RRR Release date

Collection of Rajamouli’s film RRR: રાજામૌલીની ફિલ્મ આરઆરઆરએ પાંચ દિવસમાં રૂા. 620 કરોડથી વધુ કલેકશન કર્યું- વાંચો વિગત

Collection of Rajamouli’s film RRR: ફિલ્મના હિંદી વર્ઝને રૂપિયા ૧૦૦ કરોડથી વધુ કમાણી કરી

મનોરંજન ડેસ્ક, 31 માર્ચઃ Collection of Rajamouli’s film RRR: એસએસ રાજોમૌલીની ફિલ્મ આરઆરઆર બોક્સ ઓફિસ પર સતત રેકોર્ડસ તોડી રહી છે. ૫૫૦ કરોડ રૂપિયાના બજેટમાં બનેલી આ ફિલ્મએ ફક્ત પાંચ દિવસમાં રૂપિયા ૬૨૦ કરોડથી વધુ વર્લડ વાઇડ બિઝનેસ કર્યો છે. પાંચમા દિવસે આ ફિલ્મનો વર્લડ વાઇડ બિઝનેસ રૂપિયા ૫૮ કરોડથી પણ વધુ રહ્યો હતો. જ્યારે ફિલ્મના હિંદી વર્ઝને રૂપિયા ૧૦૦ કરોડથી વધુ કમાણી કરી છે. કહેવાય છે કે, આ ફિલ્મ  રિલીઝ થયાના પ્રથમ અઠવાડિયામાં જ  ફિલ્મ બાહુબલીના ઘણા રેકોર્ડ તોડી નાખશે. 

આરઆરઆર ફિલ્મએ અત્યાર સુધીમાં ભારતમાં રૂપિયા ૪૧૨ કરોડનો ગ્રોસ બિઝનેસ કરી લીધો છે. આ સાથે જ આ ફિલ્મ સૌથી વધુ કમાણી કરનારી પ્રથમ પાંચ ફિલ્મોની યાદીમાં ત્રીજા નંબર પર આવી ગઇ છે. આ યાદીમાં રાજામૌલીની બાહુબલી ટુ રૂપિયા ૧૦૩૧ કરોડ સાથે પહેલા ક્રમાંકે, બાહુબલી રૂપિયા ૪૧૮ કરોડ રૂપિયા સાથે બીજા ક્રમાંક પર છે. જ્યારે ત્ર્ચોથા  પર રજનીકાન્તની ફિલ્મ ૨.૦  ૪૦૮ કરોડ રૂપિયાની કમાણી, અને આમિર ખાનની ફિલ્મ દંગલ રૂપિયા ૩૮૭.૩૯ કરોડ રૂપિયા સાથે પાંચમા ક્રમાંક પર છે. 

આ પણ વાંચોઃ Ramdev Baba was incensed at this question: યોગ ગુરુ બાબા રામદેવ પેટ્રોલ-ડીઝલના ભાવવધારા અંગેના સવાલથી ભડક્યા, જુઓ વાઇરલ થયેલો વીડિયો

ફિલ્મ આરઆરઆર એ, રિલીઝ થયાના પહેલા દિવસે ૨૫૭.૧૫ કરોડ, બીજા દિવસે ૧૧૪.૩૮ કરોડ,ત્રીજા દિવસે રૂપિયા ૧૧૮.૬૩ કરોડ, ચોથા દિવસે રૂપિયા ૭૨.૮૦ કરોડ અને પાંચમા દિવસે રૂપિયા ૫૮.૪૮ કરોડની સાથે કુલ મળીને રૂપિયા ૬૨૧.૪૨ કરોડનું બોક્સ ઓફિસ પર કલેકશન કર્યું છે. રસપ્રદ વાત તો એ છે કે, આ યાદીમાં સાઉથની ચાર ફિલ્મો અને બોલીવૂડની ફક્ત એક જ ફિલ્મ સામેલ છે.

આ પણ વાંચોઃ family member murder case update: એક પરિવારના 4 લોકોની હત્યા કરનારા આરોપી વિનોદ મરાઠીની પોલીસે કરી ધરપકડ

Gujarati banner 01
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.