Ramdev Baba was incensed at this question: યોગ ગુરુ બાબા રામદેવ પેટ્રોલ-ડીઝલના ભાવવધારા અંગેના સવાલથી ભડક્યા, જુઓ વાઇરલ થયેલો વીડિયો

Ramdev Baba was incensed at this question: જૂના નિવેદનને લઈને એક પત્રકારે સ્પષ્ટીકરણ માગ્યું હતું. એ નિવેદનમાં તેમણે કહ્યું હતું કે, “દેશના યુવાનો 40 રૂપિયા પ્રતિ લિટર પેટ્રોલ અને 300 રૂપિયાનો સિલિન્ડર આપે તેવી સરકાર ઇચ્છે છે.”

નવી દિલ્હી, 31 માર્ચઃ Ramdev Baba was incensed at this question: યોગગુરુ બાબા રામદેવને પેટ્રોલ-ડીઝલના વધી રહેલા ભાવ વિશે એક પત્રકારે પ્રશ્ન પૂછ્યો હતો. જેનો જવાબ આપવાની જગ્યાએ તેઓ ભડકી ગયા હતા અને ધમકાવવા લાગ્યા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે.

હરિયાણાના કરનાલમાં એક કાર્યક્રમમાં મોંઘવારી અંગે યોગગુરુ રામદેવ બોલી રહ્યા હતા. તે દરમિયાન તેમના જ એક જૂના નિવેદનને લઈને એક પત્રકારે સ્પષ્ટીકરણ માગ્યું હતું. એ નિવેદનમાં તેમણે કહ્યું હતું કે, “દેશના યુવાનો 40 રૂપિયા પ્રતિ લિટર પેટ્રોલ અને 300 રૂપિયાનો સિલિન્ડર આપે તેવી સરકાર ઇચ્છે છે.”

પત્રકારનો આ પ્રશ્ન સાંભળતાં જ રામદેવ ભડકી ગયા હતા. શરૂઆતમાં તેમણે જવાબ આપ્યો ન હતો પણ વાંરવાર પૂછવામાં આવતા તેમણે ભડકીને કહ્યું, “મેં કહ્યું હતું તો શું હવે મારી પાછળ પડી જઈશ? આવા પ્રશ્નો ન પૂછો અને તમે શું ઠેકેદાર છો કે તમે જે પૂછો એનો મારે ઉત્તર આપવો પડે?”

આ પણ વાંચોઃ family member murder case update: એક પરિવારના 4 લોકોની હત્યા કરનારા આરોપી વિનોદ મરાઠીની પોલીસે કરી ધરપકડ

બાબા રામદેવે કરનાલની મુલાકાત દરમિયાન મીડિયા સાથે વાતચીત કરી હતી. તે દરમિયાન જ્યારે પત્રકારે પૂછ્યું કે હવે તમને યોગ ગુરુમાંથી બાબા લાલદેવ કેમ કહેવામાં આવે છે ? આ સવાલ સાંભળીને બાબા રામદેવના તેવર બદલાઇ ગયા. તેમણે આટકતરી રીતે જવાબ આપતા કહ્યું કે, તને પેટમાં દુઃખે છે . આના પર રામદેવની આસપાસ બેઠેલા લોકો તાળીઓ પાડવા લાગ્યા અને હસવા લાગ્યા. આ પછી પત્રકારે પૂછ્યું કે તમે જનતાને કહ્યું હતું કે શું તમને એવી સરકાર જોઈએ છે જે 40 રૂપિયા પ્રતિ લિટર પેટ્રોલ અને 300 રૂપિયાનું સિલિન્ડર આપે ?

ત્યારે બાબા રામદેવે કહ્યું કે કંઇક સારા સવાલ પૂછો. પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં છેલ્લા 10 દિવસોમાં રૂ. 6.40ના વધારો થયો એના પર તેમણે ટિપ્પણી આપી હતી. પત્રકારનો આ પ્રશ્ન સાંભળતાં જ રામદેવ ભડકી ગયા હતા. શરૂઆતમાં તેમણે જવાબ આપ્યો ન હતો પણ વાંરવાર પૂછવામાં આવતા તેમણે ભડકીને કહ્યું કે મેં કહ્યું હતું તો શું હવે મારી પાછળ પડી જઈશ? આવા પ્રશ્નો ન પૂછો અને તમે શું ઠેકેદાર છો કે તમે જે પૂછો એનો મારે ઉત્તર આપવો પડે?

આ પણ વાંચો: Colonel Kirori Singh Bainsla dies: ગુર્જર અનામત આંદોલનના નેતા કર્નલ કિરોડી સિંહે લીધા અંતિમ શ્વાસ, વાંચો વિગત

Gujarati banner 01
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.