accident 1

Bus accident was avoided: ઊંઝાના પ્રવાસીઓની બસ તામિલનાડુમાં ખીણમાં ઊતરી ગઈ, 41 મુસાફરને માંડ માંડ બહાર કઢાયા- વાંચો વિગત

Bus accident was avoided: અકસ્માતમા બસ ખીણ તરફ અડધી નમી ગઇ હતી, જેથી પાછળનો કાચ તોડીને પ્રવાસીઓને બહાર કઢાયા

મહેસાણા, 25 ઓગષ્ટઃBus accident was avoided: મહેસાણાના ઊંઝા તાલુકાના કેટલાક પ્રવાસીઓ તામિલનાડુ પ્રવાસ માટે નીકળ્યા હતા, જ્યાં તેમને અકસ્માત નડ્યો હોવાની ઘટના સામે આવી છે. જોકે સદનસીબે પ્રવાસીઓની બસ ખીણમાં ખાબકતાં ખાબકતાં રહી ગઈ હતી, જેથી કોઈ જાનહાનિ થઈ નથી.

અમુક પ્રવાસીઓને સામાન્ય ઇજાઓ થઈ હતી, આ અકસ્માતમાં સદનસીબે તમામ મુસાફરો ખીણમાં ખાબકતા રહી ગયા હતા ને તેમનો આબાદ બચાવ થયો હતો. આ અકસ્માતમા બસ ખીણ તરફ અડધી નમી ગઇ હતી, જેથી પાછળનો કાચ તોડીને પ્રવાસીઓને બહાર કઢાયા હતા.

આ પણ વાંચોઃ Bilkis Bano Case: બિલ્કીસ બાનો કેસમાં 11 દોષિતોની મુક્તિ વિરુદ્ધ અરજી પર સુપ્રિમ કોર્ટે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારને નોટિસ મોકલી

મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના 36 પ્રવાસી અને 5 રસોઈયા સાથે તામિલનાડુ પ્રવાસ માટે ગયા હતા. બસમાં સવાર હતા એ દરમિયાન એકાએક બસ તામિલનાડુના ખોડાઈ કેનાલ નજીક રોડની સાઇડમાં ખીણમાં ઊતરી ગઈ હતી.

જોકે સદનસીબે બસ ખીણમાં જતાં પહેલાં ઝાડીઓમાં ફસાઈ જતા ખીણમાં પડતાં બચી ગઈ હતી. એને લઇ બસનો કાચ તોડી તમામ મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારે હાલમાં કેટલાક મુસાફરોને નાનીમોટી ઈજાઓ થઈ હોવાની વિગતો મળી રહી છે.

આ પણ વાંચોઃ 7 death in one day: ગુજરાતમાં એક દિવસમાં 7 લોકોના મોત, વાંચો ક્યા કઇ ઘટના બની?

Gujarati banner 01