tiger disha 1 1622620508477 1622620515673

ટાઈગર શ્રોફ અને દિશા પટની(Tiger-disha)ની વિરુદ્ધ મુંબઈ પોલીસે દાખલ કર્યો કેસ, મુંબઇ પોલીસે ટ્વિટ કરીને આપી જાણકારી- જાણો એવો તો ક્યો ગુનો કર્યો?

બોલિવુડ ડેસ્ક, 04 મેઃ ગઇ કાલે બૉલિવુડ અભિનેતા ટાઈગર શ્રોફ અને દિશા પટની(Tiger-disha)ની સામે મુંબઈએ FIR દાખલ થઈ છે. બ્રાંદા પોલીસ સ્ટેશન ડીસીપે અભિષેકે ત્રિમુખેએ પુષ્ટિ કરતા જણાવ્યુ છે કે આ બન્નેની સામે કોરોના પ્રતિબંધના ઉલ્લંઘનને લઈને કેસ દાખલ કરાવ્યો છે

Whatsapp Join Banner Guj

બ્રાંદ્રા પોલીસ સ્ટેશનના પીઆઈ ધનાવડેએ કહ્યુ કે કોરોના વાયરસના કારણે મુંબઈમાં બપોરે બે વાગ્યે પછી કોઈ કારણથી લોકોને અહી- ત્યાં ફરવા પર પ્રતિબંધ છે, તેથી ટાઇગર શ્રોફ અને દિશા(Tiger-disha) આમ છતાં સાંજે સુધી બાંદ્રા બસ સ્ટેન્ડ નજીક ફરતા જોવા મળ્યા હતા. આટલું જ નહીં, પોલીસને ઘરથી નિકળવાના માન્ય કારણ બંને જણાવી શક્યા ન હતા. અધિકારીએ કહ્યું કે ભારતીયદંડ સંહિતાની કલમ 188 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

ADVT Dental Titanium

નોંધનીય છે કે, મહારાષ્ટ્ર સરકારે આપેલી માર્ગદર્શિકા મુજબ હાલમાં રાજ્યમાં આવશ્યક દુકાનોને સવારે 7 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી ખોલવાનો આદેશ આપવામાં આવ્યો છે. રાજ્યમાં જૂન સુધી તાળાબંધી છે. જણાવીએ કે, આ ગયા દિવસો ડ્રાઈવ પર નિક્ળયાની કેટલીક તસવીરો સામે આવી હતી, જે ખૂબ જ ઝડપથી વાયરલ થઈ હતી. આ દરમિયાન પોલીસે તેમને રોક્યા હતા. કારમાં દિશા આગળની સીટ પર બેસીઅને ટાઇગર (Tiger-disha)પાછળની સીટ પર હતો. ડ્રાઇવની મજા માણતી વખતે, આ બંનેને મુંબઇ પોલીસે તેને રોકી લીધું હતું. પણ પોલીસએ તેના આધારકાર્ડની તપાસ કરી બાકીની ફાર્મલિટી પૂરી કર્યા પછી બંનેને જવા દેવામાં આવ્યા.

આ પણ વાંચો…

Corona update: રાજ્યમાં કોરોનાની બીજી લહેરનો થઈ રહ્યો છે અંત, નવા કેસ 1207 અને રિકવરી રેટ 95.78 ટકા