Health department checking sweets

Health department checking sweets: દિવાળી પહેલા આરોગ્ય વિભાગની ટીમના મીઠાઇ અને ફરસાણના વેપારીઓને ત્યાં દરોડા

Health department checking sweets: આરોગ્ય વિભાગે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનાર તમામ નાના-મોટા વેપારીઓ સામે સરખી કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારી છે

અમદાવાદ, 31 ઓક્ટોબરઃ Health department checking sweets: દિવાળી પર્વ નિમિત્તે મીઠાઈ અને ફરસાણનું વેચાણ વધુ થતું હોય નગરજનોના સ્વાસ્થ્યની કાળજી હેતુ અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે ઠેરઠેર દરોડા પાડી મીઠાઈ અને ફરસાણના સેમ્પલ કબજે કર્યા છે

દિવાળીના તહેવારોને લઇને અમદાવાદ મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમે મીઠાઇ(Health department checking sweets) અને ફરસાણના વેપારીઓને ત્યાં દરોડા પાડ્યા હતા. જે દરમ્યાન અધિકારીઓને શહેરની જાણીતી બ્રાન્ડના એકમોમાં ગંદકી જોવા મળી. આરોગ્ય વિભાગની અલગ અલગ ટીમ બનાવી વિવિધ ઝોનમાં મીઠાઈ અને ફરસાણના વેપારીઓને ત્યાં ચેકીંગ કરવામાં આવ્યું.

આ પણ વાંચોઃ Mangalsutra ad controversy: મંગળ સૂત્રની વિવાદીત જાહેરાત 24 કલાકમાં પાછી ખેંચી લેવાની ગૃહ મંત્રીએ સવ્યસાચીને આપી ધમકી- જાણો શું છે મામલો?

આરોગ્ય વિભાગની ટીમ દ્વારા મીઠાઈ(Health department checking sweets) તેમજ ફરસાણના નમૂના લેવામાં આવ્યા. મોહનથાળ, કાજુ કતરી,પેંડા અને માવા સહિતના નમૂના લઈ તેને લેબોરેટરી તપાસ માટે મોકલી આપવામાં આવ્યા. આરોગ્ય વિભાગે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનાર તમામ નાના-મોટા વેપારીઓ સામે સરખી કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારી છે.

મહત્વનું છે કે શહેરમાં આરોગ્ય વિભાગ દ્વારા ફક્ત તહેવારો પર જ આ પ્રકારે સેમ્પલ લેવાની કામગીરી કરવામાં આવે છે. અને તેમાં પણ ફક્ત મોટા એકમો પર જ દરોડા પાડવામાં આવે છે. તો સેમ્પલ લેવામાં પણ ભ્રષ્ટાચાર ચાલતો હોવાના આક્ષેપો થાય છે

Whatsapp Join Banner Guj