lata mangeshkar funeral procession

lata mangeshkar funeral procession: રાષ્ટ્રીય સન્માન સાથે લતા મંગેશકરની અંતિમ વિદાય, ભત્રીજો આદિત્ય આપશે મુખાગ્નિ, PM મોદી પહોંચ્યા મુંબઈ

lata mangeshkar funeral procession: લતા મંગેશકરના પરિવાર ઉપરાંત અભિનેતા શાહરૂખ ખાન અને ક્રિકેટર સચિન તેંડુલકર સહિતની તમામ હસ્તિઓ શિવાજી પાર્ક ખાતે ઉપસ્થિત

મુંબઇ, 06 ફેબ્રુઆરીઃ lata mangeshkar funeral procession: લતા મંગેશકર પોતાની અંતિમ સફર માટે નીકળી ગયા છે. તેમના પાર્થિવ શરીરને સંપૂર્ણ રાજકીય સન્માન સાથે પ્રભુકુંજથી શિવાજી પાર્ક લઈ જવામાં આવી રહ્યું છે. તેમને અંતિમ વિદાય આપવા માટે તેમના ચાહકોની ભીડ ઉમટી પડી છે અને સૌ કોઈ તેમના વહાલા લતા દીદીના અંતિમ દર્શન કરવા માગે છે. આ ભીડ પર કાબૂ મેળવવા માટે પોલીસ દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. 

લોકો પોતાના હાથમાં લતા દીદીના પોસ્ટર્સ લઈને ઉભા છે અને ટોળા દ્વારા કોઈ અગવડ ન ઉભી થાય તે માટે પોલીસ દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. 

લતા મંગેશકરના પાર્થિવ શરીરને ટ્રકમાં રાખવામાં આવ્યું છે અને તેમના બહેન આશા ભોસલે અને પરિવારના અન્ય સદસ્યો પણ વાનમાં છે. લતા મંગેશકરના પાર્થિવ શરીરને તિરંગામાં લપેટીને સંપૂર્ણ રાજકીય સન્માન સાથે તેમની અંતિમ શાહી સવારી કાઢવામાં આવી છે. 

શિવાજી પાર્ક ખાતે લતા મંગેશકરના પાર્થિવ સંસ્કારના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. અંતિમ સફર માટે એક ટ્રકને ફૂલો વડે સજાવવામાં આવી છે અને તેના પર લતા મંગેશકરનો એક ફોટો રાખવામાં આવ્યો છે. તે ફોટો પર હિંદીમાં ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ એમ લખેલું છે. સાંજે 6:00 કલાકે શિવાજી પાર્ક ખાતે અંતિમ સંસ્કારની વિધિ કરવામાં આવશે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પોતાના વહાલા લતા દીદીને અંતિમ વિદાય અને શ્રદ્ધાંજલિ આપવા માટે મુંબઈ પહોંચી ગયા છે. 

આ પણ વાંચોઃ kashmiri bapu pass away: સુપ્રસિદ્ધ સંત કાશ્મીરીબાપુ દેવલોક પામ્યા, મોટી સંખ્યામાં સેવકગણ અંતિમ દર્શન માટે પહોંચ્યા

લતા મંગેશકરના પરિવાર ઉપરાંત અભિનેતા શાહરૂખ ખાન અને ક્રિકેટર સચિન તેંડુલકર સહિતની તમામ હસ્તિઓ શિવાજી પાર્ક ખાતે ઉપસ્થિત છે. 

નોંધનીય છે કે, ભારતના સ્વર કોકિલા ગણાતા લતા મંગેશકરે આજે સવારે મુંબઈની બ્રીચકેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને પોતે લતા દીદીને શ્રદ્ધાંજલિ આપવા માટે મુંબઈ જશે તેમ જણાવ્યું હતું. કેન્દ્ર સરકારે લતા મંગેશકરને માન આપવા માટે 2 દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે. 

Gujarati banner 01