અર્થવઃ ધ ઓરિજિનનો પહેલો લૂક આજે રિલિઝ કર્યો હતો.જેમાં તે લાંબી જટાઓ સાથે એક યોધ્ધાના સ્વરુપે દેખાયો છે.કેટલાક લોકો તો ધોનીના લૂકનીસરખામણી શંકર ભગવાનના લૂક સાથે પણ કરી રહ્યા છે.

આ એનિમેટેડ સિરિઝ એક માયથોલોજીકલ સાયન્સ ફિક્શન છે.જોકે સિરિઝ માટે ધોની પહેલી પસંદગી નહોતો.આ માટે પહેલા શાહરુખ ખાનનો સંપ્રક કરાયો હતો અને તે વખતે શાહરુખનો સુપર હીરો લૂક પણ જાહેર કરાયો હતો.જોકે કોઈ કારણસર શાહરુખે આ પ્રોજેક્ટ છોડી દીધો હતો અને હવે ધોની તેમાં જોવા મળશે.

આ પણ વાંચોઃ New guidelines night curfew: રાજ્ય સરકારે નાઇટ કર્ફ્યુને લઇ જાહેર કરી નવી ગાઇડલાઇન, વાંચો વિગત

અર્થવ નામનુ કેરેકટર રમેશ તમિલમની નામના લેખની બૂકનુ કાલ્પનિક પાત્ર છે.પુસ્તકનુ નામ પણ અર્થવઃ ધ ઓરિજિન છે.આ એવા યોધ્ધાની વાત છે જે દાનવોનો સંહાર કર્યો છે.બૂકમાં અર્થવના રાજા બનવાની વાર્તા છે.તે પોતાના ભાગ્ય સાથે લડીને આગળ વધે છે.

ધોની આ એનિમેટેડ સિરિઝમાં હીરો જ નથી પણ પ્રોડયુસર પણ છે.ધોનીની કંપની ધોની એન્ટરટેન્મેન્ટે આ સિરિઝ બનાવી છે.ધોનીની સિરિઝ માટે ચેન્નાઈની એક કંપનીને કામ સોંપાયુ છે.

Gujarati banner 01