lal singh chaddha trailer

Lal Singh Chadha flopped: લાલ સિંહ ચઢ્ઢા ફ્લોપ થયા બાદ, ફિલ્મમેકર્સ પાસેથી ડિસ્ટ્રિબ્યુટર્સે કરી વળતરની માગ

Lal Singh Chadha flopped: આમિરનો પ્રયાસ હતો કે, ‘ફોરેસ્ટ ગમ્પ’નું બેસ્ટ વર્ઝન દર્શકોની સામે લાવવામાં આવે, પરંતુ રિલીઝ બાદ લોકોનાં રિએક્શનની આમિર પર ખરાબ અસર પડી છે

બોલિવુડ ડેસ્ક, 15 ઓગષ્ટઃ Lal Singh Chadha flopped: આમિર ખાન પોતાની ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ ફ્લોપ થવાથી આઘાતમાં છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ આ ફિલ્મનાં કારણે ડિસ્ટ્રિબ્યુટર્સને ઘણું નુકસાન થયું છે અને મેકર્સ પાસે વળતરની માગ કરી છે. આમિર પોતે આ ફિલ્મનાં કો-પ્રોડ્યુસર છે. અહેવાલ એવા છે કે, તેણે આ ફિલ્મ ફ્લોપ થવાની સંપૂર્ણ જવાબદારી પોતાનાં માથે લીધી છે. જો કે, તેણે આ અંગે સત્તાવાર નિવેદન આપ્યું નથી.

બોલિવૂડ હંગામાના એક અહેવાલ મુજબ આમિર ખાન અને તેની પૂર્વ પત્ની કિરણ રાવનાં એક મિત્રએ ખુલાસો કર્યો હતો કે, આમિરે લાલ સિંહ ચઢ્ઢા માટે ખૂબ જ મહેનત કરી હતી. આમિરનો પ્રયાસ હતો કે, ‘ફોરેસ્ટ ગમ્પ’નું બેસ્ટ વર્ઝન દર્શકોની સામે લાવવામાં આવે, પરંતુ રિલીઝ બાદ લોકોનાં રિએક્શનની આમિર પર ખરાબ અસર પડી છે. આ કારણે તે આઘાતમાં સરી પડ્યો છે.

આ પણ વાંચોઃ Curfew In Shivamogga: વીર સાવરકરના પોસ્ટર પર વિવાદ, સ્થિતિ પર નિયંત્રણ રાખવા પોલીસે લાઠી ચાર્જ કર્યો- 144 કલમ લાગુ કરી

‘લાલસિંહ ચઢ્ઢા’ને બિઝનેસમાં નુકસાન થયા બાદ ફિલ્મ ડિસ્ટ્રિબ્યુટરે વળતર માગ્યું છે. તે કહે છે કે, આ ફિલ્મથી અમને આર્થિક રીતે ઘણું નુકસાન થયું છે. રિપોર્ટ્સ અનુસાર મેકર્સ ડિસ્ટ્રિબ્યુટર્સનાં નુકસાનની ભરપાઈ કરવાની તૈયારી કરી રહ્યા છે.

‘લાલસિંહ ચઢ્ઢા’ આ વર્ષની મોસ્ટ અવેટેડ ફિલ્મ હતી, પરંતુ આમિર અને કરીનાનાં જૂના નિવેદનોનાં કારણે સોશિયલ મીડિયા પર તેનો બહિષ્કાર કરવાની ઝુંબેશ ચાલી રહી હતી, જેની અસર બોક્સઓફિસ પર પડી હતી. 180 કરોડનાં બજેટમાં બનેલી આ ફિલ્મ પહેલા અઠવાડિયામાં માત્ર 38.21 કરોડ રૂપિયાની કમાણી કરી શકી છે, જ્યારે આમિરની અગાઉની ફિલ્મોએ પહેલા દિવસે આના કરતાં પણ વધુ કમાણી કરી છે.

રિપોર્ટ્સ અનુસાર, ‘લાલ સિંહ ચઢ્ઢા’એ ચોથા દિવસે એટલે કે પહેલાં રવિવારે (રવિવાર) 10.5 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. અગાઉ આ ફિલ્મે ત્રીજા દિવસે (શનિવારે) 8.75 કરોડ, બીજા દિવસે (શુક્રવારે) 7.26 કરોડ અને પ્રથમ દિવસે (ગુરુવારે) 11.7 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. લોંગ વિકેન્ડ હવે પૂરું થઈ ગયું છે અને કલેકશન વધવાની સંભાવના નહિવત્ છે.

આ પણ વાંચોઃ Nasal Corona Vaccine: હવે નાકથી આપી શકાશે કોરોના વેક્સીન, રસીનો ટ્રાયલ થયો પૂર્ણ

Gujarati banner 01