movie theater

Movie Ticket Price 99: આ ઓફર છે શાનદાર! આવતીકાલે કોઇ પણ ફિલ્મ જુઓ માત્ર 99 રુપિયામાં…

Movie Ticket Price 99: કોઈપણ મૂવી જોવા માટે 100 રૂપિયાથી ઓછો ખર્ચ થશે

મનોરંજન ડેસ્ક, 12 ઓક્ટોબરઃ Movie Ticket Price 99: આવતીકાલ શુક્રવાર, 13 ઓક્ટોબરના રોજ રાષ્ટ્રીય સિનેમા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ પ્રસંગે, મોટાભાગના થિયેટરોમાં ફક્ત 99 રૂપિયામાં ફિલ્મ બતાવવામાં આવશે, જેનો અર્થ છે કે તમે તમારા પરિવાર અને મિત્રો સાથે માત્ર થોડા રૂપિયામાં તમારી મનપસંદ ફિલ્મોનો આનંદ માણી શકો છો. તો આવો જાણીએ નેશનલ સિનેમા ડેના દિવસની સ્પેશિયલ ઑફર વિશેની તમામ વિગતો…

આ રીતે બુક કરી શકાશે ટિકિટ

વર્ષ 2023 માં, રાષ્ટ્રીય સિનેમા દિવસ 13 ઓક્ટોબરના રોજ દેશભરમાં ઉજવવામાં આવશે. મલ્ટીપ્લેક્સ એસોસિયેશન ઓફ ઈન્ડિયા આ વર્ષે તમામ નાની અને મોટી હિટ ફિલ્મોની સફળતાની ઉજવણી કરવા જઈ રહ્યું છે. જેના માટે બુક માય શો અને પેટીએમ સહિત કોઈપણ સત્તાવાર નેશનલ સિનેમા ચેઈન વેબસાઈટ પરથી ટિકિટ બુક કરી શકાય છે.

કેટલા ઘટશે ટિકિટના ભાવ?

નેશનલ સિનેમા ડેની ટિકિટોના ભાવ વિશે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે કોઈપણ મૂવી જોવા માટે 100 રૂપિયાથી ઓછો ખર્ચ થશે. નેશનલ સિનેમા ડેમાં ભાગ લેનારા તમામ મલ્ટિપ્લેક્સ અને સિંગલ થિયેટરોમાં 13મી ઑક્ટોબરના રોજ તમામ મૂવીઝ માટે માત્ર 99 રૂપિયાની ટિકિટની કિંમત હશે. આમાં રિક્લાઇનર અને પ્રીમિયમ સીટોનો સમાવેશ થતો નથી.

શું ફૂડ આઇટમ્સ પર મળશે છૂટ?

નેશનલ સિનેમા ડે નિમિત્તે ખાવા-પીવાની વસ્તુઓ પર પણ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. PVR સિનેમાએ ટ્વિટર પર એક પોસ્ટ શેર કરતી વખતે માહિતી આપી છે કે, રાષ્ટ્રીય સિનેમા દિવસ પર દર્શકો પોપકોર્ન, કોલ્ડ ડ્રિંક્સ, કોફી અને અન્ય ખાદ્યપદાર્થો પણ માણી શકશે, જેની કિંમતો માત્ર રૂ. 99 થી શરૂ થશે.

કઇ નેશનલ ચેનમાં વેલિડ હશે આ ઓફર?

સિનેમાના આ ફેસ્ટિવલમાં 4000 સ્ક્રીનનો સમાવેશ થાય છે. તેમાં PVR, Inox, Cinepolis, Mirage, CityPride, Asian, Mukta A2, Movie Time, Wave, M3K અને Dlight સહિત ઘણા મલ્ટિપ્લેક્સ અને થિયેટરોનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો… Team india in Ahmedabad: અમદાવાદ પહોંચી ભારતીય ટીમ, અહીં જુઓ હોટલનો વીડિયો…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો