Javed Akhtars Statement Comparing Taliban RSS

Javed Akhtar on Kangana Ranaut: કંગના રનૌતના આરોપો પર જાવેદ અખ્તરે તોડ્યું મૌન, કહી આ વાત

  • જાવેદ અખ્તર અને શબાના આઝમી ને ગમે છે કંગના ની એક્ટિંગ 

Javed Akhtar on Kangana Ranaut: જ્યારે તેણે મારા પર આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ મૂક્યો ત્યારે મને અપમાનિત લાગ્યું: જાવેદ અખ્તર

મનોરંજન ડેસ્ક, 04 મેઃ Javed Akhtar on Kangana Ranaut: બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત અને દિગ્ગજ પટકથા લેખક, ગીતકાર અને કવિ જાવેદ અખ્તર વચ્ચેનો વિવાદ કોઈનાથી છુપાયેલો નથી. થોડા સમય પહેલા કંગના રનૌતના એક નિવેદન પર જાવેદ અખ્તરે માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. તાજેતરમાં જ મુંબઈની મેજિસ્ટ્રેટ કોર્ટમાં આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન જાવેદ અખ્તરે મૌન તોડ્યું અને ખુલ્લેઆમ પોતાનો પક્ષ રજૂ કર્યો.

જાવેદ અખ્તરે કોર્ટ માં કહી આ વાત 

જાવેદ અખ્તરે કહ્યું હતું કે કંગનાએ 2020માં અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ પછી તેમની વિરુદ્ધ અપમાનજનક નિવેદનો કર્યા હતા. આ અંગે તેણે અભિનેત્રી સામે માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. આ અંગેની સુનાવણી દરમિયાન જાવેદે કહ્યું કે તે તેના પર લાગેલા આરોપોથી આશ્ચર્યચકિત છે.

તેમણે કોર્ટમાં કહ્યું, ‘હું લખનઉનો છું, ત્યાં તમને ‘તુ’ નહીં પણ ‘આપ’ બોલવાનું શીખવવામાં આવે છે. ભલે કોઈ તમારા કરતા 30-40 વર્ષ નાનું હોય. મેં મારા વકીલ સાથે ક્યારેય તું કહી ને વાત કરી નથી.

જાવેદ અખ્તર અને શબાના આઝમી ને ગમે છે કંગના ની એક્ટિંગ 

જાવેદ અખ્તરે કહ્યું, ‘ફેબ્રુઆરી 2020માં કંગના રનૌતે એક ફિલ્મ મેગેઝીનને ઈન્ટરવ્યુ આપ્યો હતો, જેમાં તેણે આરોપ લગાવ્યો હતો. પછી મેં તેના પર વધુ ધ્યાન ન આપ્યું અને તેને જવા દીધો. ત્યારબાદ સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરી લીધી અને કંગનાનો ઈન્ટરવ્યુ ચર્ચામાં આવ્યો. જ્યારે તેણે મારા પર આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ મૂક્યો ત્યારે મને અપમાનિત લાગ્યું.

કંગનાએ તો ત્યાં સુધી કહ્યું કે હું સુસાઈડ ગ્રુપનો ભાગ છું અને લોકોને આત્મહત્યા કરવા માટે ઉશ્કેરી રહ્યો છું. આ સાચુ નથી.જાવેદ અખ્તરે કોર્ટમાં એમ પણ કહ્યું હતું કે તેને અને તેની પત્ની શબાના આઝમીને કંગના રનૌતની એક્ટિંગ ખૂબ ગમે છે. હાલ આ મામલાની આગામી સુનાવણી 12મી જૂને થશે. આવી સ્થિતિમાં કંગના આના પર શું પ્રતિક્રિયા આપે છે તે જોવાનું રહેશે.

આ પણ વાંચો… Adani VS Ambani: આ કંપનીને ખરીદવા માટે સામસામે મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો