sonu sood 600x337 1

Sonu sood: સોનુ સૂદે ગ્રામીણ લોકોને વેક્સિન રજિસ્ટ્રેશન માટે લોન્ચ કરી આ ખાસ એપલિકેશન, સાથે આપ્યો આ સંદેશ – જુઓ વીડિયો

Sonu sood: સોનુ સૂદે એક સ્ટેટમેન્ટમાં જણાવ્યું કે, ‘કવરેજ’ વેક્સિન રજિસ્ટ્રેશનની રૂરલ-સ્પેસિફિક સમસ્યાને ધ્યાનમાં રાખીને ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકોને જરૂરી સહાય પૂરી પાડે છે.

બોલિવુડ ડેસ્ક, 26 જૂનઃ બોલિવુડના એક્ટર સોનુ સૂદ(Sonu sood) કોરોનાના કપરા કાળમાં લોકો માટે રિયલ હિરો સાબિત થયા છે. એક્ટર સોનુ સુદે તાજેતરમાં એક એપ લોન્ચ કરી છે, જેનું નામ ‘કવરેજ’ (Cov-Reg) છે. ‘કવરેજ’ના માધ્યમથી, જે લોકોને વેક્સિન માટે રજિસ્ટ્રેશન કરવામાં મુશ્કેલી થઈ રહી છે, તે લોકો માટે આ એપ મદદરૂપ સાબિત થશે. રૂરલ એરિયામાં લોકોના મનમાં વેક્સિનને લઈને ડર છે, જે લોકો વેક્સિન લેવા માગે છે તેમને રજિસ્ટ્રેશન કરવામાં મુશ્કેલી થઈ રહી છે. આ જ કારણ છે કે સોનુએ આ એપ લોન્ચ કરી છે.

સોનુ સૂદે(Sonu sood) એક સ્ટેટમેન્ટમાં જણાવ્યું કે, ‘કવરેજ’ વેક્સિન રજિસ્ટ્રેશનની રૂરલ-સ્પેસિફિક સમસ્યાને ધ્યાનમાં રાખીને ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકોને જરૂરી સહાય પૂરી પાડે છે. તે રજિસ્ટ્રેશનને આગળ વધારવામાં મદદ કરશે.

સૂદે(Sonu sood) આગળ જણાવ્યું કે, ભારતમાં કોરોનાની વિરુદ્ધ લડાઈ માટે વેક્સિનેશનની જરૂરિયાત છે. રૂરલ ઈન્ડિયા કોરોના મહામારીનો સામનો કરવા માટે હજી પણ સંઘર્ષ કરી રહ્યું છે અને હવે તેને વેક્સિન રજિસ્ટ્રેશન કરવામાં પણ સંઘર્ષનો સામનો કરવો પડી રહ્યો છે. તેથી ‘કવરેજ’ ગ્રામીણ ભારતની સમજના આધારે બનાવવામાં આવી છે અને તેની જરૂરિયાતોને મહિનાઓ સુધી ઓન-ગ્રાઉન્ડ વર્ક દ્વારા ઓબ્ઝર્વ કરવામાં આવી છે.

દેશ-દુનિયાની ખબર તમારા મોબાઇલ પર મેળવવા અહીં ક્લીક કરો.

સોનુ સૂદે(Sonu sood) છેલ્લા 14-15 વર્ષ મહિના દરમિયાન હજારો લોકોને આગળ લાવવા અને જરૂરિયામંદ લોકોની મદદ કરવા માટે પ્રેરિત કર્યા છે. મે 2020માં કોરોના મહામારીને કારણે દેશવ્યાપી લોકડાઉન દરમિયાન ફસાયેલા હજારો પ્રવાસી મજૂરોને તેમની ઘર વાપસી માટે બસો, ખાસ ટ્રેનો અને ચાર્ટર્ડ ફ્લાઈટની વ્યવસ્થા કરીને તેમને પોતાના ઘરે પહોંચાડવામાં મદદ કરી હતી.

આ પણ વાંચોઃ Flight cancelled: અમદાવાદથી એર ઇન્ડિયાની ૬ ઇન્ટરનેશનલ, ૩ ડોમેસ્ટિક ફ્લાઇટ આ મહિના સુધી કેન્સલ કરવામાં આવી, આ કારણે લેવાયો નિર્ણય