Raju shrivastav health update

Raju Srivastav Health Update: કોમેડિયન રાજુ શ્રીવાસ્તવને 15 દિવસે આવ્યુ ભાન, નર્સને ઇશારાથી પુછ્યુ- હું હોસ્પિટલમાં કેવી રીતે આવ્યો

Raju Srivastav Health Update: બુધવાર 24 ઓગસ્ટના રોજ અડધો કલાક માટે વેન્ટિલેટર હટાવવામાં આવ્યું

મુંબઇ, 25 ઓગષ્ટઃRaju Srivastav Health Update: છેલ્લા 15 દિવસથી બેભાન હતા. તેમની તબિયતમાં સતત સુધારો થયો છે. રાજુએ નવી દિલ્હીની AIIMS હોસ્પિટલમાં મેડિકલ સ્ટાફને ઈશારામાં પૂછ્યું હતું કે તે હોસ્પિટલ કેવી રીતે? નર્સે જવાબ આપ્યો હતો કે તમને ચક્કર આવ્યા હતા અને નીચે પડી ગયા હતા. આથી તમને હોસ્પિટલ લાવવામાં આવ્યા છે.

પરિવારના જણાવ્યા પ્રમાણે, બુધવાર 24 ઓગસ્ટના રોજ અડધો કલાક માટે વેન્ટિલેટર હટાવવામાં આવ્યું હતું. રાજુને 10 ઓગસ્ટના રોજ હાર્ટ અટેક આવ્યો હતો. ત્યારથી તે હોસ્પિટલમાં એડમિટ છે. આ પહેલાં 15 ઓગસ્ટના રોજ એક કલાક માટે વેન્ટિલેટર હટાવવામાં આવ્યું હતું. ત્યારે રાજુને તાવ આવ્યો હતો. પછી પાછો વેન્ટિલેટર સપોર્ટ આપવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ Bus accident was avoided: ઊંઝાના પ્રવાસીઓની બસ તામિલનાડુમાં ખીણમાં ઊતરી ગઈ, 41 મુસાફરને માંડ માંડ બહાર કઢાયા- વાંચો વિગત

દીકરી અંતરાએ કહ્યું હતું કે પિતાની તબિયત હાલમાં સ્થિર છે. તેમની તબિયતમાં ધીમે ધીમે સુધારો થઈ રહ્યો છે. રોજ ફૂડ પાઇપની મદદથી જ્યૂસ ને દૂધ આપવામાં આવે છે.

રાજુના મોટાભાઈ સીપી શ્રીવાસ્તવે કહ્યું હતું કે તે ગુડગાંવમાં છેલ્લાં સાત દિવસથી સતત રુદ્રાભિષેક કરાવે છે. પરિવાર દિવસ-રાત ભગવાનને રાજુ જલ્દીથી ઠીક થઈ જાય તેવી પ્રાર્થના કરે છે.

આ પણ વાંચોઃ Bilkis Bano Case: બિલ્કીસ બાનો કેસમાં 11 દોષિતોની મુક્તિ વિરુદ્ધ અરજી પર સુપ્રિમ કોર્ટે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારને નોટિસ મોકલી

Gujarati banner 01