Madhvi gogte

Madhvi gogte: ટેલિવિઝન અભિનેત્રી માધવી ગોગટેનું નિધન, રુપાલી ગાંગુલીએ લખી ઇમોશનલ પોસ્ટ

Madhvi gogte: માધવીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને તે સ્વસ્થ પણ થઈ રહી હતી. પરંતુ અચાનક તેમની તબિયત બગડી અને રવિવારે (21 નવેમ્બર) બપોરે તેમનું અવસાન થયું

ટેલિવિઝન ડેસ્ક, 22 નવેમ્બરઃ Madhvi gogte: ‘અનુપમા’ ફેમ માધવી ગોગટેનું રવિવારે અવસાન થયું છે. તેમણે આ શોમાં રૂપાલી ગાંગુલી, ‘અનુપમા’ની માતાની ભૂમિકા ભજવી હતી. માધવીને થોડા દિવસો પહેલા જ કોરોના વાયરસનો ચેપ લાગ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું હતું કે, માધવીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને તે સ્વસ્થ પણ થઈ રહી હતી. પરંતુ અચાનક તેમની તબિયત બગડી અને રવિવારે (21 નવેમ્બર) બપોરે તેમનું અવસાન થયું હતુ.

માધવી ગોગટેની ભૂતપૂર્વ સહ-અભિનેત્રી રૂપાલી ગાંગુલીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક ભાવનાત્મક નોટ શેર કરી અને તેણીને શ્રદ્ધાંજલિ આપી. તેણે ઈન્સ્ટા સ્ટોરી પર માધવી ગોગટેની હસતી તસવીર શેર કરી છે. અને લખ્યું હતું કે, “ઘણું અકળ રહ્યું છે… સદગતિ માધવી જી.” માધવીએ અગાઉ ‘અનુપમા’માં રૂપાલી ગાંગુલીના પાત્ર અનુપમાની માતાની ભૂમિકા ભજવી હતી. બાદમાં તેમની જગ્યાએ સવિતા પ્રભુને લેવામાં આવી હતી.

madhvi 1

58 વર્ષના માધવી ગોગટેનું મુંબઈની સેવન હિલ્સ હોસ્પિટલમાં અવસાન થયું હતું. માધવીએ ફિલ્મો અને ટીવી શોમાં શાનદાર કામ કર્યું છે. તેને અશોક સરાફ સાથેની મરાઠી ફિલ્મ ‘ઘનચક્કર’થી લોકપ્રિયતા મળી હતી. તેમના લોકપ્રિય નાટકોમાં ‘ભ્રમચા ભોપાલા’ અને ‘ગેલા માધવ કુનિકડે’નો સમાવેશ થાય છે.

માધવી ગોગટે ટીવી સિરિયલ્સ તાજેતરમાં મરાઠી ટીવી શોમાં સિરિયલ ‘તુજા માજા જમાતે’થી ડેબ્યૂ કર્યું હતું. માધવીએ ‘કોઈ અપના સા’, ‘ઐસા કભી સોચા ના થા’, ‘કહીં તો હોગા’ અને ‘અનુપમા’ જેવી ઘણી ટીવી સિરિયલોમાં ઉત્તમ અને યાદગાર ભૂમિકાઓ ભજવી હતી.

આ પણ વાંચોઃ turmeric benefit: શિયાળામાં કાચી હળદર ખાવાથી થશે જોરદાર ફાયદા- વાંચો વિગત

Whatsapp Join Banner Guj