Edible oil image

About oil price: આ કેવો ઘટાડો- 15 દિવસમાં તેલના ભાવ 180 વધાર્યા હવે લોકોને રાહત આપવા માત્ર 40 રુપિયા ઘટાડ્યા

About oil price: ગૃહીણીઓનું બજેટ આટલું વધારીને માંડ માંડ ઘટાડો કરવામાં આવ્યો છે.

બિઝનેસ ડેસ્ક, 29 ઓગષ્ટઃ About oil price: તેલના ભાવમાં વધ વધ વધારો થયા પછી લોકોને ખુશ કરવા માંડ માંડ રુપિયા ઘટાડાયા છે. સીંગતેલના ભાવો 15 દિવસમાં 180 રુપિયા વધારીને ઐતિહાસિક સપાટીએ વધીને ડબ્બે 3000 કરવામાં આવ્યા હતા ત્યારે માંડ હવે 40 ઘટાડવામાં આવ્યા છે. ગૃહીણીઓનું બજેટ આટલું વધારીને માંડ માંડ ઘટાડો કરવામાં આવ્યો છે. 26 ઓગસ્ટના રોજ સિંગ તેલના ભાવમાં 70 રૂપિયાનો વધારો થયો હતો. જેની સાથે તેલના ભાવ ઉંચકાઈને 3000 પહોંચ્યા હતા. 

મોંઘવારીના સમયમાં ગૃહિણીઓ અને મધ્યમ વર્ગ પર ભાર વધી રહ્યો છે. ત્યારે સીંગતેલનો નવો ડબ્બો રૂપિયા 2,855થી 2,905માં વેચાઈ રહ્યો છે જ્યારે કપાસીયા તેલના નવા ડબ્બાનો ભાવ રૂપીયા 2,450થી 2,500માં વેચાયા છે.  

આ પણ વાંચોઃ Gujarati Singer vaishali balsara death: ગુજરાતી મહિલા સિંગરનું મોત નિપજ્યુ, નદી કિનારે કારમાંથી મળ્યો મૃતદેહ- વાંચો વિગત

અગાઉ સીંગતેલની અંદર વધારાનો ડોઝ યથાવત રહેતા લોકોની મુશ્કેલીઓ વધતા, એડિબલ ઓઈલ એસો.ના પ્રમુખે પીએમને પણ આ મામલે પત્ર લખ્યો હતો. ત્યારે માંડ 40 રુપિયા જ ભાવમાં ઘટાડો થયો છે. 

માર્કેટમાં મગફળીની આવક બંધ થઈ રહી છે. સરકાર ઉંચા ભાવે મગફળી આપી રહી છે. ઉંચા ભાવ હોવા છતા સિંગતેલની માંગ વધુ છે. મિલો બંધ હોવાથી સિંગતેલના ભાવ પર અસર થઈ રહી છે. 15 દિવસ બાદ ઘટાડો થાય તેવી શક્યતાઓ છે. (સોર્સઃ ન્યુઝ રીચ)

આ પણ વાંચોઃ Accident between tempo and truck: રખડતા ઢોરના કારણે બ્રિજ પર ટેમ્પો અને ટ્રક વચ્ચે અકસ્માત 

Gujarati banner 01