MX Player 1

MX Player: એમએક્સ પ્લેયર પર ટર્કીશ ડ્રામા સિરીઝ ધ ચોઈસ હિંદી, તેલુગુ અને તમિળમાં હવે ઉપલબ્ધ

MX Player

MX Player: એમએક્સ વીદેસી એવા પિતાની વાત લાવી રહી છે જે પોતાના પુત્રનું રક્ષણ કરવા માટે કોઈ પણ હદે જઈ શકે છે

અમદાવાદ , ૦૭ એપ્રિલ: MX Player એક માનવીને જ્યારે પ્રમોશન માટે તેના સાથી દ્વારા બદનામ કરવામાં આવે ત્યારે તેનું જીવન ઊલટસુલટ થઈ જાય છે. જો તપાસ માટે તેનાં બેન્ક ખાતાં સીલ કરવામાં આવે તો બધું ખતમ થઈ જાય છે અને તેના પુત્રને મગજની ગાંઠનું નિદાન થાય ત્યારે નાણાંની પાછળ તેનો પીછો શરૂ થાય છે. બોલીવૂડની ફિલ્મ જેવું લાગે ચે નહીં? જો આ વાર્તા ટર્કીના અત્યંત લોકપ્રિય શોમાંથી એક છે અને તમે તમારી પસંદગીની સ્થાનિક ભાષામાં મફતમાં તે જોઈ શકશો એવું અમે તમને કહીએ તો તમારી પ્રતિક્રિયા કેવી રહેશે?

ADVT Dental Titanium

તમારા સ્ક્રીન પર અમુક ઉત્તમ આંતરરાષ્ટ્રીય શો લાવતાં (MX Player) એમએક્સ વીદેસી સ્થાનિક ભાષામાં ડબ્ડ આંતરરાષ્ટ્રીય શોનો સૌથી વિશાળ કેટલોગ હોસ્ટ કરે છે. એમએક્સ પ્લેયર દરેક બુધવારે 2 આંતરરાષ્ટ્રીય શો રિલીઝ કરી રહી છે અને આ સપ્તાહમાં મંચે ટર્કીશ ડ્રામા સિરીઝ ધ ચોઈસની ઘોષણા કરી છે, જે હિંદી, તમિળ અને તેલુગુમાં જોઈ શકાશે.

Whatsapp Join Banner Guj

ઉલુકબેરક્તર દ્વારા દિગ્દરશિત ટર્કીશ ડ્રામા સિરીઝ ઈરફાન (હલિત અર્જેન્ક)ની જીવનની વાર્તા છે, જે ઈકોનોમીનો પ્રોફેસર છે. વિશ્વસનીય પુરુષ, વહાલો પિતા અને ઈદા (નુર ફેત્તાહોગલુ)નો સારો પતિ પણ છે. તે મધ્યમ જીવન જીવી રહ્યો છે, પરંતુ તેનો સાથી ડીન તરીકે પ્રમોશન માટે તેની સાથે દગો કરે ત્યારે તેનું જીવન ઊલટસુલટ થઈ જાય છે. 20 વર્ષની શૈક્ષણિક કારકિર્દી પછી તે બેરોજગાર હોવાનું મહેસૂસ કરે છે. કાયદાની મદદ લેવામાં નિષ્ફળ જતાં તે નિઃસહાય બની જાય છે. તેમાં વળી તપાસના ભાગરૂપે તેનાં બેન્ક ખાતાં સીલ થતાં અને તેના 7 વર્ષના પુત્રને મગજની ગાંઠનું નિદાન થયું છે એવું જાણતાં તે સાવ ભાંગી પડે છે. જોકે તેના પુત્રના ઓપરેશન માટે ગમે તે ભોગે તે નાણાંની વ્યવસ્થા કરવા બેબાકળો બને છે. તેની સામે ઘણા બધા અવરોધો છે અને તેણે હવે તે બધા પાર કરવાના છે.

આ પણ વાંચો…કોર્ટે સચિન વાઝેની NIA રિમાન્ડ 9 એપ્રિલ સુધી વધારી, ત્યાર બાદ CBI કરશે પુછપરછ