family member murder case update

family member murder case update: એક પરિવારના 4 લોકોની હત્યા કરનારા આરોપી વિનોદ મરાઠીની પોલીસે કરી ધરપકડ

family member murder case update: ઓઢવમાં પોતાના જ પરિવારના 4 લોકોની હત્યા કરીને વિનોદ મરાઠી નામનો શખ્સ નાસી છૂટ્યો હતો, જેને પકડવા માટે પોલીસે સઘન તપાસ કરી અને આખરે સફળતા મળી છે, આરોપીને પોલીસે ગણતરીની કલાકોમાં જ દબોચી લીધો છે

અમદાવાદ, 31 માર્ચઃ family member murder case update: અમદાવાદના ઓઢવમાં 4 લોકોની હત્યાકાંડમાં અમદાવાદ પોલીસને મોટી સફળતા મળી છે. મુખ્ય આરોપી વિનોદ મરાઠીને ઈન્દોરથી ઝડપી પાડ્યો છે. 26 માર્ચે પરિવારના ચાર લોકોની હત્યા બાદ આરોપી વિનોદ મરાઠી ફરાર હતો. ક્રાઈમ બ્રાન્ચની ટીમે 48 કલાકમાં વિનોદ મરાઠીને ઝડપી લીધો છે. ઓઢવમાં પોતાના જ પરિવારના 4 લોકોની હત્યા કરીને વિનોદ મરાઠી નામનો શખ્સ નાસી છૂટ્યો હતો, જેને પકડવા માટે પોલીસે સઘન તપાસ કરી અને આખરે સફળતા મળી છે, આરોપીને પોલીસે ગણતરીની કલાકોમાં જ દબોચી લીધો છે.

વિનોદ મરાઠી પરિવારમાં ખેલાયેલા હત્યાકાંડ બાદથી ગાયબ હતો. ત્યારે હવે આ સમગ્ર કાંડ પરથી પડદો ઉંચકાશે. વિનોદ મરાઠીએ જ બધાની હત્યા કરી, વિનોદ મરાઠીને હત્યામાં કોણે કોણે સાથ આપ્યો, આખરે તેને પરિવાર સાથે એવો તો શુ મતભેદ હતો તેણે નિર્દયી રીતે હત્યા કરી. આ તમામ સવાલોના જવાબ આખરે મળશે. વિનોદને પકડવા માટે ક્રાઈમ બ્રાન્ચે મહારાષ્ટ્રમાં ટીમ દોડાવી હતી. મહારાષ્ટ્રમાં વિનોદ છુપાયો હોવાની આશંકા હતી. પરંતુ તે ઈન્દોરથી પકડાયો હતો. 

આ પણ વાંચો: Colonel Kirori Singh Bainsla dies: ગુર્જર અનામત આંદોલનના નેતા કર્નલ કિરોડી સિંહે લીધા અંતિમ શ્વાસ, વાંચો વિગત

પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ કે, વિનોદ મરાઠીએ પોતાના સાસુ અને વડસાસુને જમવા બોલ્યા હતા. સાસુ મોડા ઘરે પહોચતા વિનોદે ઘરના લોકો જન્મદિવસની પાર્ટીમા જમવા ગયા હોવાનું કહ્યું હતું. વારંવાર સોનલની માતાએ વિનોદની પૂછપરછ કરતી હતી. સવાર સુધી સોનલની માતાએ દીકરીના રાહ જોઈ હતી. બાદમા સવારે ફરી પૂછતા વિનોદે સાસુ પર છરીથી હુમલો કર્યો હતો.

વિનોદની સાસુ સંજુબેને પોલીસને જણાવ્યું કે, અવાર નવાર તેમની દિકરી સાથે વિનોદ ઝઘડો કરતો હતો. પોલીસને ઝઘડાની જાણ ન કરવા વિનોદે સાસુને ધમકી પણ આપી હતી. તેમજ પ્રોપર્ટી બાબતે પણ પરિવારમાં અનેકવાર ઝઘડા થતા હતા. સાસુનુ મકાન તેની દિકરી સોનલની નામે કરી દે વિનોદ અવાર નવાર ઝઘડા કરતો હતો. વિનોદ પોતે નાશાનો આદિ હતો. તે સતત બે-બે દિવસ નશાની હાલતમા રહેતો હતો, જેને લઈન પણ પતિ-પત્ની વચ્ચે ઝગડા થતા હતા. 

આ પણ વાંચોઃ Chaitra navratri: એક વર્ષમાં ચાર નવરાત્રિ આવે છે, 2 એપ્રિલથી ચૈત્ર નવરાત્રિ શરુ- વાંચો નવરાત્રિમાં વ્રત કરવાનું મહત્ત્વ કેમ?

Gujarati banner 01
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.